પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી રામ જન્મભૂમિ મંદિરને સમર્પિત 6 વિશેષ સ્મારક ટપાલ ટિકિટો બહાર પાડી હતી અને આ સાથે જ અગાઉ વિશ્વના વિવિધ દેશોમાં ભગવાન રામ સાથે સંબંધિત સમાન પ્રકારની ટિકિટો બહાર પાડવામાં આવી હતી, જેનું એક આલ્બમ પણ બહાર પાડવામાં આવ્યું હતું. તેમણે આ પ્રસંગે ભારત અને વિદેશમાં ભગવાન રામના તમામ ભક્તોને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આપણે સૌ જાણીએ છીએ કે આ ટિકિટો પત્રો કે મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો મોકલવા માટે પરબિડીયા પર ચોંટાડવામાં આવે છે. પરંતુ તેઓ એક બીજો હેતુ પણ પૂરો કરે છે. ટપાલ ટિકિટો એ ઐતિહાસિક ઘટનાઓને ભાવિ પેઢીઓ સુધી પહોંચાડવા માટે પણ માધ્યમ તરીકે કાર્ય કરે છે. તેથી જ્યારે પણ તમે કોઈને પત્ર અથવા વસ્તુ મોકલો છો, જેના પર પોસ્ટલ સ્ટેમ્પ હોય છે, ત્યારે તમે તેને ઇતિહાસનો એક ભાગ પણ મોકલો છો. આ ટિકિટો માત્ર કાગળનો ટુકડો નથી, પરંતુ ઇતિહાસનાં પુસ્તકો, કલાકૃતિઓ અને ઐતિહાસિક સ્થળોનું સૌથી નાનું સ્વરૂપ છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ સ્મારક ટિકિટો આપણી યુવા પેઢીને ભગવાન રામ અને તેમનાં જીવન વિશે જાણકારી મેળવવામાં પણ મદદરૂપ થશે. તેમણે જણાવ્યું હતું કે, આ ટિકિટો પર કલાત્મક અભિવ્યક્તિ દ્વારા અને લોકપ્રિય ચોપાઈનાં ઉલ્લેખ સાથે ભગવાન રામ પ્રત્યેની ભક્તિ વ્યક્ત કરવામાં આવી છેઃ ‘मंगल भवन अमंगल हारी‘, રાષ્ટ્રના વિકાસની ઇચ્છા કરવામાં આવી છે. આ ટિકિટો પર ‘સૂર્યવંશી‘ રામ, ‘સરયુ‘ નદી અને મંદિરની આંતરિક વાસ્તુકળાનું પ્રતીક સૂર્ય પણ દર્શાવવામાં આવ્યું છે. સૂર્ય દેશમાં નવા પ્રકાશનો સંદેશ આપે છે, ત્યારે સરયુની તસવીર સૂચવે છે કે રામના આશીર્વાદથી દેશ હંમેશા ગતિશીલ રહેશે.
પ્રધાનમંત્રીએ એવા સંતોની પણ પ્રશંસા કરી હતી, જેમણે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ સાથે ટપાલ વિભાગને સ્મારક ટિકિટો તૈયાર કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભગવાન રામ, મા સીતા અને રામાયણ સાથે સંબંધિત ઉપદેશો સમય, સમાજ અને જાતિની સીમાઓથી પર છે તથા ત્યાંની દરેક વ્યક્તિ સાથે જોડાયેલા છે. તેમણે કહ્યું હતું કે, રામાયણ, જે અતિ મુશ્કેલ સમયમાં પણ પ્રેમ, ત્યાગ, એકતા અને સાહસ વિશે શીખવે છે, તે સમગ્ર માનવતાને જોડે છે. આ જ કારણ છે કે રામાયણ હંમેશાં વિશ્વમાં ધ્યાનનું કેન્દ્ર રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, આજે જે પુસ્તકોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, એ સમગ્ર વિશ્વમાં ભગવાન રામ, મા સીતા અને રામાયણને કેટલી ગર્વથી જોવામાં આવે છે તેનું પ્રતિબિંબ છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કમ્બોડિયા, કેનેડા, ચેક રિપબ્લિક, ફિજી, ઇન્ડોનેશિયા, શ્રીલંકા, ન્યૂઝીલેન્ડ, થાઇલેન્ડ, ગુયાના, સિંગાપોર જેવા એવા અનેક દેશોમાં સામેલ છે જેમણે ભગવાન રામના જીવન પ્રસંગો પર ખૂબ જ રસ ધરાવતી ટપાલ ટિકિટ બહાર પાડી છે. તેમણે કહ્યું હતું કે ભગવાન શ્રી રામ વિશેની તમામ માહિતી અને માતા જાનકીની કથાઓ સાથેનું નવું લોન્ચ થયેલું આલ્બમ આપણને તેમના જીવનની સમજ આપશે. તે આપણને એ પણ જણાવશે કે કેવી રીતે ભગવાન રામ ભારતની બહાર પણ એટલા જ મહાન આયકન છે અને કેવી રીતે આધુનિક સમયના રાષ્ટ્રોમાં પણ, તેમના ચારિત્ર્યની પ્રશંસા કરવામાં આવે છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, મહર્ષિ વાલ્મીકિનું આહવાન આજે પણ અમર છે, જેમાં તેમણે કહ્યું હતું કેઃ यावत् स्थास्यंति गिरयः, सरितश्च महीतले। तावत् रामायणकथा, लोकेषु प्रचरिष्यति॥ તેનો અર્થ એ છે કે જ્યાં સુધી પૃથ્વી પર પર્વતો અને નદીઓ છે ત્યાં સુધી રામાયણની કથા લોકોમાં પ્રચલિત રહેશે. તો, ભગવાન રામનું વ્યક્તિત્વ હશે.
YP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
आज पवित्र अयोध्या धाम की विरासत और भगवान श्री राम को समर्पित स्मारक डाक टिकट जारी करने का सौभाग्य प्राप्त हुआ। इस अवसर पर दुनियाभर में प्रभु श्री राम पर जारी टिकटों से जुड़ी एक पुस्तक का अनावरण भी किया। मुझे विश्वास है कि स्मारक डाक टिकट और यह पुस्तक आने वाली कई पीढ़ियों को श्री… pic.twitter.com/TfNfIpiIYC
— Narendra Modi (@narendramodi) January 18, 2024