Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે મેડિકલ પ્રોડક્ટ્સ નિયમનનાં ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવા ઇન્ડિયા ડોમિનિકન રિપબ્લિક વચ્ચે થયેલા સમજૂતીકરાર (એમઓયુ)ને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળને ભારતનાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનાં સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન (સીડીએસસીઓ) અને જાહેર સ્વાસ્થ્ય મંત્રાલયનાં મેડિસિન, ફૂડ્સ એન્ડ સેનિટરી પ્રોડક્ટ્સ ઓર્ગેનાઇઝેશન્સ માટેનાં ડિરેક્ટોરેટ જનરલ અને ડોમિનિકન રિપબ્લિકનાં સામાજિક સહાયક વચ્ચે તબીબી ઉત્પાદનોનાં નિયમનનાં ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવા થયેલા સમજૂતીકરાર (એમઓયુ)ની જાણકારી આપવામાં આવી હતી.  આ એમઓયુ પર 4 ઓક્ટોબર, 2023ના રોજ હસ્તાક્ષર થયા હતા.

આ એમઓયુ બંને પક્ષોનાં અધિકારક્ષેત્રની અંદર પ્રસ્તુત વહીવટી અને નિયમનકારી બાબતો તથા તબીબી ઉત્પાદનો સાથે સંબંધિત ક્ષેત્રોમાં માહિતી અને સહકારનાં આદાનપ્રદાનને પ્રોત્સાહન આપશે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ચાલતી હલકી ગુણવત્તા ધરાવતી, ખોટી દવાઓની સમસ્યાનું સમાધાન કરવા એમઓયુ પર હસ્તાક્ષર કરીને નિયમનકારી સંસ્થાઓ વચ્ચે આદાનપ્રદાનની સુવિધા ઊભી કરવામાં આવી છે.

નિયમનકારી પદ્ધતિઓમાં સમન્વયથી ભારતમાંથી દવાઓની નિકાસમાં વધારો કરવામાં મદદ મળી શકે છે અને તેના પરિણામે ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં શિક્ષિત વ્યાવસાયિકો માટે રોજગારીની તકો વધારવામાં મદદ મળી શકે છે.

આ એમઓયુ તબીબી ઉત્પાદનોની નિકાસને સુલભ બનાવશે, જે વિદેશી હૂંડિયામણની આવક તરફ દોરી જશે.  આ એક અખંડ ભારત તરફનું એક પગલું હશે.

YP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com