પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે પ્રજાસત્તાક ભારત સરકાર અને ઇટાલીની સરકાર વચ્ચે સ્થળાંતર અને ગતિશીલતા સમજૂતી પર હસ્તાક્ષર કરવા અને તેને બહાલી આપવા માટે વિદેશ મંત્રાલયની દરખાસ્તને કાર્યોત્તર મંજૂરી આપી દીધી છે.
આ સમજૂતીથી બંને પક્ષો વચ્ચે લોકોનો લોકો સાથેનો સંપર્ક વધશે, વિદ્યાર્થીઓ, કુશળ કામદારો, વ્યાવસાયિકો અને યુવાન વ્યાવસાયિકોની અવરજવર વધશે તથા અનિયમિત સ્થળાંતર સાથે સંબંધિત મુદ્દાઓ પર સાથસહકાર મજબૂત થશે.
આ સમજૂતી વર્તમાન ઇટાલિયન વિઝા વ્યવસ્થાને તાળાં મારી રહી છે, જેમાં અભ્યાસ પછીની તકો, ઇન્ટર્નશિપ, વ્યાવસાયિક તાલીમો માટેની વ્યવસ્થા સામેલ છે, જે ફ્લોઝ ડિક્રી હેઠળ વર્તમાન શ્રમ પરિવહન માર્ગો હેઠળ ભારતને લાભની ખાતરી આપે છે.
કેટલીક ચાવીરૂપ જોગવાઈઓ નીચે મુજબ છેઃ
ફ્લોઝ ડિક્રી હેઠળ, ઇટાલિયન પક્ષે 2023-2025થી મોસમી અને બિન–મોસમી બંને કામદારો માટે વધારાના અનામત ક્વોટાની ઓફર કરી છે. આ ઉપરાંત આ સમજૂતી હેલ્થકેર અને મેડિકલ સર્વિસના ક્ષેત્રમાં ભારતીય લાયકાત ધરાવતા વ્યાવસાયિકોની ભરતીમાં યુવાનોની અવરજવર અને સુવિધા પર સમજૂતીઓ મારફતે ભારત અને ઇટાલી વચ્ચે મોબિલિટી માર્ગોને આગળ વધારવા સંયુક્ત કાર્યને પણ ઔપચારિક સ્વરૂપ આપે છે, જેની ચર્ચા સંયુક્ત કાર્યકારી જૂથ (જેડબલ્યુજી) હેઠળ થશે.
અનિયમિત સ્થળાંતર સામેની લડાઈમાં બંને પક્ષો વચ્ચેના સહકારને પણ સમજૂતી મારફતે ઔપચારિક સ્વરૂપ આપવામાં આવ્યું છે.
આ સમજૂતી બે જાહેરનામાઓમાંથી છેલ્લી સૂચનાઓ પ્રાપ્ત થયાની તારીખ પછી બીજા મહિનાનાં પ્રથમ દિવસે અમલમાં આવશે, જેના દ્વારા બંને પક્ષોએ એકબીજાને તેનાં પ્રવેશ માટે જરૂરી આંતરિક પ્રક્રિયાઓ પૂર્ણ કરવાની જાણકારી આપી હશે અને 5 વર્ષ માટે અમલમાં રહેશે. કોઈ પણ સહભાગી દ્વારા ટર્મિનેટ ન કરાય ત્યાં સુધી આ જ પ્રકારના એક પછી એક સમયગાળા માટે સમજૂતી આપોઆપ રિન્યુ થઈ જશે.
આ સમજૂતી જેડબલ્યુજી મારફતે તેની દેખરેખ માટે એક ઔપચારિક વ્યવસ્થા પ્રદાન કરે છે, જે સમયાંતરે મળે છે, અનુકૂળ હોય તે રીતે વર્ચ્યુઅલ કે ભૌતિક સ્વરૂપે મળે છે અને તેનાં અમલીકરણ પર નજર રાખે છે. જેડબલ્યુજી પ્રસ્તુત માહિતી વહેંચશે, સમજૂતીના અમલીકરણનું મૂલ્યાંકન કરશે અને જરૂરિયાત મુજબ અમલીકરણને ટેકો આપવા માટે તમામ ઉચિત દરખાસ્તો પર ચર્ચા કરશે.
પાર્શ્વભાગ:
આ સમજૂતી પર 2 નવેમ્બર, 2023ના રોજ ભારત તરફથી વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને ઇટાલિયન પક્ષે વિદેશી બાબતો અને આંતરરાષ્ટ્રીય સહયોગ મંત્રી શ્રી એન્ટોનિયો તજાનીએ હસ્તાક્ષર કર્યા હતા.
YP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com