Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી 28 અને 29 ડિસેમ્બરે દિલ્હીમાં મુખ્ય સચિવોની ત્રીજી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28 અને 29 ડિસેમ્બર 2023ના રોજ દિલ્હીમાં મુખ્ય સચિવોની ત્રીજી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે. આ ત્રીજી આવી પરિષદ છે, પ્રથમ જૂન 2022માં ધર્મશાલામાં અને બીજી જાન્યુઆરી 2023માં દિલ્હીમાં યોજાઈ હતી.

 

સહકારી સંઘવાદના સિદ્ધાંતને અમલમાં મૂકવાના પ્રધાનમંત્રીના વિઝનથી પ્રેરિત, કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સહભાગી શાસન અને ભાગીદારીને પ્રોત્સાહિત કરવા મુખ્ય સચિવોની રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે મુખ્ય સચિવોની રાષ્ટ્રીય પરિષદ 27 થી 29 ડિસેમ્બર દરમિયાન યોજાશે.

 

ત્રણ દિવસીય આ પરિષદમાં કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ, મુખ્ય સચિવો અને તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના અન્ય વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ કરતા 200 થી વધુ લોકોની સહભાગિતા જોવા મળશે. તે સરકારી હસ્તક્ષેપોની ડિલિવરી મિકેનિઝમ્સને મજબૂત કરીને ગ્રામીણ અને શહેરી વસ્તી બંને માટે જીવનની સારી ગુણવત્તા હાંસલ કરવા માટે સહયોગી પગલાં માટે આધાર બનાવશે.

 

આ વર્ષે મુખ્ય સચિવોની રાષ્ટ્રીય પરિષદનું મુખ્ય ધ્યાન ઇઝ ઑફ લિવિંગહશે. આ પરિષદ રાજ્યો સાથે ભાગીદારીમાં સંકલિત પગલાં માટે સમાન વિકાસ એજન્ડા અને બ્લૂ પ્રિન્ટના ઉત્ક્રાંતિ અને અમલીકરણ પર ભાર મૂકશે.

 

કલ્યાણકારી યોજનાઓની સરળ પહોંચ અને સેવા વિતરણમાં ગુણવત્તા પર વિશેષ ભાર મૂકવાની સાથે, કોન્ફરન્સમાં પાંચ પેટા-થીમ પર ચર્ચા કરવામાં આવશે તે છે જમીન અને મિલકત; વીજળી; પીવાનું પાણી; આરોગ્ય; અને શાળાકીય શિક્ષણ. આ ઉપરાંત, સાયબર સિક્યુરિટી: ઇમર્જિંગ ચેલેન્જીસ, AI પર પરિપ્રેક્ષ્ય, સ્ટોરીઝ ફ્રોમ ધ ગ્રાઉન્ડ: એસ્પિરેશનલ બ્લોક અને ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ; રાજ્યોની ભૂમિકા: યોજનાઓ અને સ્વાયત્ત સંસ્થાઓનું તર્કસંગતકરણ અને મૂડી ખર્ચમાં વધારો; ગવર્નન્સમાં AI: પડકારો અને તકો પર વિશેષ સત્રો પણ યોજવામાં વશે;

આ ઉપરાંત, વ્યસન મુક્તિ અને પુનર્વસન, અમૃત સરોવર; પ્રવાસન પ્રમોશન, બ્રાંડિંગ અને રાજ્યોની ભૂમિકા; અને પીએમ વિશ્વકર્મા યોજના અને પીએમ સ્વનિધિ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. દરેક થીમ હેઠળ રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોની શ્રેષ્ઠ પ્રથાઓ પણ કોન્ફરન્સમાં રજૂ કરવામાં આવશે જેથી રાજ્યો તેમની પોતાની જરૂરિયાતો અનુસાર એક રાજ્યમાં પ્રાપ્ત કરેલી સફળતાની નકલ કરી શકે અથવા અનુકૂલન સાધી શકે.

YP/JD