Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ગુજરાતના સુરત એરપોર્ટ પર નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રીએ ગુજરાતના સુરત એરપોર્ટ પર નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના સુરત એરપોર્ટ ખાતે નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે નવા ટર્મિનલ બિલ્ડિંગનું નિરિક્ષણ પણ કર્યું હતું.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

સુરતમાં નવું સંકલિત ટર્મિનલ બિલ્ડીંગ શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં નોંધપાત્ર છલાંગ લગાવે છે. આ અત્યાધુનિક સુવિધા માત્ર પ્રવાસના અનુભવને જ નહીં પરંતુ આર્થિક વૃદ્ધિ, પ્રવાસન અને કનેક્ટિવિટીને પણ વેગ આપશે.”

 

પ્રધાનમંત્રીની સાથે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અન્ય લોકો પણ હતા.

પૃષ્ઠભૂમિ

ટર્મિનલ બિલ્ડિંગ પીક અવર્સ દરમિયાન 1200 ડોમેસ્ટિક પેસેન્જર્સ અને 600 ઇન્ટરનેશનલ પેસેન્જર્સને હેન્ડલ કરવા માટે સજ્જ છે અને તેમાં પીક અવર ક્ષમતા વધારીને 3000 પેસેન્જર્સ કરવાની જોગવાઈ છે અને વાર્ષિક હેન્ડલિંગ ક્ષમતા વધીને 55 લાખ પેસેન્જર્સ સુધી પહોંચી શકે છે. ટર્મિનલ બિલ્ડીંગ સુરત શહેરનું પ્રવેશદ્વાર છે, તેની સ્થાનિક સંસ્કૃતિ અને વારસાને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે કે જેનો સાર આંતરિક અને બાહ્ય બંને રીતે પ્રતિબિંબિત થવો જોઈએ, જે મુલાકાતીઓ માટે સ્થળની ભાવના બનાવે છે. અપગ્રેડ કરેલા ટર્મિનલ બિલ્ડીંગના અગ્રભાગનો ઉદ્દેશ્ય સુરત શહેરના રાંદેરપ્રદેશના જૂના મકાનોના સમૃદ્ધ અને પરંપરાગત લાકડાકામ સાથે મુસાફરોના અનુભવને સમૃદ્ધ બનાવવાનો છે. એરપોર્ટનું ગૃહ IV અનુરૂપ નવું ટર્મિનલ બિલ્ડીંગ ડબલ ઇન્સ્યુલેટેડ રૂફિંગ સિસ્ટમ, એનર્જી સેવિંગ માટે કેનોપીઝ, લો હીટ ગેઇન ડબલ ગ્લેઝિંગ યુનિટ, રેઈન વોટર હાર્વેસ્ટિંગ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને રિસાયકલ કરેલ પાણીનો ઉપયોગ, લેન્ડસ્કેપિંગ અને સોલાર પાવર પ્લાન્ટ જેવી વિવિધ ટકાઉપણું સુવિધાઓથી સજ્જ છે.

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com