Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી 17-18 ડિસેમ્બરે સુરત અને વારાણસીની મુલાકાત લેશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 17-18 ડિસેમ્બરે ગુજરાતના સુરત અને ઉત્તર પ્રદેશમાં વારાણસીની મુલાકાત લેશે. 17મી ડિસેમ્બરે, સવારે 10:45 કલાકે, પ્રધાનમંત્રી સુરત એરપોર્ટ પર નવા સંકલિત ટર્મિનલ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરશે. સવારે લગભગ 11:15 વાગ્યે, પ્રધાનમંત્રી સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ, તેઓ વારાણસી જશે, અને લગભગ 3:30 પ્રધાનમંત્રી વિક્સિત ભારત સંકલ્પ યાત્રામાં ભાગ લેશે. સાંજે લગભગ 5:15 વાગ્યે, તેઓ નમો ઘાટ ખાતે કાશી તમિલ સંગમમ 2023નું ઉદ્ઘાટન કરશે.

18મી ડિસેમ્બરે, સવારે લગભગ 10:45 વાગ્યે, પ્રધાનમંત્રી સ્વરવેદ મહામંદિરની મુલાકાત લેશે, જે પછી લગભગ 11:30 વાગ્યે જાહેર સમારંભમાં તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે. બપોરે લગભગ 1 વાગે પ્રધાનમંત્રી વિકસીત ભારત સંકલ્પ યાત્રામાં ભાગ લેશે. ત્યારબાદ, એક જાહેર સમારંભમાં, લગભગ 2:15 વાગે પ્રધાનમંત્રી 19,150 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

સુરતમાં પી.એમ

પ્રધાનમંત્રી સુરત એરપોર્ટના નવા ઈન્ટીગ્રેટેડ ટર્મિનલ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરશે. ટર્મિનલ બિલ્ડિંગ પીક અવર્સ દરમિયાન 1200 ડોમેસ્ટિક પેસેન્જર્સ અને 600 ઇન્ટરનેશનલ પેસેન્જર્સને હેન્ડલ કરવા માટે સજ્જ છે અને તેમાં પીક અવર ક્ષમતા વધારીને 3000 પેસેન્જર્સ કરવાની જોગવાઈ છે અને વાર્ષિક હેન્ડલિંગ ક્ષમતા વધીને 55 લાખ પેસેન્જર્સ સુધી પહોંચી શકે છે. ટર્મિનલ બિલ્ડીંગ, તે સુરત શહેરનું પ્રવેશદ્વાર છે, તેની સ્થાનિક સંસ્કૃતિ અને વારસાને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે કે જેનો સાર આંતરિક અને બાહ્ય બંને રીતે પ્રતિબિંબિત થવો જોઈએ, જે મુલાકાતીઓ માટે સ્થળની ભાવના બનાવે છે. અપગ્રેડ કરેલા ટર્મિનલ બિલ્ડીંગના અગ્રભાગનો ઉદ્દેશ્ય સુરત શહેરના રાંદેરપ્રદેશના જૂના મકાનોના સમૃદ્ધ અને પરંપરાગત લાકડાકામ સાથે મુસાફરોના અનુભવને સમૃદ્ધ બનાવવાનો છે. એરપોર્ટનું ગૃહ IV અનુરૂપ નવું ટર્મિનલ બિલ્ડીંગ ડબલ ઇન્સ્યુલેટેડ રૂફિંગ સિસ્ટમ, એનર્જી સેવિંગ માટે કેનોપીઝ, લો હીટ ગેઇન ડબલ ગ્લેઝિંગ યુનિટ, રેઈન વોટર હાર્વેસ્ટિંગ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને રિસાયકલ કરેલ પાણીનો ઉપયોગ, લેન્ડસ્કેપિંગ અને સોલાર પાવર પ્લાન્ટ જેવી વિવિધ ટકાઉપણું સુવિધાઓથી સજ્જ છે.

પીએમ સુરત ડાયમંડ બુર્સનું પણ ઉદ્ઘાટન કરશે. આંતરરાષ્ટ્રીય ડાયમંડ અને જ્વેલરી બિઝનેસ માટે તે વિશ્વનું સૌથી મોટું અને આધુનિક કેન્દ્ર હશે. તે રફ અને પોલિશ્ડ હીરા તેમજ જ્વેલરી બંનેના વેપાર માટે વૈશ્વિક કેન્દ્ર બનશે. બુર્સમાં આયાત-નિકાસ માટે અદ્યતન કસ્ટમ ક્લિયરન્સ હાઉસહશે; રિટેલ જ્વેલરી બિઝનેસ માટે જ્વેલરી મોલ અને ઇન્ટરનેશનલ બેન્કિંગ અને સેફ વૉલ્ટ્સની સુવિધા પણ હશે.

વારાણસીમાં પી.એમ

17મી ડિસેમ્બરે પ્રધાનમંત્રી વારાણસીના કટિંગ મેમોરિયલ સ્કૂલના મેદાનમાં વિકસીત ભારત સંકલ્પ યાત્રામાં ભાગ લેશે. ત્યાં, પ્રધાનમંત્રી વિવિધ સરકારી યોજનાઓ જેમ કે પ્રધાનમંત્રી આવાસ, પ્રધાનમંત્રી સ્વાનિધિ, પ્રધાનમંત્રી ઉજ્જવલા વગેરેના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે.

એક ભારત શ્રેષ્ઠ ભારતના તેમના વિઝનને અનુરૂપ, પ્રધાનમંત્રી નમો ઘાટ ખાતે કાશી તમિલ સંગમમ 2023નું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી કન્યાકુમારી-વારાણસી તમિલ સંગમમ ટ્રેનને પણ લીલી ઝંડી બતાવશે.

18મી ડિસેમ્બરે પ્રધાનમંત્રી વારાણસીના ઉમરાહામાં નવનિર્મિત સ્વરવેદ મહામંદિરનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે તેઓ મહામંદિરના ભક્તોને પણ સંબોધન કરશે

તે પછી, પ્રધાનમંત્રી તેમના મતવિસ્તારના ગ્રામીણ વિસ્તાર સેવાપુરીમાં વિક્સીત ભારત સંકલ્પ યાત્રામાં ભાગ લેશે. તે કાશી સંસદ ખેલ પ્રતિયોગિતા 2023ના સહભાગીઓ દ્વારા કેટલીક જીવંત રમતગમતની ઘટનાઓ પણ જોશે. તે પછી, તે ઇવેન્ટના વિજેતાઓ સાથે વાર્તાલાપ પણ કરશે. આ કાર્યક્રમ દરમિયાન તેઓ વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરશે.

છેલ્લા નવ વર્ષોમાં, પ્રધાનમંત્રીએ વારાણસીના લેન્ડસ્કેપને બદલવા અને વારાણસી અને આસપાસના પ્રદેશોમાં રહેતા લોકો માટે રહેવાની સરળતા વધારવા પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. આ દિશામાં વધુ એક પગલું ભરતાં, પ્રધાનમંત્રી લગભગ રૂ. 19,150 કરોડના ખર્ચની વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે.

પ્રધાનમંત્રી લગભગ રૂ. 10,900 કરોડના ખર્ચે બનેલા નવા પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર-નવા ભાઈપુર ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. અન્ય રેલ્વે પ્રોજેક્ટ તેમાં બલિયા-ગાઝીપુર સિટી રેલ લાઇન ડબલિંગ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે; ઇન્દારા-દોહરીઘાટ રેલ લાઇન ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ, અન્યો વચ્ચે જેનું ઉદ્ઘાટન પણ કરવામાં આવશે.

પ્રધાનમંત્રી વારાણસી-નવી દિલ્હી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન, દોહરીઘાટ-મૌ મેમુ ટ્રેન અને નવા ઉદ્ઘાટન કરાયેલ ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર ખાતે લાંબા અંતરની માલસામાન ટ્રેનની જોડીને લીલી ઝંડી બતાવશે. તેઓ બનારસ લોકોમોટિવ વર્ક્સ દ્વારા બનાવેલા 10,000મા લોકોમોટિવને પણ ફ્લેગ ઓફ કરશે.

પ્રધાનમંત્રી 370 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બે ROB સાથે ગ્રીન-ફિલ્ડ શિવપુર-ફુલવારિયા-લહરતારા રોડનું ઉદ્ઘાટન કરશે. તે વારાણસી શહેરના ઉત્તર અને દક્ષિણ ભાગ વચ્ચે ટ્રાફિકની અવરજવરને સરળ બનાવશે અને મુલાકાતીઓની સુવિધામાં વધારો કરશે. પ્રધાનમંત્રી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવનારા વધુ મુખ્ય પ્રોજેક્ટ્સમાં 20 રસ્તાઓને, કેથી ગામમાં સંગમ ઘાટ રોડને મજબૂત અને પહોળા કરવાનો; અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલમાં રહેણાંક મકાનોનું બાંધકામનો સમાવેશ થાય છે.

વધુમાં, પોલીસ કર્મચારીઓની આવાસની જરૂરિયાતોને પહોંચી વળવા માટે, પોલીસ લાઇન અને PAC ભુલ્લાનપુરમાં બે 200 અને 150 બેડની બહુમાળી બેરેક બિલ્ડીંગ, 9 સ્થળોએ બનેલા સ્માર્ટ બસ શેલ્ટર્સ અને અલયપુરમાં બનેલા 132 KW સબસ્ટેશનનું પણ પ્રધાનમંત્રી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે.

સ્માર્ટ સિટી મિશન હેઠળ, પ્રવાસીઓની વિગતવાર માહિતી માટેની વેબસાઇટ અને યુનિફાઇડ ટૂરિસ્ટ પાસ સિસ્ટમ પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવશે. યુનિફાઇડ પાસ શ્રી કાશી વિશ્વનાથ ધામ, ગંગા ક્રૂઝ અને સારનાથના લાઇટ એન્ડ સાઉન્ડ શો માટે સિંગલ પ્લેટફોર્મ ટિકિટ બુકિંગ પ્રદાન કરશે, સંકલિત QR કોડ સેવાઓ પ્રદાન કરશે.

પ્રધાનમંત્રી રૂ. 6500 કરોડથી વધુના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. બિન-નવીનીકરણીય ઉર્જા સંસાધનોના ઉત્પાદનમાં વધારો કરવા માટે, પ્રધાનમંત્રી ચિત્રકૂટ જિલ્લામાં આશરે રૂ. 4000 કરોડના ખર્ચે 800 મેગાવોટના સોલાર પાર્કનો શિલાન્યાસ કરશે. પેટ્રોલિયમ સપ્લાય ચેઇનને વધારવા માટે, તેઓ મિર્ઝાપુર ખાતે રૂ. 1050 કરોડથી વધુના ખર્ચે બાંધવામાં આવનાર નવા પેટ્રોલિયમ ઓઇલ ટર્મિનલના બાંધકામનો પાયો નાખશે.

પ્રધાનમંત્રી વારાણસી-ભદોહી NH 731 B (પેકેજ-2) ને રૂ. 900 કરોડથી વધુના ખર્ચે પહોળો કરવાનો.; જલ જીવન મિશન હેઠળ રૂ. 280 કરોડના ખર્ચે 69 ગ્રામીણ પીવાના પાણીની યોજનાઓ; BHU ટ્રોમા સેન્ટરમાં 150 બેડ ક્ષમતાના ક્રિટિકલ કેર યુનિટનું બાંધકામ; 8 ગંગા ઘાટના પુનઃવિકાસનું કામ, દિવ્યાંગ નિવાસી માધ્યમિક શાળાનું બાંધકામ વગેરે અન્ય પ્રોજેક્ટ શિલાન્યાસ કરશે.

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com