પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે મહિલા સ્વસહાય જૂથો (એસએચજી)ને ડ્રોન પ્રદાન કરવા માટે કેન્દ્રીય ક્ષેત્રની યોજનાને મંજૂરી આપી દીધી છે, જેમાં વર્ષ 2024-25થી 2025-26 સુધીનાં ગાળા માટે રૂ. 1261 કરોડનો ખર્ચ થશે.
આ યોજનાનો ઉદ્દેશ વર્ષ 2023-24થી વર્ષ 2025-2026નાં સમયગાળા દરમિયાન પસંદ થયેલી 15,000 મહિલા એસએચજીને કૃષિનાં ઉદ્દેશ માટે ભાડાની સેવાઓ પ્રદાન કરવા માટે ડ્રોન પ્રદાન કરવાનો છે.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિઝનને અનુરૂપ આ યોજના મહિલા સ્વસહાય જૂથો (એસએચજી)ને સશક્ત બનાવવા અને કૃષિ ક્ષેત્રમાં ડ્રોન સેવાઓ મારફતે નવી ટેકનોલોજી લાવવાનો ઉદ્દેશ ધરાવે છે.
આ યોજનાની મુખ્ય બાબતો નીચે મુજબ છેઃ
એવી કલ્પના કરવામાં આવી છે કે આ યોજના હેઠળ મંજૂર થયેલી પહેલો 15,000 એસએચજીને સ્થાયી વ્યવસાય અને આજીવિકા સહાય પ્રદાન કરશે તથા તેઓ દર વર્ષે ઓછામાં ઓછી રૂ.1 લાખની વધારાની આવક મેળવવા સક્ષમ બનશે.
આ યોજનાથી કૃષિમાં કાર્યદક્ષતા વધારવા, પાકની ઉપજમાં વધારો કરવા અને ખેડૂતોનાં લાભ માટે કામગીરીનાં ખર્ચમાં ઘટાડો કરવા માટે એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં મદદ મળશે.
CB/GP/JD