Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ ગુરુ નાનક દેવજીના પ્રકાશ પરબના શુભ અવસર પર શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી ગુરુ નાનક દેવજીના પ્રકાશ પરબના શુભ અવસર પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ કહ્યું કે શ્રી ગુરુ નાનક દેવજીનો અન્યોની સેવા કરવા અને ભાઈચારાને આગળ વધારવા પરનો ભાર વિશ્વભરના લાખો લોકોને શક્તિ આપે છે.

પ્રધાનમંત્રીએ ગઈકાલની મન કી બાતમાંથી એક વિડિયો ક્લિપ પણ શેર કરી હતી જેમાં તેમણે શ્રી ગુરુ નાનક દેવજીને શ્રદ્ધાંજલિ આપી હતી.

પ્રધાનમંત્રીએ પોસ્ટ કર્યું હતું

શ્રી ગુરુ નાનક દેવજીના પ્રકાશ પરબના શુભ અવસર પર શુભેચ્છાઓ. અન્યોની સેવા કરવા અને ભાઈચારાને આગળ વધારવા પરનો તેમનો ભાર વિશ્વભરના લાખો લોકોને શક્તિ આપે છે. ગઈકાલે #MannKiBaat દરમિયાન પણ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

CB/GP/JD