Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સમાં મહિલાઓની 1500m-T11માં ગોલ્ડ જીતવા બદલ રક્ષિતા રાજુને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રક્ષિતા રાજુને હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં મહિલાઓની 1500 મીટર-ટી11માં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

તેમણે કહ્યું કે રાજુના અસાધારણ પ્રદર્શનથી ભારતીયોના હૃદય આનંદ અને પ્રશંસાથી ભરાઈ ગયું છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“એશિયન પેરા ગેમ્સમાં મહિલાઓની 1500m-T11માં ગોલ્ડ જીતવા બદલ રક્ષિતા રાજુને અભિનંદન.

તેનું અસાધારણ પ્રદર્શન અને અતૂટ સમર્પણ ભારતના હૃદયને આનંદ અને પ્રશંસાથી ભરી દે છે. તે હજી પણ વધુ પ્રસિદ્ધ સિદ્ધિઓ તરફ વધવાનું ચાલુ રાખે.”

CB/GP/NP