Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ જાણીતા ક્રિકેટર શ્રી બિશન સિંહ બેદીના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા ક્રિકેટર શ્રી બિશન સિંહ બેદીના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

જાણીતા ક્રિકેટર શ્રી બિશન સિંહ બેદીજીના નિધનથી ખૂબ જ દુઃખી છું. રમત પ્રત્યેનો તેમનો જુસ્સો અતૂટ હતો અને તેમના અનુકરણીય બોલિંગ પ્રદર્શનથી ભારતને અસંખ્ય યાદગાર જીત અપાવી હતી. તેઓ ભવિષ્યની પેઢીના ક્રિકેટરોને પ્રેરણા આપતા રહેશે. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”

CB/GP/JD