પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે પ્રજાસત્તાક ભારતનાં ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય તથા પ્રજાસત્તાક ફ્રાન્સનાં અર્થતંત્ર, નાણાં અને ઔદ્યોગિક તથા ડિજિટલ સંપ્રભુત્વ મંત્રાલય વચ્ચે ડિજિટલ ટેકનોલોજીનાં ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવા માટે થયેલા સમજૂતીકરાર (એમઓયુ)ને મંજૂરી આપી છે.
વિગતો:
આ એમઓયુનો આશય ડિજિટલ ટેકનોલોજી સાથે સંબંધિત માહિતીનાં આદાન–પ્રદાન અને ગાઢ સહકારને પ્રોત્સાહન આપવાનો છે તથા એમઓયુ અનુસાર દરેક સહભાગીનાં તેમનાં દેશમાં ડિજિટલ ટેકનોલોજીની સુલભતાને પ્રોત્સાહન આપવાનાં લક્ષ્યાંકને પારસ્પરિક ટેકો આપશે.
મુખ્ય અસર:
ડિજિટલ ટેકનોલોજીનાં ક્ષેત્રમાં જી2જી અને બી2બી બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સહકાર વધારવામાં આવશે. એમઓયુમાં સહયોગમાં સુધારો કરવાની કલ્પના કરવામાં આવી છે, જે આઇટી ક્ષેત્રમાં રોજગારીની તકો તરફ દોરી જશે.
અમલીકરણની વ્યૂહરચના અને લક્ષ્યાંકોઃ
આ એમઓયુ હેઠળ સહકાર બંને સહભાગીઓ દ્વારા તેના હસ્તાક્ષરની તારીખથી શરૂ થશે અને પાંચ (5) વર્ષ સુધી ચાલશે.
પાશ્વભાગ:
એમઈઆઈટીવાયને સહકારના દ્વિપક્ષીય અને પ્રાદેશિક માળખા હેઠળ માહિતી ટેકનોલોજીના ઉભરતા અને અગ્રણી ક્ષેત્રોમાં આંતરરાષ્ટ્રીય સહકારને પ્રોત્સાહન આપવાની જવાબદારી સોંપવામાં આવી છે. ડિજિટલ ટેકનોલોજીનાં ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સહકારને પ્રોત્સાહન આપવાનાં પોતાનાં પ્રયાસોમાં એમઇઆઇટીવાયએ દ્વિપક્ષીય કે બહુપક્ષીય સમજૂતી પર વિવિધ દેશોની સમકક્ષ સંસ્થાઓ/એજન્સીઓ સાથે સમજૂતીકરારો/સમજૂતીઓ કરી છે. આ બદલાતા દાખલામાં, આ પ્રકારના પારસ્પરિક સહકાર દ્વારા ડિજિટલ ક્ષેત્રમાં વ્યાવસાયિક તકો શોધવાની અને રોકાણને આકર્ષિત કરવાની તાતી જરૂર છે.
ભારત અને ફ્રાંસ ભારત–યુરોપિયન ક્ષેત્રમાં લાંબા સમયથી વ્યૂહાત્મક ભાગીદારો છે. ભારત અને ફ્રાન્સ સમૃદ્ધ ડિજિટલ ઇકો સિસ્ટમને પોષવા અને સહયોગનું નિર્માણ કરવા માટે પ્રતિબદ્ધ છે, જે તેમના નાગરિકોને સશક્ત બનાવે અને ડિજિટલ સદીમાં તેમની સંપૂર્ણ ભાગીદારી સુનિશ્ચિત કરે.
સાયબર સુરક્ષા અને ડિજિટલ ટેકનોલોજી પર ભારત–ફ્રાન્સ રોડ મેપની જાહેરાત વર્ષ 2019નાં રોજ થઈ હતી, જેનાં આધારે ભારત અને ફ્રાન્સ અત્યાધુનિક ડિજિટલ ટેકનોલોજીઓ પર મહત્ત્વાકાંક્ષી દ્વિપક્ષીય સહકારને આગળ ધપાવી રહ્યાં છે, ખાસ કરીને સુપર કમ્પ્યુટિંગ, ક્લાઉડ કમ્પ્યુટિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ક્વોન્ટમ ટેકનોલોજીનાં ક્ષેત્રોમાં, જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર ગ્લોબલ પાર્ટનરશિપ (જીપીએઆઈ)નાં માળખાનો પણ સમાવેશ થાય છે.
CB/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com