Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સિફ્ટ કૌર સમરાને 50 મીટર રાઇફલ 3 પોઝિશન મહિલા શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સમાં 50 મીટર રાઇફલ 3 પોઝિશન મહિલા શૂટિંગમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ સિફ્ટ કૌર સમરાને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

“@SiftSamraને એશિયન ગેમ્સમાં 50m રાઇફલ 3 પોઝિશન્સ વિમેન્સ શૂટિંગમાં અમૂલ્ય ગોલ્ડ મેડલ ઘરે લાવીને ઇતિહાસ રચવા બદલ અભિનંદન. તેણીએ રેકોર્ડ બનાવ્યો છે તે વધુ આનંદ આપે છે. તેણી દરેક ભારતીય માટે પ્રેરણા છે. તેના આગામી પ્રયાસો માટે શુભેચ્છાઓ.”

CB/GP/JD