Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કોરિયા પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ સાથે પ્રધાનમંત્રી શ્રીની મુલાકાત

કોરિયા પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ સાથે પ્રધાનમંત્રી શ્રીની મુલાકાત


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ, 10 સપ્ટેમ્બર 2023ના રોજ નવી દિલ્હીમાં G20 સમિટની સાથે સાથે કોરિયા પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રીમાન યૂન સુક યેઓલ સાથે બેઠક યોજી હતી.

રાષ્ટ્રપતિ યુન સુક યેઓલે ભારતના G20 પ્રેસિડેન્સી માટે પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ચંદ્રયાન મિશનની સફળતા માટે પ્રધાનમંત્રીને પણ અભિનંદન પાઠવ્યા હતા.

નેતાઓએ નોંધ્યું કે આ વર્ષે રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 50મી વર્ષગાંઠ છે. તેઓએ દ્વિપક્ષીય વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીના વિવિધ ક્ષેત્રો પર પ્રગતિની સમીક્ષા કરી, જેમાં વેપાર અને રોકાણ, સંરક્ષણ ઉત્પાદન, સેમિકન્ડક્ટર્સ અને EV બેટરી ટેકનોલોજીનો સમાવેશ થાય છે.

તેઓએ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન પ્રદાન કર્યું.

CB/GP/JD