Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી મોરેશિયસના પ્રધાનમંત્રીને મળ્યા

પ્રધાનમંત્રી શ્રી મોરેશિયસના પ્રધાનમંત્રીને મળ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મોરેશિયસના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી પ્રવિંદ કુમાર જુગનાથ સાથે મુલાકાત કરી. શ્રી જુગનાથ જી-20 સમિટમાં ભાગ લેવા ભારતમાં છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું

“PM @KumarJugnauth અને મારી મુલાકાત ખૂબ જ સારી રહી. ભારત-મોરેશિયસ સંબંધો માટે આ એક ખાસ વર્ષ છે કારણ કે આપણે આપણા રાષ્ટ્રો વચ્ચે રાજદ્વારી સંબંધોના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ. અમે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ફિનટેક, કલ્ચર અને એવા અન્ય ક્ષેત્રોમાં સહકાર અંગે ચર્ચા કરી. ગ્લોબલ સાઉથના અવાજને આગળ વધારવા માટે ભારતની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો.”

પીએમઓએ પણ X પર પોસ્ટ કર્યું

“PM @narendramodi મોરેશિયસના PM @KumarJugnauth ને મળ્યા, જે ભારતના વિઝન SAGAR માટે એક મુખ્ય ભાગીદાર છે. બંને નેતાઓએ આ વર્ષે બંને દેશોની નોંધપાત્ર 75મી વર્ષગાંઠની યાદમાં, ભારત-મોરેશિયસ દ્વિપક્ષીય સંબંધોમાં નોંધપાત્ર વૃદ્ધિની ઉત્સાહપૂર્વક સ્વીકાર કરી.”

CB/GP/JD