પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નેપાળના પ્રધાનમંત્રી માનનીય શ્રી પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.
બંને નેતાઓએ ભારત-નેપાળ દ્વિપક્ષીય સહકારના વિવિધ પાસાઓની સમીક્ષા કરી અને પ્રધાનમંત્રી પ્રચંડની તાજેતરની 31 મે થી 3 જૂન 2023 સુધીની ભારત મુલાકાત દરમિયાન યોજાયેલી ચર્ચાઓ પર ફોલો-અપ કર્યું, જેથી દ્વિપક્ષીય ભાગીદારીને આગળ વધારી શકાય અને બંને દેશો વચ્ચેની મિત્રતાથી ઊંડા સંબંધોને વધુ મજબૂત બનાવી શકાય.
નેપાળ, એક નજીકનો અને મિત્ર પાડોશી, ભારતની ‘નેબરહુડ ફર્સ્ટ‘ નીતિમાં મુખ્ય ભાગીદાર છે.
આ ટેલિફોન વાતચીત બંને દેશો વચ્ચે ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાનની પરંપરાને ચાલુ રાખશે.
CB/GP/JD
Pleased to have spoken with Prime Minister @cmprachanda of Nepal today. Building upon our fruitful talks in New Delhi on 1 June 2023, we are in agreement about the need to expedite the implementation of key decisions from our discussions. This will further strengthen the…
— Narendra Modi (@narendramodi) August 5, 2023