Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી 1લી ઓગસ્ટે પુણેની મુલાકાત લેશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 1લી ઓગસ્ટે મહારાષ્ટ્રના પુણેની મુલાકાત લેશે. સવારે લગભગ 11 વાગ્યે પ્રધાનમંત્રી દગડુશેઠ મંદિરમાં દર્શન અને પૂજા કરશે. સવારે 11:45 વાગ્યે તેમને લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવશે. ત્યારબાદ, 12:45 PM પર, પ્રધાનમંત્રી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવશે અને વિવિધ વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

પ્રધાનમંત્રી પુણે મેટ્રો ફેઝ Iના બે કોરિડોરના પૂર્ણ થયેલા વિભાગો પર સેવાઓના ઉદ્ઘાટનને ચિહ્નિત કરીને મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપશે. વિભાગો ફુગેવાડી સ્ટેશનથી સિવિલ કોર્ટ સ્ટેશન અને ગરવારે કોલેજ સ્ટેશનથી રૂબી હોલ ક્લિનિક સ્ટેશન સુધીના છે. 2016માં પ્રધાનમંત્રી દ્વારા પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો હતો. નવા વિભાગો પુણે શહેરના મહત્વના સ્થળો જેવા કે શિવાજી નગર, સિવિલ કોર્ટ, પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ, પુણે આરટીઓ અને પુણે રેલવે સ્ટેશનને જોડશે. ઉદ્ઘાટન દેશભરમાં નાગરિકોને આધુનિક અને પર્યાવરણને અનુકૂળ સામૂહિક ઝડપી શહેરી પરિવહન પ્રણાલીઓ પ્રદાન કરવાના પ્રધાનમંત્રીના વિઝનને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

રૂટ પરના કેટલાક મેટ્રો સ્ટેશનોની ડિઝાઇન છત્રપતિ શિવાજી મહારાજ પાસેથી પ્રેરણા લે છે. છત્રપતિ સંભાજી ઉદ્યાન મેટ્રો સ્ટેશન અને ડેક્કન જીમખાના મેટ્રો સ્ટેશનો એક અનન્ય ડિઝાઇન ધરાવે છે જે છત્રપતિ શિવાજી મહારાજના સૈનિકો દ્વારા પહેરવામાં આવતા હેડગિયરને મળતી આવે છેજેનેમાવલા પગડીતરીકે પણ ઓળખવામાં આવે છે. શિવાજી નગર અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનની એક વિશિષ્ટ ડિઝાઇન છે જે છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા બાંધવામાં આવેલા કિલ્લાઓની યાદ અપાવે છે.

અન્ય એક ખાસ વિશેષતા છે કે સિવિલ કોર્ટ મેટ્રો સ્ટેશન દેશના સૌથી ઊંડા મેટ્રો સ્ટેશનોમાંનું એક છે, જેનું સૌથી ઊંડું બિંદુ 33.1 મીટર છે. સ્ટેશનની છત એવી રીતે બનાવવામાં આવી છે કે સીધો સૂર્યપ્રકાશ પ્લેટફોર્મ પર પડે.

પ્રધાનમંત્રી પિંપરી ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશન (PCMC) હેઠળ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. આશરે રૂ. 300 કરોડના ખર્ચે વિકસિત, તે વીજળીનું ઉત્પાદન કરવા માટે વાર્ષિક આશરે 2.5 લાખ મેટ્રિક ટન કચરાનો ઉપયોગ કરશે.

બધા માટે આવાસ હાંસલ કરવાના મિશન તરફ આગળ વધતા, પ્રધાનમંત્રી પીસીએમસી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બાંધવામાં આવેલા 1280થી વધુ મકાનોને સોંપશે. તેઓ પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાંધવામાં આવેલા 2650 થી વધુ PMAY ઘરો પણ સોંપશે. વધુમાં, પ્રધાનમંત્રી પીસીએમસી દ્વારા બાંધવામાં આવનાર લગભગ 1190 PMAY ઘરો અને પુણે મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા બાંધવામાં આવેલા 6400 થી વધુ ઘરોનો શિલાન્યાસ પણ કરશે.

પ્રધાનમંત્રીને લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવશે. લોકમાન્ય તિલકના વારસાને માન આપવા માટે 1983માં તિલક સ્મારક મંદિર ટ્રસ્ટ દ્વારા પુરસ્કારની રચના કરવામાં આવી હતી. પુરસ્કાર એવા લોકોને આપવામાં આવે છે જેમણે રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસ માટે કામ કર્યું છે અને જેમના યોગદાનને માત્ર નોંધપાત્ર અને અસાધારણ તરીકે જોઈ શકાય છે. તે દર વર્ષે 1લી ઓગસ્ટના રોજ લોકમાન્ય તિલકની પુણ્યતિથિરજૂ કરવામાં આવે છે.

પ્રધાનમંત્રી એવોર્ડ મેળવનાર 41મા મહાનુભાવ બનશે. અગાઉ ડૉ. શંકર દયાલ શર્મા, શ્રી પ્રણવ મુખર્જી, શ્રી અટલ બિહારી વાજપેયી, શ્રીમતી ઇન્દિરા ગાંધી, ડૉ. મનમોહન સિંહ, શ્રી એન. આર. નારાયણ મૂર્તિ, ડૉ. . શ્રીધરન વગેરે જેવા દિગ્ગજોને પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com