Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ (યુએનએફસીસી)ની કોન્ફરન્સ ઓફ પાર્ટી (સીઓપી)માં આબોહવામાં ફેરફાર પર વાટાઘાટમાં ભારતના અભિગમને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં મોરક્કોના મારકેશમાં 7 નવેમ્બરથી 18 નવેમ્બર, 2016 સુધી યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ (યુએનએફસીસી – આબોહવામાં પરિવર્તન પર સંયુક્ત રાષ્ટ્રની માળખાગત કામગીરી માટેના સંમેલન)માં આયોજિત કોન્ફરન્સ ઓફ પાર્ટી (સીઓપી)માં ભારતના અભિગમને કાર્યોત્તર મંજૂરી આપી છે.

સીઓપીમાં આબોહવામાં ફેરફાર પર આયોજિત વાટાઘાટમાં ભારતના અભિગમને મંજૂરી આપવાનો આશય અનુકૂલન, નુકસાન અને હાનિ પર ભાર મૂકીને ગરીબ અને નબળા જૂથોના હિતોનું રક્ષણ કરવાનો છે તથા વિકાસની ગતિનું સંરક્ષણ કરવાનો છે. તેમાં દેશમાં સમાજના તમામ વર્ગોના હિતોનું રક્ષણ સામેલ છે.

દેશની વૃદ્ધિ અને વિકાસ ગ્રીનહાઉસ વાયુના ઉત્સર્જન સાથે સંબંધિત છે. જ્યારે આબોહવામાં ફેરફારની તમામ નુકસાનકારક અસરો દૂર કરવી જરૂરી છે, ત્યારે ભારત અને વિકાસશીલ દેશો માટે વિકાસ જાળવી રાખવો જરૂરી છે. આ નોંધમાં સૂચિત અભિગમ આ લક્ષ્યાંક હાંસલ કરવા સક્ષમ બનાવે છે અને દેશની અનુકૂલન જરૂરિયાતોનું સમાધાન કરવાની ઇચ્છા પણ વ્યક્ત કરે છે.

TR