Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ભારતના ખૂણે ખૂણાને જોડવાની કવાયત


ઊભરતા ભારત માટે બુનિયાદી માળખાનું નિર્માણ

8

સ્પષ્ટ રીતે એનડીએ સરકારે પહેલા દિવસથી જ બૂનિયાદી માળખાને પ્રોત્સાહન આપ્યું. ભલે તે રેલવે હોય, સડક હોય કે શીપીંગ. સરકાર સંપર્ક વધારવા માટે બૂનિયાદી સુવિધાઓને બહેતર બનાવવા પર ફોક્સ કરી રહી છે. પહેલીવાર, રેલવે બજેટમાં સંરચનાત્મક સુધારા અને બૂનિયાદી બદલાવો પર ધ્યાન આપવામાં આવ્યું. નવી રેલ ગાડીઓની ઘોષણા રાજનૈતિક લાભ લેવા માટે કરવામાં આવતી હતી. પરંતુ હવે તે એક સામાન્ય બાબત બની ગઈ. યાત્રિઓ માટે રેલવે સ્ટેશનો પર વાઈ-ફાઈ, યાત્રી હેલ્પલાઈન (૧૩૮), સુરક્ષા હેલ્પલાઈન (૧૮૨), કાગળ રહિત અનારક્ષિત ટીકીટ પ્રણાલી, ઈ-કેટરીંગ, મોબાઈલ સિક્યુરીટી એપ અને મહિલાઓની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા જેવી અગણિત સુવિધાઓની શરૂઆત થઈ. રેલવે હવે અર્થ વ્યવસ્થાના એન્જીનના રૂપમાં કામ કરશે અને ખાણો, તટો વગેરેને પરસ્પર જોડશે. મુંબઈ – અમદાવાદ કોરીડોર વચ્ચે હાઈસ્પીડ બુલેટ ટ્રેનની યોજના બનાવવામાં આવી છે. નવી દિલ્હી – ચેન્નાઈ રૂટ માટે વ્યવહારીકતાનું અધ્યયન ચાલુ છે.

આ વર્ષે ૧૯૮૩ કિલોમીટર રેલવે લાઈન ચાલુ કરવામાં આવી અને ૧૩૭૫ કિલોમીટર રેલવે વિદ્યુતીકરણનું કામ પુરું થયું જે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. ૬ નવી તીર્થ યાત્રા રેલ ગાડી શરૂ કરવામાં આવી અને વૈશ્નોદેવી જવા માટે કટરા લાઈન ખુલ્લી મૂકાઈ.

9a [ PM India 155KB ]

માર્ગ ક્ષેત્રમાં થંભી ગયેલી માર્ગ પરિયોજનાઓની બાધાઓ દૂર કરવામાં આવી લાંબા સમયથી અટવાયેલા કોન્ટ્રાક્ટના વિવાદોનું સમાધાન કરવામાં આવ્યું અને અવ્યવહારિક પરિયોજનાઓને પાછી ખેંચી લેવામાં આવી. એક ખૂબ મોટી પરિવર્તન લાવનારી પરિયોજના ભારત માલાની શરૂઆત કરવામાં આવી. તેના અંતર્ગત ભારતની સીમાઓ અને તટીય ક્ષેત્રમાં માર્ગ બનાવવામાં આવશે. યાત્રીઓની સુવિધા માટે ૬૨ ટોલ પ્લાઝા પર ટોલ લેવાનું બંધ કરી દેવામાં આવ્યું. વિતેલા વર્ષો દરમિયાન હાઈવે પરિયોજનાઓ આપવામાં ૧૨૦ ટકાની વૃદ્ધિ થઈ. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના દ્વારા નિર્મિત સડકોમાં પણ ખૂબ વધારો થયો.

એનડીએ સરકાર અંતર્ગત ભારત શીપીંગ ક્ષેત્રમાં પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. સાગરમાલા પરિયોજના અંતર્ગત તટીય સમુદાયોના વિકાસ દ્વારા એક સમગ્ર બંદરગાહ આધારિત વિકાસ સુનિશ્ચિત કરાશે. આ વર્ષે બંદરગાહો દ્વારા કાર્ગોનો વિકાસ દર ૪ ટકાથી વધીને ૮ ટકા થઈ ગયો. આ વર્ષે અત્યાર સુધીની સર્વાધિક ૭૧ એમટીપીએ ક્ષમતા વૃદ્ધિ નોંધાઈ. ચાહબાહર બંદરગાહના વિકાસ અને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયાઈ દેશો સુધી પહોંચ માટે ઈરાન સાથે એમઓયુ પર હસ્તાક્ષર કરાયા. ગંગામાં નીચેની તરફ પરિવહન અને અંતર્દેશીય જલમાર્ગના વિકાસ માટે જલ માર્ગ વિકાસ પરિયોજનાની શરૂઆત થઈ.

સિવિલ એવીએશન સેક્ટરમાં પણ ઝડપથી પ્રગતિ થઈ રહી છે. મોહાલી તિરૂપતી અને ખજૂરાહોમાં નવા એકીકૃત ટર્મીનલ ભવનનું નિર્માણ પુર્ણ થવામાં છે. કડપ્પા અને બિકાનેરમાં ટર્મીનલ તૈયાર થઈ ચૂક્યું છે. ક્ષેત્રીય સંપર્કને પ્રોત્સાહન આપવા માટે હુબલી, બેલગામ, કિશન ગઢ, તેજુ અને ઝારસુગુડા, એરપોર્ટનું ઉન્નયન જારી છે. ભારતના અંતરરાષ્ટ્રીય વિમાનન સુરક્ષા ઓડિટ (IASA)ને અપગ્રેડ કરીને અધિક સુરક્ષિત રેટીંગ FAA આપવામાં આવ્યું છે. જેનાથી વધુ ઉડાનો ભરી શકાશે.

9bજુઓ કેવી રીતે તકનીક બુનિયાદી સુવિધાઓના વિકાસમાં સહાયક બની રહી છે.

લોડ થઇ રહ્યું છે ... Loading