Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ભ્રષ્ટાચાર, આતંકવાદ અને કાળાં નાણાં સામે ચાલી રહેલા યજ્ઞમાં સહભાગી થવા બદલ ભારતીય નાગરિકોની ભાવનાને બિરદાવી


જનતાને કેશલેસ ચુકવણીની પદ્ધતિ અપનાવવા અને આર્થિક વ્યવહારોમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવા અપીલ કરી

 

 

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભ્રષ્ટાચાર, આતંકવાદ અને કાળાં નાણા સામે ચાલી રહેલા ડિમોનેટાઇઝેશન સ્વરૂપી યજ્ઞમાં સહભાગી થવા બદલ ભારતીયો નાગરિકોની ભાવનાને ખરાં હૃદયે બિરદાવી હતી. તેમણે એક પછી એક શ્રેણીબદ્ધ ટ્વીટ કરીને સરકારના ડિમોનેટાઇઝેશનના નિર્ણયના ફાયદા ગણાવ્યાં હતાં. પ્રધાનમંત્રીએ લોકોને વધુને વધુ કેશલેસ ચુકવણી કરવા અને તેમના આર્થિક વ્યવહારોમાં આધુનિક ટેકનોલોજીને અપનાવવા અપીલ પણ કરી હતી.

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “હું ભ્રષ્ટાચાર, આતંકવાદ અને કાળાં નાણાં સામે ચાલી રહી ડિમોનેટાઇઝેશનરૂપી યજ્ઞમાં સહભાગી થવા બદલ ભારતીય નાગરિકોની ભાવનાને બિરદાવું છું. ઊંચા મૂલ્યની ચલણી નોટોનું ડિમોનેટાઇઝેશન કરવાના સરકારના નિર્ણયથી આપણા દેશની આર્થિક કરોડરજ્જુ સમાન ખેડૂતો, વેપારીઓ, શ્રમિકો માટે કેટલીક દ્રષ્ટિએ લાભદાયક છે. હું હંમેશા કહેતો આવ્યો છું કે સરકારના કદમથી મુશ્કેલીઓ પડશે, પણ આ ટૂંકા ગાળાની પીડા છે, જે લાંબા ગાળે મીઠા ફળ ચાખવા માટેનો માર્ગ મોકળો કરશે. ભ્રષ્ટાચાર અને કાળા નાણાં દ્વારા ગ્રામીણ ભારતની પ્રગતિ અને સમૃદ્ધિ હવે લાંબો સમય અટકાવી નહીં શકાય. આપણાં ગામડાંઓને ઉચિત લાભ મળવા જોઈએ. આપણે કેશલેસ ચુકવણીની પદ્ધતિ અપનાવવા અને આર્થિક વ્યવહારોમાં આધુનિક ટેકનોલોજી સંકલિત કરવાની ઐતિહાસિક તક પણ ધરાવીએ છીએ. મારા યુવાન મિત્રો, તમે પરિવર્તનનું માધ્યમ છો. તમારામાં ભારતને ભ્રષ્ટાચારમાંથી મુક્ત કરવાની ક્ષમતા છે. તમે વધુને વધુ કેશલેસ વ્યવહારો સુનિશ્ચિત કરશો તેવી મને ખાતરી છે. ચાલો આપણે ભેગા થઈને #IndiaDefeatsBlackMoney સુનિશ્ચિત કરીએ. આ અભિયાન ગરીબ, નવમધ્યમ વર્ગ, મધ્યમ વર્ગને સક્ષમ બનાવશે અને ભવિષ્યની પેઢીઓને લાભ થશે.”

 

 

J.Khunt/GP