પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળના કેન્દ્રીય મંત્રી મંડળે નાર્કોટિક ડ્રગ્સ, નશીલા પદાર્થો, તેમના વિક્રેતાઓ અને કેમિકલ્સ તથા ડ્રગ્સના દુષણને નાથવા માટે ભારત અને થાઈલેન્ડ વચ્ચેના સમજુતી કરારોને મંજૂરી આપી દીધી છે.
આ કરારો ઉપરોક્ત બધા જ ક્ષેત્રો સામે લડવા માટે જરૂરી તમામ મદદ અને સહકાર માટેનું અસરકારક માળખું છે. તેનાથી ભારત અને થાઈલેન્ડ વચ્ચે અસરકારક સંસ્થાગત વાતચીત કરવામાં સહાય મળશે. એક વાર અમલ થઇ ગયા બાદ આ કરારો આંતરરાષ્ટ્રીય નાર્કોટીક્સ ટ્રાફિકને નાથવામાં સહાય કરશે.
J.Khunt/GP