પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે સંસદમાં નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન (NRF) બિલ, 2023ની રજૂઆતને મંજૂરી આપી છે. મંજૂર થયેલું બિલ NRFની સ્થાપના કરવાનો માર્ગ મોકળો કરશે જે સંશોધન અને વિકાસ (R&D)ને બીજ, વૃદ્ધિ અને પ્રોત્સાહન આપશે અને સમગ્ર ભારતની યુનિવર્સિટીઓ, કોલેજો, સંશોધન સંસ્થાઓ અને R&D પ્રયોગશાળાઓમાં સંશોધન અને નવીનતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપશે.
સંસદમાં મંજૂર થયા બાદ આ બિલ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP)ની ભલામણો અનુસાર દેશમાં વૈજ્ઞાનિક સંશોધનની ઉચ્ચ-સ્તરની વ્યૂહાત્મક દિશા પ્રદાન કરવા માટે એક સર્વોચ્ચ સંસ્થા NRFની સ્થાપના કરશે,. પાંચ વર્ષ (2023-28) દરમિયાન જેની કુલ અંદાજિત કિંમત રૂ. 50,000 કરોડ રહેશે.
ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (DST) એ NRF નો વહીવટી વિભાગ હશે જેનું સંચાલન એક ગવર્નિંગ બોર્ડ દ્વારા કરવામાં આવશે જેમાં તમામ વિદ્યાશાખાઓમાં જાણીતા સંશોધકો અને વ્યાવસાયિકોનો સમાવેશ થાય છે. NRF નો કાર્યક્ષેત્ર વ્યાપક હોવાથી – તમામ મંત્રાલયોને અસર કરે છે – પ્રધાનમંત્રી બોર્ડના હોદ્દેદાર પ્રમુખ હશે અને કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલોજી પ્રધાન અને કેન્દ્રીય શિક્ષણ પ્રધાન હોદ્દેદાર ઉપ-પ્રમુખ હશે. . NRF ની કામગીરી ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારની અધ્યક્ષતાવાળી એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા સંચાલિત કરવામાં આવશે.
NRF ઉદ્યોગ, શૈક્ષણિક અને સરકારી વિભાગો અને સંશોધન સંસ્થાઓ વચ્ચે સહયોગ બનાવશે અને વૈજ્ઞાનિક અને લાઇન મંત્રાલયો ઉપરાંત ઉદ્યોગો અને રાજ્ય સરકારોની ભાગીદારી અને યોગદાન માટે ઇન્ટરફેસ મિકેનિઝમ બનાવશે. તે એક નીતિ માળખું બનાવવા અને નિયમનકારી પ્રક્રિયાઓ મૂકવા પર ધ્યાન કેન્દ્રિત કરશે જે સહયોગને પ્રોત્સાહિત કરી શકે અને R&D પર ઉદ્યોગ દ્વારા ખર્ચમાં વધારો કરી શકે.
આ ખરડો 2008માં સંસદના એક અધિનિયમ દ્વારા સ્થાપિત વિજ્ઞાન અને એન્જિનિયરિંગ સંશોધન બોર્ડ (SERB) ને પણ રદ કરશે અને તેને NRF માં સમાવિષ્ટ કરશે જે વિસ્તૃત આદેશ ધરાવે છે અને SERB ની પ્રવૃત્તિઓને આવરી લે છે.
YP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com
Approval of the National Research Foundation Bill will pave the way for bolstering R&D. It will foster innovation and collaboration among academia, industry, and government, a crucial step in realising our vision for a scientifically advanced nation. https://t.co/0lohgIYQDu https://t.co/m8GvzZqypf
— Narendra Modi (@narendramodi) June 28, 2023