Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે પૂણે મેટ્રો રેલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં પૂણે મેટ્રો રેલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાના વિકાસની મંજૂરી આપવામાં આવી છે. પૂણે મેટ્રો રેલ કોરિડોર બે કોરિડોર એટલે કે કોરિડોર-1 (પિમ્પરી ચિંચવાડ મ્યુનિસિપલ કોર્પોરેશન (પીસીએમસી)થી સ્વરગેટ)ના 16.589 કિમીની લંબાઈ (11.57 કિમી એલીવેટેડ અને 5.019 કિમી અંડરગ્રાઉન્ડ) અને કોરિડોર-2 (વનાઝથી રામવાડી)ના 14.665 કિમી (સંપૂર્ણપણે એલીવેટેડ) સાથે 31.254 કિમીની લંબાઈને આવરી લેશે.

મેટ્રો રેલ કોરિડોરના સંપૂર્ણ નિર્માણનો ખર્ચ રૂ. 11,420 કરોડ થશે. આ મેટ્રો કોરિડોરનો લાભ પૂણે મેટ્રોપોલિટન વિસ્તારની અંદાજે 50 લાખની વસતિને થશે.

વિસ્તૃત પ્રોજેક્ટ રિપોર્ટ (ડીપીઆર) મુજબ કામગીરી શરૂ થયાની તારીખથી પાંચ વર્ષમાં પૂર્ણ થશે.

મંજૂર વ્યવસ્થા રોજિંદા મુસાફરોને અતિ જરૂરી જોડાણ પ્રદાન કરશે તથા પૂણે મેટ્રોપોલિટન વિસ્તારમાં અતિ ગીચ અને ટ્રાફિક ધરાવતા રુટમાંથી પસાર થશે તેવી અપેક્ષા છે. તેનાથી ટ્રાફિકની ગીચતામાં નોંધપાત્ર ઘટાડો થશે તથા શહેરમાં ઝડપી, અનુકૂળ, સલામત, પ્રદૂષણમુક્ત અને વાજબી સામૂહિક પરિવહન સ્થાપિત થશે, જે વધુ વિકાસમાં પ્રદાન કરશે અને વિસ્તારની સમૃદ્ધિ લાવશે. પૂણે મેટ્રોપોલિટન વિસ્તારનો વિકાસ અને સમૃદ્ધિ રાષ્ટ્રના વિકાસ અને સમૃદ્ધિમાં પણ પ્રદાન કરશે.

પ્રોજેક્ટનો અમલ મહારાષ્ટ્ર મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (મહા-મેટ્રો) દ્વાર થશે, જે ભારત સરકાર અને મહારાષ્ટ્ર સરકારની 50:50 સંયુક્ત માલિકીની કંપની હશે. પ્રોજેક્ટને મેટ્રો રેલવે (નિર્માણ કામગીરી) ધારા, 1978, મેટ્રો રેલવેઝ (કામગીરી અને જાળવણી) ધારા, 2002 અને રેલવે ધારા, 1989, જેમાં સમયાંતરે થયેલા સુધારાના કાયદેસર માળખા હેઠળ આવરી લેવામાં આવશે.

ભારત સરકાર (જીઓઆઈ) અને મહારાષ્ટ્ર સરકાર (જીઓએમ) વચ્ચેનું સંયુક્ત સ્પેશિલ પર્પઝ વ્હિકલ (એસપીવી) નાગપુર મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (એનએમઆરસીએલ)ને મુંબઈ મેટ્રોપોલિટન રિજનની બહાર મહારાષ્ટ્ર રાજ્યમાં પૂણે મેટ્રો રેલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કા સહિત તમામ મેટ્રો પ્રોજેક્ટ્સના અમલ માટે મહારાષ્ટ્ર મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (મહા-મેટ્રો)માં પુનર્ગઠિત કરવામાં આવશે. પ્રોજેક્ટને દિલ્હી, બેંગાલુરુ, ચેન્નાઈ, કોચી, નાગપુર વગેરેમાં અન્ય મેટ્રો રેલ પ્રોજેક્ટ્સમાંથી અનુભવ અને બોધપાઠનો લાભ મળશે.

પૃષ્ઠભૂમિ:
પૂણે મેટ્રોપોલિટન વિસ્તારમાં પૂણે મ્યુનિસિપિલ કોર્પોરેશન (પીએમસી), પિમ્પરી ચિંચવાડ મ્યુનિસિપલ કોર્પોરેશન (પીસીએમસી) સામેલ છે. પૂણે અને ખડકી એમ બંને કેન્ટોન્મેન્ટ વિસ્તારોમાં ઝડપથી વસતિ વધી રહી છે. વર્ષ 2001ની વસતિ ગણતરી મુજબ, પૂણે શહેરી સમુદાયની વસતિ 4.99 મિલિયન હતી, જે વર્ષ 2001ની વસતિ ગણતરીમાં 3.57 મિલિયન હતી. એક અંદાજ મુજબ, આ સમુદાયની વસતિ વર્ષ 2021માં 6.90 મિલિયન અને વર્ષ 2031માં 7.73 મિલિયન થશે.

અગાઉના દાયકાઓમાં ઝડપી શહેરી અને અતિ વાણિજ્યિક વિકાસને પગલે પરિવહન માગમાં તીવ્ર વધારો થયો છે, જેથી પરિવહન માળખા પર દબાણ વધ્યું છે. આ વિસ્તારની વસતિ વધવાની ધારણા સાથે વર્તમાન પરિવહન માળખાને મજબૂત કરવા અને તેનું વિસ્તરણ કરવા માળખાગત સુવિધામાં વધારો કરવાની તાતી જરૂર છે. અર્થતંત્રમાં વૃદ્ધિ અને અપર્યાપ્ત સરકારી પરિવહન સેવાઓ સાથે પેસેન્જર્સ ખાનગી પદ્ધતિઓ તરફ વળશે, જે વિસ્તારમાં વાહનની માલિકીમાં થઈ રહેલા વધારામાં દેખાય છે. તેનાથી માર્ગો પર ગીચતા વધવાની સાથે હવામાં પ્રદૂષણમાં પણ વધારો થશે. એટલે મેટ્રો રેલ સિસ્ટમ આવશ્યક છે.

TR