Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ લક્ષદ્વીપમાં ‘ન્યુટ્રી ગાર્ડન પ્રોજેક્ટ’ની પ્રશંસા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપમાં ‘ન્યુટ્રી ગાર્ડન પ્રોજેક્ટ’ની પ્રશંસા કરી છે. શ્રી મોદીએ કહ્યું કે આ પહેલથી એ દેખાડે છે કે લક્ષદ્વીપના લોકો નવી વસ્તુઓ શીખવા અને અપનાવવા માટે કેટલા ઉત્સાહી છે.

આ પ્રોજેક્ટ આત્મનિર્ભર ભારતના વિકાસના ઉદ્દેશ્યના પરિણામે શરૂ કરવામાં આવ્યો હતો જેમાં 1000 ખેડૂતોને શાકભાજીના બીજ પૂરા પાડવામાં આવ્યા છે.

વધુમાં, બેકયાર્ડ પોલ્ટ્રી યોજના હેઠળ રૂ. 600થી ઓછી આવક ધરાવતા લક્ષદ્વીપ પરિવારોની મહિલાઓને દેશી જાતિના 7000 મરઘીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

લક્ષદ્વીપના રાજ્યપાલ દ્વારા ટ્વીટ થ્રેડના જવાબમાં, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

सराहनीय प्रयास, बेहतरीन परिणाम! इस पहल ने दिखाया है कि लक्षद्वीप के लोग नई चीजें सीखने और अपनाने को लेकर कितने उत्साहित रहते हैं।”

YP/GP/JD