Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઇન્ટરનેશનલ મ્યુઝિયમ એક્સ્પો 2023નું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રીએ ઇન્ટરનેશનલ મ્યુઝિયમ એક્સ્પો 2023નું ઉદ્ઘાટન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ એક્સ્પો 2023નું ઉદ્ઘાટન કર્યું. તેમણે ઉત્તર અને દક્ષિણ બ્લોકમાં આગામી નેશનલ મ્યુઝિયમના વર્ચ્યુઅલ વોકથ્રુનું પણ ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ ટેકનો મેળા, કન્ઝર્વેશન લેબ અને આ પ્રસંગે પ્રદર્શિત પ્રદર્શનોની પણ મુલાકાત લીધી હતી. આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે ઈન્ટરનેશનલ મ્યુઝિયમ એક્સ્પોનું આયોજન 47મા ઈન્ટરનેશનલ મ્યુઝિયમ ડેની વર્ષની થીમ મ્યુઝિયમ્સ, સસ્ટેનેબિલિટી એન્ડ વેલ બીઈંગસાથે કરવામાં આવી રહ્યું છે.

સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ નિમિત્તે સૌને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગના મહત્વ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે જ્યારે ભારત આઝાદીના 75 વર્ષ નિમિત્તે અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે ઈન્ટરનેશનલ મ્યુઝિયમ એક્સ્પોના પ્રસંગે ટેકનોલોજીના સમાવેશ સાથે ઈતિહાસના વિવિધ પ્રકરણો જીવંત બની રહ્યા છે. તેમણે કહ્યું કે જ્યારે આપણે કોઈ મ્યુઝિયમમાં પ્રવેશીએ છીએ ત્યારે ભૂતકાળ સાથે સંકળાયેલા હોઈએ છીએ અને મ્યુઝિયમ હકીકત અને પુરાવા આધારિત વાસ્તવિકતા રજૂ કરે છે અને તે ભૂતકાળમાંથી પ્રેરણા પૂરી પાડે છે અને ભવિષ્ય પ્રત્યેની ફરજની ભાવના પણ આપે છે. તેમણે કહ્યું કે આજની થીમ ‘સસ્ટેનેબિલિટી એન્ડ વેલબીઇંગ’ આજના વિશ્વની પ્રાથમિકતાઓને હાઇલાઇટ કરે છે અને ઇવેન્ટને વધુ સુસંગત બનાવે છે. પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરી કે આજના પ્રયાસોથી યુવા પેઢી તેમના વારસાથી વધુ સારી રીતે પરિચિત થશે.

પ્રધાનમંત્રીએ આજના કાર્યક્રમના સ્થળ પર પહોંચતા પહેલા મ્યુઝિયમની તેમની મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો હતો અને આયોજન અને અમલીકરણના પ્રયાસોની પ્રશંસા કરી હતી જેણે મુલાકાતીના મન પર મોટી અસર ઊભી કરવામાં મદદ કરી હતી. પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આજનો પ્રસંગ ભારતમાં સંગ્રહાલયોની દુનિયા માટે એક મોટો વળાંક હશે.

પ્રાચીન હસ્તપ્રતો અને પુસ્તકાલયોને બાળી નાખવામાં આવતા સેંકડો વર્ષો સુધી ચાલતા ગુલામીના સમયગાળા દરમિયાન જમીનનો ઘણો વારસો નષ્ટ થયો હતો તે વાતને રેખાંકિત કરતાં પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ માત્ર ભારતને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના વારસાને નુકસાન છે. તેમણે ભૂમિના લાંબા સમયથી ખોવાયેલા વારસાને પુનર્જીવિત કરવા અને જાળવવા માટે આઝાદી પછીના પ્રયત્નોના અભાવ અંગે શોક વ્યક્ત કર્યો હતો જ્યાં નાગરિકોમાં જાગૃતિના અભાવે વધુ મોટી અસર ઊભી કરી હતી. પંચ પ્રાણઅથવા આઝાદી કા અમૃત કાળ દરમિયાન દેશ દ્વારા લેવામાં આવેલા પાંચ ઠરાવોને યાદ કરતાં, પ્રધાનમંત્રીએ આપણા વારસા પર ગર્વ લેવાપર ભાર મૂક્યો હતો અને રેખાંકિત કર્યું હતું કે દેશનું નવું સાંસ્કૃતિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત થઈ રહ્યું છે. પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે, આ પ્રયાસોમાં કોઈ વ્યક્તિ ભારતની સ્વતંત્રતાની લડતનો ઈતિહાસ તેમજ દેશની હજાર વર્ષ જૂની વિરાસત શોધી શકે છે. તેમણે માહિતી આપી હતી કે સરકાર દરેક રાજ્ય અને સમાજના વર્ગના વારસાની સાથે સ્થાનિક અને ગ્રામીણ સંગ્રહાલયોના સંરક્ષણ માટે વિશેષ અભિયાન ચલાવી રહી છે. પ્રધાનમંત્રીએ એ પણ ઉલ્લેખ કર્યો હતો કે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આદિવાસી સમુદાયોના યોગદાનને અમર બનાવવા માટે દસ વિશેષ સંગ્રહાલયોનો વિકાસ ચાલી રહ્યો છે, જે આદિવાસી વિવિધતાની ઝલક પૂરી પાડવા માટે વિશ્વની સૌથી અનન્ય પહેલોમાંની એક હશે. ભૂમિના વારસાને બચાવવાના ઉદાહરણો આપતા, પ્રધાનમંત્રીએ દાંડી પથનો ઉલ્લેખ કર્યો જ્યાં મહાત્મા ગાંધીએ મીઠાના સત્યાગ્રહ દરમિયાન કૂચ કરી હતી અને જ્યાં તેમણે મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો તે સ્થળે બનાવવામાં આવેલા સ્મારકનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ડૉ બી આર આંબેડકરના મહાપરિનિર્વાણ સ્થળને દિલ્હીમાં 5, આલીપોર રોડ ખાતે રાષ્ટ્રીય સ્મારકમાં પુનઃવિકાસની સાથે તેમના જીવન સાથે સંબંધિત પંચ તીર્થના વિકાસનો પણ ઉલ્લેખ કર્યો, જ્યાં તેમનો જન્મ થયો હતો, લંડનમાં જ્યાં તેઓ રહેતા હતા, નાગપુરમાં જ્યાં તેમણે દીક્ષા લીધી અને મુંબઈની ચૈત્ય ભૂમિ જ્યાં આજે તેમની સમાધિ છે. તેમણે સરદાર પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી, પંજાબમાં જલિયાવાલા બાગ, ગુજરાતમાં ગોવિંદ ગુરુજીનું સ્મારક, વારાણસીમાં મન મહેલ મ્યુઝિયમ અને ગોવામાં ક્રિશ્ચિયન આર્ટ મ્યુઝિયમના ઉદાહરણો પણ આપ્યા હતા. તેમણે દિલ્હીમાં દેશના તમામ ભૂતપૂર્વ પ્રધાનમંત્રીઓની યાત્રા અને યોગદાનને સમર્પિત પ્રધાનમંત્રી સંગ્રહાલયને પણ સ્પર્શ કર્યો અને મહેમાનોને એકવાર આ સંગ્રહાલયની મુલાકાત લેવા વિનંતી કરી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે જ્યારે કોઈ દેશ તેના વારસાનું જતન કરવાનું શરૂ કરે છે ત્યારે તે અન્ય દેશો સાથે પણ નિકટતા પેદા કરે છે. તેમણે ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોના ઉદાહરણો આપ્યા જે પેઢીઓ સુધી સાચવવામાં આવ્યા હતા અને હવે સમગ્ર વિશ્વમાં ભગવાન બુદ્ધના અનુયાયીઓને તેને એક કરી રહ્યા છે. તેમણે છેલ્લી બુદ્ધ પૂર્ણિમાના રોજ ચાર પવિત્ર અવશેષો મંગોલિયા મોકલવાનો ઉલ્લેખ કર્યો, પવિત્ર અવશેષો શ્રીલંકાથી કુશીનગર પહોંચ્યા. એ જ રીતે, ગોવાના સેન્ટ કેટેવનનો વારસો ભારત પાસે સુરક્ષિત છે અને જ્યારે ત્યાં અવશેષો મોકલવામાં આવ્યા ત્યારે જ્યોર્જિયામાં જે ઉત્સાહ હતો તે તેમણે યાદ કર્યું. “આપણો વારસો વિશ્વ એકતાનો આશ્રયસ્થાન બને છે”, તેમ તેમણે કહ્યું હતું.

પ્રધાનમંત્રીએ સૂચન કર્યું કે આવનારી પેઢીઓ માટે સંસાધનોના સંરક્ષણમાં સંગ્રહાલયોએ સક્રિય સહભાગી બનવું જોઈએ. તેમણે સૂચન કર્યું હતું કે મ્યુઝિયમમાં ધરતી પર આવી પડેલી અનેક આફતોના ચિહ્નોનું સંરક્ષણ કરી શકાય છે અને પૃથ્વીના બદલાતા ચહેરાનું પ્રેઝન્ટેશન પણ કરી શકાય છે.

એક્સ્પોના ગેસ્ટ્રોનોમિક વિભાગનો ઉલ્લેખ કરીને, પ્રધાનમંત્રીએ ભારતના પ્રયાસોને કારણે આયુર્વેદ અને શ્રી અન્ના મિલેટ્સની વધતી જતી પ્રોફાઇલ વિશે વાત કરી. તેમણે સૂચવ્યું કે શ્રી અન્ના અને અન્ય અનાજની યાત્રા વિશે નવા સંગ્રહાલયો આવી શકે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે આ બધું ત્યારે શક્ય બની શકે છે જ્યારે ઐતિહાસિક મહત્વની વસ્તુઓને સાચવવી એ દેશનો સ્વભાવ બની જાય. એ કેવી રીતે હાંસલ કરી શકાય તે વિશે તેમણે વિગતવાર જણાવ્યું હતું. તેમણે સૂચન કર્યું કે દરેક પરિવાર પોતાના પરિવારનું ફેમિલી મ્યુઝિયમ બનાવે. તેમણે કહ્યું કે આજની સાદી વસ્તુઓ આવનારી પેઢીઓ માટે ભાવનાત્મક સંપત્તિ બની રહેશે. તેમણે શાળાઓ અને અન્ય સંસ્થાઓને તેમના પોતાના મ્યુઝિયમ બનાવવાનું આહ્વાન કર્યું. તેમણે શહેરોને સિટી મ્યુઝિયમ બનાવવા માટે પણ કહ્યું. જે ભાવિ પેઢીઓ માટે વિશાળ ઐતિહાસિક સંપત્તિનું સર્જન કરશે.

તેમણે નોંધ્યું હતું કે મ્યુઝિયમ યુવાનો માટે કારકિર્દીનો વિકલ્પ બની રહ્યા છે. તેમણે કહ્યું કે આપણે આ યુવાનોને માત્ર મ્યુઝિયમ વર્કર્સ તરીકે ન જોવું જોઈએ પરંતુ ઈતિહાસ અને આર્કિટેક્ચર જેવા વિષયો સાથે જોડાયેલા યુવાનો તરીકે જોવું જોઈએ જે વૈશ્વિક સાંસ્કૃતિક ક્રિયાનું માધ્યમ બની શકે છે. તેમણે કહ્યું કે આ યુવાનો દેશની વિરાસતને વિદેશમાં લઈ જવા અને તેમના ભૂતકાળ વિશે તેમની પાસેથી શીખવા માટે ખૂબ જ અસરકારક સાબિત થશે.

પ્રધાનમંત્રીએ દાણચોરી અને કલાકૃતિઓના વિનિયોગના સામૂહિક પડકારોનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ભારત જેવા પ્રાચીન સંસ્કૃતિ ધરાવતા દેશો સેંકડો વર્ષોથી આનો સામનો કરી રહ્યા છે. તેમણે ધ્યાન દોર્યું હતું કે આઝાદી પહેલાં અને પછી ઘણી વસ્તુઓને અનૈતિક રીતે દેશની બહાર લઈ જવામાં આવી છે અને આવા ગુનાઓને સમાપ્ત કરવા માટે દરેકને સાથે મળીને કામ કરવા વિનંતી કરી હતી. તેમણે એ વાતનો પણ આનંદ વ્યક્ત કર્યો કે વિશ્વમાં ભારતની વધતી પ્રતિષ્ઠા વચ્ચે વિવિધ દેશોએ ભારતનો વારસો પરત કરવાનું શરૂ કર્યું છે. તેમણે બનારસમાંથી ચોરાયેલી મા અન્નપૂર્ણાની પ્રતિમા, ગુજરાતમાંથી ચોરાયેલી મહિષાસુરમર્દિનીની પ્રતિમા, ચોલ સામ્રાજ્ય દરમિયાન બનેલી નટરાજની મૂર્તિઓ અને ગુરુ હરગોવિંદ સિંહજીના નામથી શણગારેલી તલવારના ઉદાહરણો આપ્યા. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે આઝાદી પછીના કેટલાક દાયકાઓ સુધી 20 થી ઓછાની સરખામણીમાં છેલ્લા 9 વર્ષમાં લગભગ 240 પ્રાચીન કલાકૃતિઓ પુનઃપ્રાપ્ત કરવામાં આવી છે અને ભારતમાં પરત લાવવામાં આવી છે. તેમણે એમ પણ જણાવ્યું કે આ 9 વર્ષોમાં ભારતમાંથી સાંસ્કૃતિક વસ્તુઓની દાણચોરીમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. શ્રી મોદીએ વિશ્વભરના કલાના જાણકારોને, ખાસ કરીને સંગ્રહાલયો સાથે સંકળાયેલા લોકોને આ ક્ષેત્રમાં વધુ સહકાર વધારવા વિનંતી કરી. કોઈપણ દેશના કોઈપણ મ્યુઝિયમમાં આવી કોઈ આર્ટવર્ક ન હોવી જોઈએ, જે ત્યાં અનૈતિક રીતે પહોંચી હોય. આપણે બધા મ્યુઝિયમો માટે આને નૈતિક પ્રતિબદ્ધતા બનાવવી જોઈએ,” તેમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતુ. પ્રધાનમંત્રીએ એવું કહીને સમાપન કર્યું કે “આપણે અમારા વારસાનું જતન કરીશું અને એક નવો વારસો પણ બનાવીશું”.

કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી શ્રી જી. કિશન રેડ્ડી, કેન્દ્રીય સંસ્કૃતિ રાજ્ય મંત્રીઓ, શ્રી અર્જુન રામ મેઘવાલ અને શ્રીમતી મીનાક્ષી લેખી અને લુવ્ર અબુ ધાબીના ડાયરેક્ટર શ્રી મેન્યુઅલ રાબેતે આ પ્રસંગે ઉપસ્થિત લોકોમાં સામેલ હતા.

પૃષ્ઠભૂમિ

ઈન્ટરનેશનલ મ્યુઝિયમ એક્સ્પોનું આયોજન 47માં ઈન્ટરનેશનલ મ્યુઝિયમ ડે (IMD)ની ઉજવણી માટે આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે કરવામાં આવી રહ્યું છે. આ વર્ષની IMD થીમ ‘મ્યુઝિયમ્સ, સસ્ટેનેબિલિટી એન્ડ વેલ બીઇંગ’ છે. મ્યુઝિયમ એક્સ્પોને મ્યુઝિયમ પ્રોફેશનલ્સ સાથે મ્યુઝિયમો પર સર્વગ્રાહી વાર્તાલાપ શરૂ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે જેથી તેઓ ભારતના સાંસ્કૃતિક મુત્સદ્દીગીરીમાં મુખ્ય ભૂમિકા ભજવતા સાંસ્કૃતિક કેન્દ્રો તરીકે વિકાસ કરી શકે.

કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રીએ ઉત્તર અને દક્ષિણ બ્લોકમાં આગામી રાષ્ટ્રીય સંગ્રહાલયના વર્ચ્યુઅલ વોકથ્રુનું ઉદ્ઘાટન કર્યું. મ્યુઝિયમ એ ભારતના ભૂતકાળ સાથે સંબંધિત ઐતિહાસિક ઘટનાઓ, વ્યક્તિત્વ, વિચારો અને સિદ્ધિઓને પ્રકાશિત કરવા અને પ્રદર્શિત કરવાનો વ્યાપક પ્રયાસ છે જેણે ભારતના વર્તમાનના નિર્માણમાં યોગદાન આપ્યું છે.

પ્રધાનમંત્રીએ ઇન્ટરનેશનલ મ્યુઝિયમ એક્સ્પોના માસ્કોટ, ગ્રાફિક નોવેલ – અ ડે એટ ધ મ્યુઝિયમ, ભારતીય સંગ્રહાલયોની ડિરેક્ટરી, કર્તવ્ય પથના પોકેટ મેપ અને મ્યુઝિયમ કાર્ડ્સનું પણ અનાવરણ કર્યું હતું.

ઇન્ટરનેશનલ મ્યુઝિયમ એક્સ્પોનો માસ્કોટ એ ચેન્નાપટ્ટનમ કલા શૈલીમાં લાકડામાંથી બનેલી ડાન્સિંગ ગર્લનું સમકાલીન સંસ્કરણ છે. ગ્રાફિક નોવેલ નેશનલ મ્યુઝિયમની મુલાકાત લેતા બાળકોના જૂથનું ચિત્રણ કરે છે જ્યાં તેઓ મ્યુઝિયમમાં ઉપલબ્ધ વિવિધ કારકિર્દીની તકો વિશે શીખે છે. ભારતીય સંગ્રહાલયોની ડિરેક્ટરી એ ભારતીય સંગ્રહાલયોનું વ્યાપક સર્વેક્ષણ છે. કર્તવ્ય પથનો પોકેટ મેપ વિવિધ સાંસ્કૃતિક જગ્યાઓ અને સંસ્થાઓને પ્રકાશિત કરે છે અને તે પ્રતિકાત્મક માર્ગોના ઇતિહાસને પણ દર્શાવે છે. મ્યુઝિયમ્સ કાર્ડ્સ એ દેશભરના આઇકોનિક મ્યુઝિયમોના સચિત્ર રવેશ સાથે 75 કાર્ડનો સમૂહ છે, અને તમામ ઉંમરના લોકોને મ્યુઝિયમનો પરિચય કરાવવાની એક નવીન રીત છે અને દરેક કાર્ડ સંગ્રહાલયો વિશે ટૂંકી માહિતી ધરાવે છે.

આ કાર્યક્રમમાં વિશ્વભરના સાંસ્કૃતિક કેન્દ્રો અને સંગ્રહાલયોના આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળોની ભાગીદારી જોવા મળી હતી.

 

center>

YP/GPNP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com