Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી 18મી મેના રોજ ઇન્ટરનેશનલ મ્યુઝિયમ એક્સ્પો 2023નું ઉદ્ઘાટન કરશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે 18મી મેના રોજ સવારે 10:30 વાગ્યે ઇન્ટરનેશનલ મ્યુઝિયમ એક્સ્પો 2023નું ઉદ્ઘાટન કરશે.

ઈન્ટરનેશનલ મ્યુઝિયમ એક્સ્પોનું આયોજન 47મા ઈન્ટરનેશનલ મ્યુઝિયમ ડે (IMD)ની ઉજવણી માટે આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે કરવામાં આવી રહ્યું છે. આ વર્ષની IMD થીમ મ્યુઝિયમ્સ, સસ્ટેનેબિલિટી એન્ડ વેલ બીઇંગછે. મ્યુઝિયમ એક્સ્પો મ્યુઝિયમ પ્રોફેશનલ્સ સાથે મ્યુઝિયમો પર સર્વગ્રાહી વાર્તાલાપ શરૂ કરવા માટે રચાયેલ છે જેથી તેઓ ભારતના સાંસ્કૃતિક મુત્સદ્દીગીરીમાં મુખ્ય ભૂમિકા ભજવતા સાંસ્કૃતિક કેન્દ્રો તરીકે વિકાસ કરી શકે.

કાર્યક્રમ દરમિયાન,  પ્રધાનમંત્રી ઉત્તર અને દક્ષિણ બ્લોકમાં આગામી રાષ્ટ્રીય સંગ્રહાલયના વર્ચ્યુઅલ વોકથ્રુનું ઉદ્ઘાટન કરશે. મ્યુઝિયમ એ ભારતના ભૂતકાળ સાથે સંબંધિત ઐતિહાસિક ઘટનાઓ, વ્યક્તિત્વ, વિચારો અને સિદ્ધિઓને પ્રકાશિત કરવા અને પ્રદર્શિત કરવાનો વ્યાપક પ્રયાસ છે જેણે ભારતના વર્તમાનના નિર્માણમાં યોગદાન આપ્યું છે.

પ્રધાનમંત્રી ઈન્ટરનેશનલ મ્યુઝિયમ એક્સ્પોના માસ્કોટ, ગ્રાફિક નોવેલ – અ ડે એટ ધ મ્યુઝિયમ, ભારતીય સંગ્રહાલયોની ડિરેક્ટરી, કર્તવ્ય પથના પોકેટ મેપ અને મ્યુઝિયમ કાર્ડ્સનું પણ અનાવરણ કરશે.

ઇન્ટરનેશનલ મ્યુઝિયમ એક્સ્પોનો માસ્કોટ એ ચેન્નાપટ્ટનમ કલા શૈલીમાં લાકડામાંથી બનેલી ડાન્સિંગ ગર્લનું સમકાલીન સંસ્કરણ છે. ગ્રાફિક નોવેલ નેશનલ મ્યુઝિયમની મુલાકાત લેતા બાળકોના જૂથનું ચિત્રણ કરે છે જ્યાં તેઓ મ્યુઝિયમમાં ઉપલબ્ધ વિવિધ કારકિર્દીની તકો વિશે શીખે છે. ભારતીય સંગ્રહાલયોની ડિરેક્ટરી એ ભારતીય સંગ્રહાલયોનું વ્યાપક સર્વેક્ષણ છે. કર્તવ્ય પથનો પોકેટ મેપ વિવિધ સાંસ્કૃતિક જગ્યાઓ અને સંસ્થાઓને પ્રકાશિત કરે છે અને તે પ્રતિકાત્મક માર્ગોના ઇતિહાસને પણ દર્શાવે છે. મ્યુઝિયમ્સ કાર્ડ્સ એ દેશભરના આઇકોનિક મ્યુઝિયમોના સચિત્ર રવેશ સાથે 75 કાર્ડ્સનો સમૂહ છે, અને તમામ ઉંમરના લોકોને મ્યુઝિયમનો પરિચય કરાવવાની એક નવીન રીત છે અને દરેક કાર્ડ સંગ્રહાલયોની ટૂંકી માહિતી ધરાવે છે.

આ કાર્યક્રમમાં વિશ્વભરના સાંસ્કૃતિક કેન્દ્રો અને સંગ્રહાલયોના આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળોની પણ ભાગીદારી જોવા મળશે.

YP/GP/JD