Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ગોવાના ટૂએમમાં મોપા ગ્રીન ફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ એન્ડ ઈલેકટ્રોનિક સિટીના શિલાન્યાસ સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ

ગોવાના ટૂએમમાં મોપા ગ્રીન ફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ એન્ડ ઈલેકટ્રોનિક સિટીના શિલાન્યાસ સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ


 

 શ્રી લક્ષ્મીકાંતજી કહી રહ્યા હતા કે હું મોડી રાત્રે જાપાનથી આવ્યો અને સવારે આપની સેવામાં હાજર થઈ ગયો. અહીંથી કર્ણાટક જઈશ, કર્ણાટકથી મહારાષ્ટ્ર જઈશ અને મોડી રાતે દિલ્હી જઈને પણ મિટિંગ કરીશ. પ્રધાનમંત્રી બન્યા બાદ ભારતના કોઈ રાજ્યમાં એક રાતથી વધુ  મેં રોકાણ કર્યું હોય તો એ ગોવામાં કર્યું છે. હું આજે વ્યક્તિગત રુપે ગોવાના લાખો નાગરિકોનું અભિનંદન કરવા માગું છું, આભાર વ્યક્ત કરવા માગું છું, ગોવા સરકારનું અભિનંદન કરવા માગું છું.

મનોહરજી, લક્ષ્મીકાંતજી, તેમની સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કરવા માગું છું.

 

અનેક વર્ષો બાદ એક બહુ મોટી આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ બ્રિક્સ સમિટ ગોવામાં આયોજિત થઈ અને એટલી શાનદાર રીતે તેનું આયોજન થયું કે આજે સમગ્ર વિશ્વમાં જેટલા પણ મોટા નેતા, જેમને આપ માનો છો, તેમની જીભ પર ગોવા, ગોવા,ગોવા.

તેથી હું તમામ ગોવાવાસિઓની, ગોવા સરકારની, મુખ્યમંત્રીની, મનોહરજીની, તેમના તમામ સાથીઓની ખૂબજ સરાહના કરું છું, અભિનંદન કરું છું કેમકે એમાં માત્ર ગોવાની જ નહીં સમગ્ર હિન્દુસ્તાનની આબરુ વધી છે, સમગ્ર હિન્દુસ્તાનનનું ગૌરવ વધ્યું છે અને આપના લીધે વધ્યું છે તો આપ સ્વભાવિક અભિનંદનના અધિકારી છો.

 

ભાઈઓ અને બહેનો, મારા માટે ખુશીની વાત છે. આપે જોયું હશે કે ગોવાને રાજનૈતિક અસ્થિરતાની બિમારીએ એક રીતે બરબાદ કરી દીધું હતું. ખબર નહીં કે શું-શું થતું હતું, આપ જાણો જ છો. ક્યારેક અહીં તો ક્યારેક ત્યાં, ગોવાના લોકોની જે શક્તિ છે તેને પાંગરવાની તક જ ન અપાઈ. હું વિશેષ રુપે મનોહરજીનો આભાર માનું છું કે એક પોલિટિકલ કલ્ચરને લાવ્યા છે. એના લીધે તેમણે સહન પણ કરવું પડે છે, તેમણે સારા-સારા મિત્રો પણ ગુમાવવા પડ્યા છે. પરંતુ

એક માત્ર ઈરાદો ગોવાને નવી ઊંચાઈઓ પર લઈ જવાનો છે તેથી ગોવામાં સ્ટેબિલિટી (સ્થિરતા), પાંચ વર્ષ સુધી એક સરકાર ચાલે, આ તેમણે કરી બતાવ્યું છે અને 2012 થી 2017 સુધીની સ્થિરતાનો લાભ ભરપૂર માત્રામાં ગોવાને પ્રાપ્ત થયો છે તેથી અહીં બન્ને પક્ષો જે મળીને સરકાર ચાલી રહી છે, અને સૌથી મોટી વાત પોલિટિકલી સ્ટેબિલિટી (રાજકીય સ્થિરતા) આપી છે, એટલા માટે કેમકે સ્થિર સરકાર ચૂંટવી જનતાના હાથમાં હોય છે અને ગોવાની જનતાએ સ્થિર સરકારની તાકાતને સમજી છે તેથી હું તેને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું, વંદન કરું છું.

 મને આજે આ વાતની એટલી ખુશી થઈ રહી છે. હું પ્રધાનમંત્રી છું પરંતુ બધાને ખબર છે કે હું કઈ પાર્ટીનો છું. લક્ષ્મીકાંતજી મુખ્યમંત્રી છે, બધાને ખબર છે કઈ પાર્ટીના છે. મનોહરજી, મારા સાથી છે, બધાને ખબર છે કઈ પાર્ટીમાંથી છે. અમે એક બીજાના વખાણ કરીશું તો લોકોને લાગશે કે આપ તો કહેવાના જ ને, પરંતુ મને આનંદ થયો  કે એક સપ્તાહ પહેલા એક ઈન્ડિપેન્ડેન્ટ (સ્વતંત્ર) એજન્સીએ, એક ખૂબજ મોટા મીડિયા હાઉસે હિદુસ્તાનના નાના રાજ્યોની સ્થિતિનો તાગ મેળવ્યો. અલગ-અલગ પેરામિટર પર સર્વે કર્યા અને આજે મને આનંદ થઈ રહ્યો છે કે મારા આ સાથીઓએ, નાના રાજ્યોમાં ગોવાને એક ચમકતા સિતારાની જેમ રજૂ કરી દીધું કે તમામ નાના રાજ્યોમાં તેજ ગતિથી ભલે તે સોશિયલ સિક્યુરિટી (સામાજિક સુરક્ષા)ની બાબત હોય, સ્વાસ્થ્યની બાબત હોય, ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું ક્ષેત્ર હોય, ગોવાને તેજ ગતિથી નવી ઊંચાઈઓ પર લઈ ગયા છે અને ગોવા નંબર 1 બન્યું છે. અને એમાં ગોવાવાસિઓનું યોગદાન છે જ છે, એના વગર આ શક્ય ન થયું હોત અને તેથી હું આજે આ અવસરે જેટલા અભિનંદન કરું, જેટલો આભાર માનું એટલો ઓછો છે.

 હું જ્યારે ગુજરાતનો મુખ્યમંત્રી હતો, મનોહરજી અહીંના મુખ્યમંત્રી હતા, તો હું આપને એક સિક્રેટ જણાવું છે. મનોહરજી જે વાત દસ વાક્યમાં કહેવાની હોય એ એક વાક્યમાં જણાવી દે છે. તો ક્યારેક-ક્યારેક સમજવામાં પણ મુશ્કેલી પડે છે. તેઓ માને છે કે આપે સમજી લીધું. હવે તેઓ આઈઆઈટીના છે, હું સાવ સામાન્ય માણસ છું. પરંતુ હું જ્યારે ગુજરાતમાં હતો તો તેમની યોજનાઓનું અધ્યયન કરતો હતો, મુખ્યમંત્રીના નાતે અને હું જોઈ રહ્યો હતો કે અહીંના ગરીબમાં ગરીબ માણસની મુસીબતોને તેઓ કઈ રીતે સમજે છે અને તેના રસ્તા કઈ રીતે શોધી કાઢે છે, દરેક યોજનાઓ. પછીથી લક્ષ્મીકાંતજીએ પણ એને આગળ વધારી. ત્યારે હું જોતો હતો, ગૃહ આધાર યોજના, વાર્ષિક ત્રણ લાખથી ઓછી આવકવાળી જે મહિલાઓ છે, તેમને 1500 રુપિયાની મદદ. દેશમાં અનેક રાજ્યોને ખબર પણ નહીં હોય કે ગોવામાં એવી યોજના શરુ કરાઈ હતી. દયાનંદ સરસ્વતી સુરક્ષા યોજના સિનિયર સિટિજન માટે, આશરે દોઢ લાખ સિનિયર સિટિજનને તેનો લાભ મળે છે, 2000 રુપિયા દર માસે. આ તમામ બાબતો હિન્દુસ્તાનમાં ક્યાંય નથી ભાઈઓ, આ ગોવામાં જ છે. ભાઈઓ-બહેનો, લાડલી લક્ષ્મી યોજના, ગોવા અને મધ્યપ્રદેશે તેનો પ્રારંભ કર્યો અને 118 વર્ષની છોકરીઓને એક લાખ રુપિયા. આજે ગોવામાં 45 હજાર આપણી દીકરીઓ તેની હકદાર બની છે.

 ગોવાએ એક બહુ સરસ કામ કર્યું, જુઓ મનોહરજી અને લક્ષ્મીકાંતજીની દૂરંદેશી જુઓ. આજે અહીં ઈલેક્ટ્રોનિક્સ સિટીનો શિલાન્યાસ થઈ રહ્યો છે. પરંતુ એની પહેલા આ કામને સફળ કરવા માટે આપણને કેવું યુવાધન જોઈશે, કેવી યંગ જનરેશન જોઈશે એને ધ્યાનમાં રાખતા, આ બન્ને મહાશયોએ સાયબર સ્ટૂડન્ટ યોજના દ્વારા અહીં આપણા નવયુવાનોને ડિજિટલ દુનિયાથી જોડવાનું એક અભિયાન ચલાવ્યું. આ દીર્ધદ્રષ્ટિ માટે હું તેમને અભિનંદન આપવા માગું છું. અમે જાણીએ છીએ બિમાર થવું કેટલું મોંઘું હોય છે અને ગરીબ માટે બિમાર થવું કેટલું મુશ્કેલ હોય છે. આ આપણી ગોવા સરકારની વિશેષતા રહી છે કે તેઓએ દીનદયાલ સ્વાસ્થ્ય સેવા દ્વારા વાર્ષિક 3 લાખ રુપિયા સુધી આશરે સવા બે લાખ પરિવાર એટલે કે એક પ્રકારે સમગ્ર ગોવાના તમામ પરિવાર આવી ગયા, તેમને સુરક્ષા ક્વચ આપ્યું, તેમના સ્વાસ્થ્યની પણ ચિંતા કરી છે. ખેડૂત હોય, ફિશરમેન હોય, એટલે એક પ્રકારથી યોજનાઓનો અંબાર છે અને આ જન સામાન્યની ભલાઈ માટે છે. આવા ગોવામાં આવીને જે વિકાસના રસ્તા પર આગળ વધી રહ્યું છે, દેશના પ્રધાનમંત્રીને પણ પોતાનું શિશ ઝૂકાવવામાં આનંદ આવે છે, ગર્વ થાય છે.

 આજે અહીં ત્રણ પ્રોજેક્ટનો પ્રારંભ થઈ રહ્યો છે. મોપા ન્યૂ ગ્રીન એરપોર્ટ. કદાચ ગોવામાં જે લોકોની વય 50 વર્ષની થઈ ગઈ હશે, તેઓ પણ જ્યારથી સમજવાનું શરુ કર્યુ છે, એ સાંભળતા આવ્યા છે કે એક દિવસ ગોવામાં એરપોર્ટ બનશે, વિમાનો આવશે, લોકો ઊતરશે, ટૂરિઝમ વધશે, સાંભળ્યું છે કે કે નથી સાંભળ્યું, બોલો જોઈએ. બધી સરકારોએ કહ્યું છે કે નથી કહ્યું, બધા રાજકીય પક્ષોએ કહ્યું છે કે નથી કહ્યું પરંતુ ચૂંટણી ગઈ, વિમાન વિમાનની જગ્યાએ, ગોવા ગોવાની જગ્યાએ. એવું થયું છે કે નથી થયું, ભાઈઓ મને જણાવો. આજે મને સંતોષ છે કે અટલ બિહારી વાજપેયીજીએ જે વચન આપ્યું હતું આજે મને એને પુરું કરવાની તક મળી છે. અને એ માત્ર આકાશમાં વિમાનો ઊડશે અને આપ એક નવા એરપોર્ટ પર આવશો, એવું નથી. ગોવાની જનસંખ્યા છે 15 લાખ. આ વ્યવસ્થા વિકસિત થવાથી ત્રણ ગણા લોકો, આજ 15 લાખ લોકો છે, આશરે 50 લાખ લોકો આવવાનું શરુ કરી દેશે. આપ કલ્પના કરી શકો છો કે ટુરિઝમ કેટલું વધી જશે. અને ગોવાનું ટૂરિઝમ વધવાનો અર્થ, હિન્દુસ્તાનના ટૂરિઝમ સેક્ટરને નવી તાકાત આપવાનારું આ સૌથી સામર્થ્યવાન સ્થળ છે, એ વાતને અમે બરોબર સમજીએ છીએ. ગોવાની સુવિધા તો વધશે જ વધશે, ગોવાવાસિઓની પણ વધશે અને મને વિશ્વાસ છે કે એના નિર્માણ કાર્યમાં પણ અહીંના હજારો નવ યુવાનોને રોજગારી મળશે અને નિર્માણ થયા બાદ અહીંની ઈકોનોમીને, ટૂરિઝમનો એક મોટો અવસર આ ગોવાને મળવાનો છે, એ હું સ્પષ્ટ રીતે જોઈ શકું છું.

 ભાઈઓ-બહેનો, આજે અહીં એક ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સિટીનો પણ શિલાન્યાસ થયો છે. કોઈ એમ ન સમજતા કે આ માત્ર ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટ બની રહ્યું છે. બહુ ઓછા લોકોને સમજ પડશે કે ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સિટીના નિર્માણનો શો અર્થ છે. એક પ્રકારે અને મારા શબ્દો લખી રાખજો ભાઈઓ-બહેનો અને 21મી સદીનું હું એ ગોવા જોઈ રહ્યો છું જ્યાં ડિજિટલી ટ્રેઈન્ડ, યુથ ડ્રિવન બેસડ મોર્ડન ગોવાનો આજે શિલાન્યાસ થઈ રહ્યો છે દોસ્તો. એવા ગોવાનો શિલાન્યાસ થઈ રહ્યો છે જે ડિજિટલી ટ્રેઈન્ડ, યુથ ડ્રિવન ગોવા હશે, આધુનિક ગોવા હશે, ટેક્નોલોજીથી સામર્થ્યવાન ગોવા હશે. અને એ માત્ર ગોવાની ઈકોનોમીનું ગોવાના નવયુવાનોની જ રોજગારીનું નથી, આ સમગ્ર ભારતનો ચહેરો બદલવાનો, ગોવા એક પાવર સ્ટેશન બની જશે દોસ્તો, આ હું જોઈ રહ્યો છું. સમગ્ર 21મી સદી પર આ પહેલનો પ્રભાવ થવાનો છે.

 ભાઈઓ-બહેનો આજે એક ત્રીજું મહત્વપૂર્ણ કામ અમે આગળ વધારવા જઈ રહ્યા છીએ. અમારો સ્પષ્ટ મત રહ્યો છે કે સુરક્ષાના ક્ષેત્રમાં ભારતે પોતાના જોરે ઊભા થવું જોઈએ. આ દેશ આઝાદીના 70 વર્ષ થઈ ગયા, આપણે કોઈની મહેરબાનીના મોહતાજ નથી રહેવા માગતા. અમે જીવીશું તો પણ પોતાના જોરે અને મરીશું તો પણ પોતાનાઓ માટે મરીશું, આપણી શાન માટે મરીશું. શું કારણ છે કે જે દેશ પાસે 1800 મિલિયન યુવા હોય, 35થી ઓછીની વયના નવયુવાનો હોય, તેજસ્વી હોય, જોરદાર હોય, બુધ્ધિ પ્રતિભા હોય, ઈનોવેશન હોય, ટેક્નોલોજી હોય, બધું જ હોય પરંતુ સુરક્ષા માટે બધી જ વસ્તુઓ બહારથી લાવવી પડે છે. આજે ગોવાની ધરતી પર સામુદ્રિક સુરક્ષાના ક્ષેત્રમાં, મેક ઈન ઈન્ડિયાની દીશામાં એક અહમ કદમ ઊઠાવાઈ રહ્યું છે.

 ભાઈઓ-બહેનો, હું આજે ગોવાનો એક વિશેષ આભાર વ્યક્ત કરવા માગું છું. અકબર અંગે કહેવાય છે કે તેમની ટોળકીમાં નવ રત્નો હતા અને એ નવ રત્નોથી, વિશેષતાઓથી અકબરના કાર્યકાળની ચર્ચા થતી હતી. હું ભાગ્યશાળી છું કે મારી ટીમમાં અનેક રત્નો છે અને એ રત્નોમાં એક ચમકતો રત્ન મને ગોવાવાળાઓએ આપ્યો છે. એ રત્નનું નામ છે મનોહર પારિકર, અનેક વર્ષો બાદ દેશને એક એવો રક્ષામંત્રી મળ્યો છે જેણે 40 વર્ષ આપણી સેનાઓની સમસ્યાઓનું સમાધાન કરવા માટે દિવસ-રાત એક કરી નાખ્યા છે. જો મનોહર પારિકરજીનો આટલો પુરુષાર્થ ન હોત, 40 વર્ષથી લટકી રહેલી વન રેન્ક વન પેન્શનનો, મારા દેશ માટે ખુવાર થનારા જવાનોનું કામ અધુરું રહે છે, હું મનોહરજીને અભિનંદન પાઠવું છું અને આપનો આભાર વ્યક્ત કરું છું કે આપે મનોહરજી આપ્યા. આવા સામર્થ્યવાન, દેશના કોઈ રક્ષામંત્રી છેલ્લા કેટલાક સમયમાં એવા નથી આવ્યા જેના પર ક્યાંકને ક્યાંક આંગળી ન ચિંધાઈ હોય. આજે આપણે તેજ ગતિથી નિર્ણય કરી રહ્યા છીએ. વિશ્વ સાથે સમજૂતી કરી રહ્યા છીએ, દેશની સુરક્ષા વધારવાના નિર્ણયો કરી રહ્યા છીએ, 28 વર્ષ થઈ ગયા, રક્ષા મંત્રાલય પર ક્યાંયથી કોઈએ આંગળી સુધ્ધાં ચિંધી નથી. હું મનોહરજીનું તો મારા સાથીના નાતે અભિનંદન કરીશ જ, મને ઉત્તમ સાથી મળ્યા છે, પરંતુ ગોવાવાસિઓનું પણ અભિનંદન કરીશ કે આપે મનોહરજી પેદા કર્યા અને દેશ માટે આપે મનોહરજી આપ્યા. હું આપનું અભિવાદન કરી રહ્યો છું.

 ભાઈઓ-બહેનો, આ જે માઈન કાઉન્ટર મેઝર વેસેલ્સ પ્રોગ્રામ છે, એમસીએમપી, આ ભારતની સામુદ્રીક સુરક્ષામાં એક બહુ મોટી ભૂમિકા અદા કરવા વાળું કામ છે. એનાથી લોકોને રોજગારી તો મળશે જ, આ ક્ષેત્રના વિકાસ માટે પણ કામ થવાનું છે.

 મારા પ્યારા ગોવાના ભાઈઓ અને બહેનો, હું આજે કેટલિક વધુ વાતો ગોવાવાસિઓ સાથે કરવા માગું છું. 08 તારીખ, રાતે 8 વાગે, દેશના કરોડો લોકો સુખ-ચેનથી સુઈ ગયા અને દેશના લાખો લોકો ઊંઘની ગોળીઓ ખરીદવા જઈ રહ્યા છે, ગોળીઓ નથી મળી રહી.

 મારા પ્યારા દેશવાસીઓ મેં 08 તારીખે રાતે 8 વાગે દેશની સામે કાળા નાણાં સામે, ભ્રષ્ટાચાર સામે હું જે યુધ્ધ લડી રહ્યો છું, દેશ જે યુધ્ધ લડી રહ્યું છે, હિન્દુસ્તાનનો ઈમાનદાર માણસ જે યુદ્ધ લડી રહ્યો છે એ દીશામાં એક અહમ પગલું ભર્યું છે.

પરંતુ કેટલાક લોકો છે કે જેઓ પોતાના ખયાલોમાં જ ખોવાયેલા રહે છે. તેઓ પોતાના માપદંડ લઈને જ કોઈને માપતા રહે છે અને એમાં ફિટ ન થાય તો જુએ છે કે કંઈક ગરબડ છે.

 જો આ દેશના અર્થશાસ્ત્રીઓએ, આ દેશની પોલીસીઓને સમજીને એનાલિસિસ કરનારાઓએ, આ જૂની સરકારો, જૂના નેતા, તેને માપવા તોલવાનું જે ત્રાજવું છે, મારા આવ્યા પછી એ બદલી નાખ્યા હોત તો મુશ્કેલી ન આવી હોત. તેમને સમજ પડવી જોઈતી હતી કે એવી સરકાર દેશે ચૂંટી છે કે જેની પાસે દેશની અપેક્ષા છે. આપ મને જણાવો  ભાઈઓ-બહેનો 2014માં આપે વોટ આપ્યો હતો, ભ્રષ્ટાચાર સામે આપ્યો હતો કે નહીં. આપ મને જણાવો, આપે આ કામ કરવા માટે મને કહ્યું હતું કે નહતું કહ્યું, કાળા નાણા સામે કામ કરવા માટે આપે મને કહ્યું હતું કે નહતું કહ્યું. આપે મને જે કહ્યું હતું એ મારે કરવું જોઈએ કે ન કરવું જોઈએ. આપ મને જણાવો, કે આપે મને જ્યારે આ કરવા માટે કહ્યું હતું ત્યારે આપને ખબર હતી કે ભાઈ આ કામ કરીશ તો થોડી તકલિફ થશે, ખબર હતી કે નહોતી ખબર. એવું તો નહતું ને કે બસ આપને એકદમ જ મોંમાં પતાસા મળી જશે. બધાને ખબર હતી. આ સરકાર બન્યા બાદ તરત જ અમે એક સુપ્રીમ કોર્ટના સેવા નિવૃત ન્યાયાધીશના નેતૃત્વમાં સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ બનાવી એસઆઈટી. વિશ્વમાં ક્યાં-ક્યાં આ કારોબાર ચાલી રહ્યો છે. એના પર આ ટીમ કામ કરી રહી છે અને દર છ મહિને તે સુપ્રીમ કોર્ટને રિપોર્ટ કરી રહી છે. આ કામ પહેલા વાળી સરકારો ટાળતી હતી, અમે કર્યું. આપણે ત્યાં કહેવત છે કે, પુત્રના લક્ષ્ણ પારણાંમાં. જ્યારે મારી પહેલી કેબિનેટમાં પહેલા જ દિવસે એવો મોટો કડક નિર્ણય કરું તો ખબર નહતી કે આગળ જતા હું આ કરવાનું છું ભાઈ. મેં સંતાળ્યું હતું કે કેમ, કંઈ સંતાળ્યું નથી, મેં દર વખતે, મેં આ વાત કહી છે અને આજે હું તેનું વિવરણ આપી રહ્યો છું. દેશ મને સાંભળી રહ્યો છે. મેં દેશને ક્યારેય અંધારામાં નથી રાખ્યો. મેં દેશને ક્યારેય ગેરસમજમાં નથી રાખ્યો, ખુલીને વાત કહી છે અને ઈમાનદારી સાથે.

 ભાઈઓ-બહેનો, બીજું જરુરી કામ હતું વિશ્વના દેશો સાથે છેલ્લા 50-60 વર્ષમાં એવા એગ્રિમેન્ટ થયા હતા કે જેના કારણે આપણે એવા બંધાઈ ગયા હતા કે આપણે કોઈ માહિતી જ પ્રાપ્ત કરી શકતા નહતા. આપણા માટે ખૂબજ જરુરી હતું કે વિશ્વના દેશો સાથે જે જૂના એગ્રિમેન્ટ છે એમાં બદલાવ કરીએ. કેટલાક દેશોની સાથે એગ્રિમેન્ટ કરીએ. અમેરિકા જેવા દેશને સમજવામાં હું સફળ થયો કે આપ અમારી સાથે એગ્રિમેન્ટ કરો અને આપની બેન્કોમાં કોઈ હિન્દુસ્તાનીનો પૈસો છે, આવે છે જાય છે, અમને તરત જ ખબર પડવી જોઈએ. આ કામ મેં વિશ્વના અનેક દેશો સાથે કર્યું છે, કેટલાક દેશોની સાથે હજુ પણ વાત ચાલે છે. પરંતુ વિશ્વમાં ક્યાંય પણ ભારતની ચોરી-લૂંટનો પૈસો ગયો છે તો તેની તરત જ માહિતી મળે એનો પ્રબંધ પૂરજોરથી અમે કર્યો છે.

 અમે જાણીએ છીએ, આપને ખબર છે કે દિલ્હીના કોઈ અધિકારીનો આ ગોવામાં ફ્લેટ બનેલો છે, છે ને. ગોવાના બિલ્ડરો સામે મારે ફરિયાદ નથી. તેમનું તો કામ જ છે મકાન વેચવાનું, પરંતુ ગોવામાં જેમની સાત પેઢીમાં કોઈ ગોવામાં રહેતું નથી, તેનો જન્મ ક્યાં થયો અને કામ કરી રહ્યો છે દિલ્હીમાં, મોટો અધિકારી છે, ફ્લેટ ખરીદ્યો ગોવામાં, કોના નામે. પોતાના નામે થોડા ખરીદે છે, અન્યોના નામે ખરીદે છે, નથી દેખાતા આ લોકો. એ કાયદો બનાવ્યો કે જે પણ બેનામી સંપત્તી હશે, બીજાના નામે સંપત્તી હશે, અમે કાયદેસર તેના પર હુમલો કરવાના છીએ. આ સંપત્તી દેશની છે, આ સંપત્તી દેશના ગરીબની છે અને મારી સરકાર માત્ર અને માત્ર દેશના ગરીબોને મદદ કરવાને મારું કર્તવ્ય માને છે અને હું તે કરીને રહીશ.

 અમે જોયું છે કે ઘરમાં લગ્ન હોય, વિવાહ હોય, કંઈક કામ હોય, જ્વેલરી ખરીદીએ છીએ. પત્નીનો જન્મદીવસ હોય, જ્વેલરી ખરીદીએ છીએ અને ક્યારેક સોનું ખરીદીએ છીએ અને જ્વેલરી પણ, કંઈ વાંધો નહીં લઈ જાઓ સાહેબ, થેલો ભરીને લઈ આવો અને લઈ જાઓ. ન બિલ આપવું, ન લેવું, ન કોઈ હિસાબ રાખવો, કંઈ નહીં સાહેબ. ચાલી રહ્યું હતું બધું કેશમાં ચાલતું હતું કે નહતું ચાલતું. આ કોઈ ગરીબ લોકો કરતા હતા કે કેમ. આ બંધ થવું જોઈતું હતું કે નહીં. અમે નિયમ બનાવ્યો કે બે લાખ રુપિયાથી વધુના જો આપ ઘરેણા ખરીદો છો, જ્વેલરી ખરીદો છો તો આપે આપનો પાન નંબર આપવો જ પડશે. એનો પણ વિરોધ થયો હતો. આપ હેરાન થશો કે અડધાથી વધુ પાર્લામેન્ટના સભ્યો મને એ કહેવા આવ્યા હતા કે મોદીજી આ નિયમ ન લાવો અને કેટલાક લોકોએ તો મને લેખિતમાં ચિઠ્ઠી લખવાની હિંમત પણ કરી છે. જે દિવસે હું તેને જાહેર કરીશ તો કદાચ મને ખબર નથી કે તેઓ પોતાના વિસ્તારમાં જઈ શકશે કે નહીં જઈ શકે. જો આપની પાસે પૈસો છે, આપ સોનું ઝવેરાત ખરીદો છો, અમે એટલું જ કહીએ છીએ કે ભાઈ આપનો જે પાન નંબર છે તે લખાવી દો. ખબર તો પડે કે કોણ લે છે, પૈસો ક્યાંથી આવે છે, ક્યાં જાય છે. ભાઈઓ-બહેનો 70 વર્ષની આ બિમારી છે અને મારે 17 મહિનામાં મટાડવાની છે.

ભાઈઓ-બહેનો, અમે એક બીજું કામ પણ કર્યું. પહેલાની સરકારોએ પણ કર્યું હતું. આ જે જ્વેલર્સ છે, કે જે મોટાભાગે અહીં સોના વગેરેની વાત જરાક કરું, તેના પર કોઈ એક્સાઈઝ ડ્યૂટી લાગતી નહતી. પહેલા સરકારે લગાવવાનો પ્રયાસ કર્યો હતો, બહુ ઓછી લગાવી હતી પરંતુ બધા જ્વોલર્સ, જ્વલર્સની સંખ્યા બહુ ઓછી છે, એક ગામમાં એકાદ બે જ હોય છે. મોટા શહેરોમાં 50-100 હોય છે. પરંતુ તેમની તાકાત ખૂબજ ગજબ હોય છે, સાહેબ, સારા-સારા એમપી તેમના ખિસામાં હોય છે અને જ્વેલરી પર એક્સાઈઝ લગાવી તો મારા ઉપર એટલું દબાણ આવ્યું, એમનું દબાણ, પ્રતિનિધિમંડળ, અમારા પરિચિતો, સાહેબ આ તો બધા ઈન્કમટેક્સવાળા લૂંટી લેશે, તબાહ કરી દેશે, એવું-એવું જણાવતા હતા કે હું પણ ડરી ગયો કે યાર હું આ કરીશ તો ખબર નહીં શું થઈ જશે. મેં કહ્યું, એવું કરો ભાઈ બે કમિટિ બનાવીએ છીએ, વાટાઘાટો કરીશું, ચર્ચા કરીશું. સરકાર તરફથી, જેમના પર ભરોસો હતો એવી એક્સપર્ટ કમિટી બનાવી. પહેલા વાળી સરકારોએ આ પ્રયાસ પાછો લેવો પડ્યો હતો. સાહેબ હું ઈમાનદારીથી દેશ ચલાવવા માગું છું. મેં જ્વેલર્સને વિશ્વાસ અપાવ્યો, કોઈ તમારી સાથે અતિરેક નહીં કરે અને કોઈ ઈન્કમેટેક્સવાળો આપની સાથે વધુ પડતુ દબાણ કરે તો આપ મોબાઈલ ફોનથી તેનું રેકોર્ડિંગ કરી લો હું તેની વિરુધ્ધ પગલા લઈશ. આ પગલું અમે લીધું. જેમને ખબર હોય, આ બધું જોઈને સમજમાં નહતું આવતું કે મોદી આગળ શું કરશે. પરંતુ આપ આપની દુનિયામાં મસ્ત હતા કે અન્ય પોલિટિકલ પક્ષોની જેમ આ પણ આવીને ચાલ્યા જશે. હું ભાઈઓ અને બહેનો ખુરશી માટે પેદા નથી થયો હું. મારા દેશવાસિઓ મેં ઘર, પરિવાર, બધું દેશ માટે છોડ્યું છે.

 અમે બીજી બાજુ પણ જોર લગાવ્યું. હા, કેટલાક લોકો હોય છે, મજબૂરીમાં કંઈક ખોટું કરવું પડ્યું હોય. બધા બેઈમાન નથી હોતા, બધા લોકો ચોર પણ નથી હોતા, કેટલાકે મજબૂરીમાં કંઈક કરવું પડ્યું હોય, જો તેમને તક મળે તો તેઓ યોગ્ય રસ્તા પર આવવા તૈયાર હોય છે. આ સંખ્યા ઘણી મોટી હોય છે. અમે લોકો સામે સ્કિમ મૂકી, જો આપની પાસે કોઈ બેઈમાનીના પૈસા પડ્યા હોય તો આપ ઈસીએસ કાયદાના અંતર્ગત જમા કરાવી દો, એટલો દંડ ભરી દો, એમાં પણ મેં કોઈ માફી ન આપી પરંતુ વેપારી લોકો બાબતો સમજવામાં હોંશિયાર હોય છે. તેમને સમજમાં આવી ગયું કે આ મોદી છે, કંઈક ગરબડ કરશે. આપને જાણીને આનંદ થશે કે આઝાદીના 70 વર્ષમાં એવી યોજનાઓ અનેક વખત આવી પણ પહેલી વખત 67 હજાર કરોડ રુપિયા દંડ સહિત લોકોએ આવીને જમા કર્યા અને બે વર્ષમાં ટોટલ સર્વે દ્વારા, રેડ દ્વારા, ડેકલેરેશન દ્વારા સવા લાખ કરોડ રુપિયા જે ક્યાંય સામે નહતા, એ સરકારી ખજાનામાં જમા થયા છે ભાઈઓ-બહેનો. સવા લાખ કરોડનો હિસાબ આવ્યો છે. આ બે વર્ષમાં કરેલા કામનો હિસાબ હું આજે ગોવાની ધરતી પરથી સમગ્ર દેશને આપી રહ્યો છું ભાઈઓ-બહેનો.

 એ પછી, મને ખબર હતી કે મારે શું કરવાનું છે. અમે જન-ધન એકાઉન્ટ ખોલ્યા. હું આ સ્કિમ લઈને જ્યારે આવ્યો હતો તો મારી પાર્લામેન્ટમાં કેવી મજાક થઈ હતી, આપને યાદ હશે. મને ખબર નથી શું શું કહેવાતું હતું. તેમને લાગી રહ્યું હતું કે મોદીના વાળ ખેંચી લઈશું તો મોદી ડરી જશે. અરે મોદીને જીવતો બાળી દેશો તો પણ મોદી ડરતો નથી. અમે પ્રારંભમાં આવીને એક કામ કર્યું, પ્રધાનમંત્રી જન-ધન યોજના દ્વારા ગરીબમાં ગરીબનું બેંક એકાઉન્ટ ખોલવાનું. એ સમયે લોકોને સમજમાં ન આવ્યું કે મોદી બેન્ક એકાઉન્ટ શા માટે ખોલાવી રહ્યા છે, હવે લોકોને સમજ પડશે કે આ બેન્ક એકાઉન્ટનો શું ફાયદો થવાનો છે. આશરે-આશરે 20 કરોડથી વધુ લોકોના બેન્ક એકાઉન્ટ ખોલ્યા અને હિન્દુસ્તાનમાં અમીર લોકોના ખિસામાં જુદી જુદી બેન્કોના ક્રેડિટ કાર્ડ હોય છે. ગરીબ તો બિચારો વિચારી પણ નથી શકતો કે આવું કોઈ કાર્ડ હોય છે કે કાર્ડથી કંઈક મળી શકે છે, ખબર નહતી તેમને. ભાઈઓ-બહેનો, પ્રધાનમંત્રી જન-ધન યોજના માટે બેન્કના ખાતા ખુલ્યા છે એવું નથી.

આ દેશના 20 કરોડ લોકોને અમે રુપે કાર્ડ આપ્યા છે અને આ આજથી એક વર્ષ પહેલા થયું છે. એ ડેબિટથી જો તેના ખાતામાં પૈસા છે તો તે બજારમાં કોઈ પણ વસ્તુ ખરીદી શકે છે, તેની વ્યવસ્થા તેમાં ઉપલબ્ધ છે ભાઈઓ-બહેનો. પરંતુ લોકોને લાગ્યું કે ના રે ના દરેક પોલિટિકલ કામ થાય છે એવું જ કંઈક હશે. પોલિટિકલ કામ નહતું, હું ધીરે ધીરે દેશની આર્થિક તબિયત સુધારવા માટે અલગ-અલગ દવાઓ આપી રહ્યો હતો. ધીરે-ધીરે ડોઝ વધારી રહ્યો હતો.

 હવે ભાઈઓ-બહેનો મારા દેશના ગરીબોની અમિરી જુઓ. મેં તો તેમને કહ્યું હતું કે ઝીરો એમાઉન્ટથી આપ ખાતું ખોલી શકો છો, એક વખત આપનો પગ બેન્કમાં પડવો જોઈએ બસ. આ આર્થિક વ્યવસ્થામાં ક્યાંક આપ પણ હોવા જોઈએ. પરંતુ મારા દેશના ગરીબોની અમિરી જુઓ દોસ્તો. આ જે અમિર લોકો રાતે સુઈ નથી શકતા ને, ગરીબોની અમિરી જુઓ દોસ્તો. મેં કહ્યું હતું કે ઝીરો રકમથી આપ બેન્ક એકાઉન્ટ ખોલી શકો છો પરંતુ મારા દેશના ગરીબોએ બેન્કોમાં જન-ધન એકાઉન્ટમાં 45 હજાર કરોડ રુપિયા જમા કરાવ્યા દોસ્તો. આ દેશના સામાન્ય માનવીની તાકાતને આપણે ઓળખીએ. 20 કરોડ પરિવારોને રુપે કાર્ડ આપ્યું. તેમ છતાં કેટલાક લોકો માનતા જ નથી. તેમને લાગે છે કે યાર કોઈ રાજનૈતિક તરજોડ કરી લઈશું તો મામલો થાળે પડી જશે. અને એક બહુ મોટું સિક્રેટ ઓપરેશન કર્યું. મનોહરજી વાળું તો હું ન કરી શકું. દસ મહિનાથી કામે લાગી રહ્યો, એક નાનકડી વિશ્વનીય ટોળકી બનાવી કેમકે એટલી નવી નોટો છાપવી, પહોંચાડવી, ખૂબજ મુશ્કેલ, વસ્તુઓ છાપવી, સિક્રેટ રાખવું, નહીં તો એ લોકો એવા હોય છે કે સાહેબ ખબર પડી જાય તો પોતાનું કરી જ લે.

 અને 08 તારીખ રાતે 8 વાગે દેશનો સિતારો ચમકાવવા માટે એક નવું પગલું ઊઠાવી દીધું દોસ્તો. મેં એ રાતે કહ્યું હતું કે આ નિર્ણયથી તકલિફ થશે, અસુવિધા થશે, પરેશાનીઓ થશે, આ મેં પહેલા દિવસે જ કહ્યું છે પરંતુ ભાઈઓ-બહેનો હું આજે દેશના એ કરોડો લોકો સામે શિશ ઝુકાવું છું કે સિનેમાના થિયેટર પર લાઈન લગાવે છે ને ત્યાં પણ ઝગડો થઈ જાય છે ને. હું જોઈ રહ્યો છું કે છેલ્લા ચાર દિવસથી ચારે બાજુ પૈસા માટે લાઈનમાં ઊભા રહેવાની જગ્યા નથી પરંતુ દરેકના મોઢામાંથી એક જ અવાજ આવી રહી છે કે ઠીક છે મુસિબત થઈ રહી છે, પગ દુઃખી રહ્યા છે પરંતુ દેશનું ભલું થઈ રહ્યું છે.

 હું આજે સાર્વજનિક રુપે બેન્કના તમામ કર્મચારીઓના અભિનંદન કરું છું. એક વર્ષમાં, મારા શબ્દો લખી રાખો, એક વર્ષમાં બેન્કના કર્મીને જેટલું કામ કરવું પડે છે ને, એનાથી વધુ કામ તે છેલ્લા એક સપ્તાહથી કરી રહ્યો છે. મને આનંદ થયો. મેં સોશિયલ મીડિયામાં જોયું રિટાયર્ડ બેન્કના કર્મચારી, કોઈકની વય 70 વર્ષ, કોઈકની 75 વર્ષ, તેઓ બેન્કમાં ગયા. તેઓએ કહ્યું, સાહેબ રિટાયર્ડ થઈ ગયા છીએ પરંતુ પવિત્ર કામમાં, અમને આવડે છે જો આપ અમને બેસાડીને કામમાં

લગાવવા માગતા હો તો અમે અમારી સેવા આપવા માટે તૈયાર છીએ. હું એ રિટાયર્ડ બેન્ક કર્મચારીઓનો પણ આજે આભાર માનું છું કે જેઓએ પોતાની સેવાઓ આપવા માટે પોતાની જૂની બ્રાન્ચમાં જઈને મદદ કરવાની તૈયારી બતાવી છે. હું તેમનું અભિવાદન કરું છું.

 હું એ નવયુવાનોનું અભિવાદન કરું છું કે જે લાઈનની બહાર તડકામાં ઊભા રહીને પોતાના ખર્ચે લોકોને પાણી પિવડાવી રહ્યા છે. સિનિયર સિટિઝનના બેસવા માટે ખુરશીઓ લઈને દોડી રહ્યા છે. ચારે બાજુ દેશની યુવા પેઢી ખાસ કરીને આ સમયે એ કામને સફળ બનાવવા માટે કામે લાગેલી છે. આ કામની સફળતાનું કારણ 08 તારીખના 08 વાગે મોદીનો નિર્ણય નથી. આ કામની સફળતાનું કારણ સવા સો કરોડ દેશવાસિઓ, જેમાંથી કેટલાક લાખ છોડી દો, તેઓ પૂરા જોશથી લાગ્યા છે તેથી આ યોજના સફળ થવી સુનિશ્ચિત છે ભાઈઓ-બહેનો.

 હું બીજી વાત જણાવવા માગું છું. મને જણાવો આપણા દેશમાં મતદાતા યાદી, તમામ પોલિટિકલ પાર્ટીઓ પણ મતદાતા યાદી બનાવવામાં કામ કરે છે, કરે છે કે નહીં. સરકારના તમામ લોકો કામ કરે છે કે નથી કરતા, બધા ટિચર્સ કરે છે કે નથી કરતા. તેમ છતા જે દિવસે પોલિંગ થાય છે, ફરિયાદ આવે છે કે નથી આવતી કે મારું નામ નિકળી ગયું, અમારી સોસાયટીનું નામ નિકળી ગયું, મને મત નથી આપવા દેતા. મુસિબત આવે છે કે નથી આવતી. આટલું બધું ઓપન થયા બાદ પણ તકલિફ આવે છે કે નથી આવતી.

 ભાઈઓ-બહેનો આપણા દેશમાં ચૂંટણી થાય છે, ચૂંટણીમાં તો શું કરવાનું હોય છે, જવાનું, બટન દબાવવાનું-પાછા ફરવાનું, આટલું જ કરવાનું છે ને, તો પણ દેશમાં આશરે ત્રણ મહિના, 90 દિવસ સુધી ચૂંટણીનું કામ ચાલે છે અને એમાં સમગ્ર પોલિસ તંત્ર, સીઆરપીએફ, એસઆરપી, બીએસએફ, સરકારનો દરેક કર્મચારી, પોલિટિકલ પાર્ટીના કરોડો-કરોડો કાર્યકર્તા બધા લોકો 90 દિવસ દિવસ-રાત મહેનત કરે છે ત્યારે જઈને આટલા મોટા દેશની ચૂંટણી સંપન્ન થાય છે. 90 દિવસ લાગી જાય છે. ભાઈઓ-બહેનો, મેં માત્ર 50 દિવસ માગ્યા છે. 30 ડિસેમ્બર સુધી મને તક આપો મારા ભાઈઓ-બહેનો. જો 30 ડિસેમ્બર બાદ મારી કોઈ કમી રહી જાય, કોઈ મારી ભૂલ નિકળે, કોઈ મારો ખોટો ઈરાદો નિકળે તો આપ જે ચાર રસ્તા પર મને ઊભો કરશો, હું ઊભો રહીને દેશ જે સજા કરશે તો સજા ભોગવવા માટે તૈયાર છું.

 પરંતુ મારા દેશવાસિઓ દુનિયા આગળ વધી રહી છે, ભારતની આ બિમારી દેશને તબાહ કરી રહી છે. 800 મિલિયન 65 ટકા 35થી ઓછી વયના નવ યુવાનો, તેમનું ભવિષ્ય દાવ પર લાગ્યું છે. તેથી મારા ભાઈઓ-બહેનો જેમને રાજકારણ કરવું છે તે કરે, જેમનું લૂંટાઈ ગયું છે તે રડતા રહે, ગંદા આરોપ લગાવતા રહે પરંતુ મારા ઈમાનદાર દેશવાસિઓ આવો મારી સાથે ચાલો, માત્ર 50 દિવસ. 30 ડિસેમ્બર બાદ હું, આપે જેવું હિન્દુસ્તાન ઈચ્છ્યું છે એ આપવાનું વચન આપું છું.

 કોઈકને તકલિફ થાય છે, પીડા મને પણ થાય છે. આ મારા અહંકારની બાબત નથી. ભાઈઓ-બહેનો,  મેં બુરાઈઓને નજીકથી નિહાળી છે. દેશવાસિઓની તકલિફ સમજું છું પરંતુ આ કષ્ટ માત્ર 50 દિવસ માટે છે. 50 દિવસ બાદ આપણે જો સફાઈમાં સફળ થઈ ગયા અને એક વખત સફાઈ થઈ જાય છે તો નાના-મોટા  મચ્છર પણ નથી આવતા. મને વિશ્વાસ છે. મેં આ યુધ્ધ ઈમાનદાર લોકોના ભરોસાથી શરુ કર્યું છે અને ઈમાનદાર લોકોની તાકાત ઉપર મને વિશ્વાસ છે,પૂરો વિશ્વાસ છે, પૂરો ભરોસો છે. આપ કલ્પના નહીં કરી શકો કે કેવા કેવા લોકોના પૈસા ડૂબી રહ્યા છે. મા ગંગાને પણ આશ્ચર્ય થઈ રહ્યું છે. કાલે જેઓ ચારાઆની પણ નાખતા નહતા આજે તેઓ નોટો વહેવડાવવા આવી રહ્યા છે. ગરીબ વિધવા મા મોદીને આશીર્વાદ આપે છે કે બેટા ક્યારેય વહુ દિકરાને જોયા નહતા, કાલે આવ્યા હતા, અઢિ લાખ બેન્કમાં જમા કરાવવા છે. એ ગરીબ વિધવા માઓના આશીર્વાદ દેશની સફળતાના યજ્ઞને આગળ વધારશે અને આપે જોયું કે કેવા –કેવા લોકો, 2જી સ્કેમ, કોલસા સ્કેમ, અબજો-ખરવો, ખબર છે ને બધું, આજે ચાર હજાર કરોડ રુપિયા બદલવા માટે લાઈનમાં ઊભા રહેવું પડે છે જી.

 અરે સવા સો કરોડ દેશવાસિઓનો પ્રેમ ન હોત, વિશ્વાસ ન હોત, સરકારો તો આવે છે છે અને જતી રહે છે ભાઈઓ-બહેનો, આ દેશ આજે અમર છે, આ દેશનું ભાવી ઉજ્જવળ છે. તેના ઉજ્જવળ ભવિષ્ય માટે કષ્ટ ભોગવવું. હું ક્યારેક-ક્યારેક પરેશાન છું. હાલમાં કાલે મારી એક પત્રકાર બંધુ સાથે વાત થઈ. મેં કહ્યું, આપ તો મને દિવસ-રાત કહો છો કે મોદીજી બસ યુધ્ધ થઈ જાય. મેં કહ્યું પછી તકલિફ થઈ જશે તો શું કરશો. વિજળી બંધ થઈ જશે, વસ્તુઓ આવવાની બંધ થઈ જશે, રેલવે કેન્સલ થઈ જશે, રેલવેમાં સેનાના લોકો જશે, આપ નહીં જઈ શકો, ત્યારે શું કરશો. કહ્યું અચ્છા એવું થાય છે. કહેવું ખૂબજ આસાન છે, જ્યારે નિર્ણય કરી છીએ ત્યારે તેની સાથે ચાલવું સામાન્ય માણસને કોઈ તકલિફ નથી થતી.

 હું દેશવાસિઓને બીજી પણ એક વાત જણાવવા માગું છું. હાલના દિવસોમાં અનેક લોકોની આ ભ્રષ્ટાચાર અને કાળા નાણા પર બોલવાની હિંમત નથી કેમકે જે પણ બોલે છે, પકડાઈ જાય છે, યાર દાળમાં કંઈક તો કાળું છે. આ દરેક કોઈ હસતા ચહેરે બોલી રહ્યા છે કે નહીં, કે ના મોદીજીએ સારું કર્યું. પછી કોઈ મિત્રને ફોન કરે છે, યાર કોઈ રસ્તો છે. પછી તે કહે છે કે યાર મોદીજીએ બધા રસ્તા બંધ કરી દીધા. તેથી અફવાઓ ફેલાવે છે. એક દિવસ અફવા ફેલાવી કે મીઠું મોઘું થઈ ગયું છે. હવે કહો કે ભાઈ 500ની નોટ અને 1000ની નોટ, કોઈ છે જે 1000ની નોટ લઈને મિઠું લેવા જવાનું છે. આ એટલે કરાય છે કેમકે તેમને ખબર છે કે તેમનું લૂંટાઈ રહ્યું છે. 70 વર્ષથી ભેગું કરેલું છે. મોંઘામાં મોંઘા તાળા લગાવ્યા હતા, કોઈ પસ્તીવાળો પણ હવે લેવા તૈયાર નથી. ભિખારી પણ ના પાડે છે, ના સાહેબ 1000ની નોટ નહીં ચાલે.

 ભાઈઓ-બહેનો, ઈમાનદારને કોઈ તકલિફ નથી. કેટલાક લોકો પોતાની નોટ, કહે છે, મને સાચે જ ખબર નથી પરંતુ ચર્ચા ચાલી રહી છે. કહે છે કે કોઈ સાડા ચારસોમાં વેચી રહ્યો છે, કોઈ 500ની નોટ 300માં આપી રહ્યો છે. હું દેશવાસીઓને કહું છું કે આપના 500 રુપિયામાંથી એક નવો પૈસો આછો કરવાની તાકાત કોઈની નથી. આપના 500 રુપિયાનો અર્થ ફોર હન્ડરેડ નાઈન્ટિ નાઈન એન્ડ હન્ડરેડ પૈસા પાક્કા. એવા કોઈ કારોબારમાં આપ લિપ્ત ન થાઓ. કેટલાક બેઈમાન લોકો પોતાના લોકોને કહી દે છે કે જાઓ લાઈનમાં ઊભા રહી જાઓ. બે-બે હજારના કરાવી લો યાર, થોડું કંઈક બચી જશે.

 બીજું ભાઈઓ-બહેનો, મારો બધાને આગ્રહ છે. બની શકે છે કે આપને કદાચ ખબર પણ નહોય આપના કાકા, મામા, ભાઈ, પિતાજી જેમનો સ્વર્ગવાસ થઈ ગયો છે કંઈક કરીને ગયા હોય. આપનો કોઈ ગૂનો ન હોય. બસ આપ બેન્કમાં જમા કરાવી દો, જે પણ દંડ આપવાનો છે દંડ ભરો, આપ મુખ્ય ધારામાં આવી જાવ. બધાનું ભલું છે. એક વાત બીજી કહું છું. કેટલાક લોકો જો એમ માનતા હોય કે આગળ જોયું જશે તો ઓછામાં ઓછા તેઓ મને ઓળખતા હશે. દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધીનો આપનો કાચો ચિટ્ઠો હું ખોલી નાખીશ. જેમની પાસે બેઈમાનીનો છે તે માનીને ચાલે કે કાગળનો ટૂકડો છે આ, વધુ પ્રયાસ ન કરે. નહિતર સરકારમાં, એના માટે જો એક લાખ નવા છોકરાઓને નોકરી આપવી પડશે તો આપીશ અને તેમને આ કામમાં જ લગાડીશ. પરંતુ દેશમાં આ બધો જે કારોબાર ચાલી રહ્યો છે તેને બંધ કરવાનો જ છે અને હવે લોકો મને સમજી ગયા છે. આટલા દિવસ તેમને સમજમાં ન આવ્યું પરંતુ જરા એક ડોઝ વધુ આવ્યો તો સમજમાં આવી ગયું. પરંતુ આ પૂર્ણ વિરામ નથી. હું ખૂલીને કહું છું કે પૂર્ણવિરામ નથી. દેશમાં ભ્રષ્ટાચાર, બેઈમાની બંધ કરવા માટે મારા મગજમાં અન્ય પણ કેટલાક પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. આ આવવાના છે. આ ઈમાનદાર લોકો માટે કરી રહ્યો છું. મહેનત કરીને જીવન વિતાવી રહ્યા છે, તેમને પોતાનું ઘર મળે, તેમના બાળકોને સારું શિક્ષણ મળે, તેમના ઘરમાં વરિષ્ઠોને સારી દવા મળે, એ માટે હું આ કરી રહ્યો છું.

 મારે ગોવાવાસિઓના આશીર્વાદ જોઈએ છે. આપ ઊભા થઈને, તાળી વગાળીને મને આશીર્વાદ આપો. દેશ જોશે, ઈમાનદાર લોકો, આ દેશમાં ઈમાનદાર લોકોની કમી નથી. આવો ઈમાનદારીના આ કામમમાં મારો સાથ આપો. શાબાશ મારા ગોવાના ભાઈઓ-બહેનો, હું આપને શિર ઝૂકાવીને નમન કરું છું. આ માત્ર ગોવા નહીં, આ હિન્દુસ્તાનના દરેક ઈમાનદારનો અવાજ છે.

 ભાઈઓ-બહેનો, હું જાણું છું કે મેં કેવી કેવી શક્તિઓ સામે યુધ્ધ છેડી લીધું છે. હું જાણું છું કે કેવા-કેવા લોકો મારી વિરુધ્ધ થઈ જશે. હું જાણું છું.  હું તેમના 70 વર્ષનું લૂંટી રહ્યો છું, મને જીવતો નહીં મૂકે, મને બરબાદ કરીને રહેશે, તેમણે જે કરવું હોય એ કરે. ભાઈઓ-બહેનો 50 દિવસ મારી મદદ કરો. દેશ 50 દિવસ મારી મદદ કરે. જોરથી તાળીઓ સાથે મારી આ વાતનો આપ સ્વીકાર કરો.

 ખૂબ-ખૂબ આભાર

 

JKhunt/TR/GP