પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના 18 માર્ચ 2023ના રોજ 1700 કલાકે (IST) વીડિયો કોન્ફરન્સ દ્વારા ભારત-બાંગ્લાદેશ ફ્રેન્ડશિપ પાઈપલાઈનનું ઉદ્ઘાટન કરશે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની આ પ્રથમ ક્રોસ બોર્ડર એનર્જી પાઈપલાઈન છે, જેનું નિર્માણ અંદાજિત INR 377 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે, જેમાંથી બાંગ્લાદેશ દ્વારા અંદાજિત INR 285 કરોડના ખર્ચે બાંધવામાં આવેલ પાઈપલાઈનનો ભાગ છે. ભારત સરકાર દ્વારા અનુદાન સહાય હેઠળ વહન કરવામાં આવ્યું છે.
પાઇપલાઇનમાં હાઇ-સ્પીડ ડીઝલ (એચએસડી)ના વાર્ષિક 1 મિલિયન મેટ્રિક ટન (એમએમટીપીએ) પરિવહન કરવાની ક્ષમતા છે. તે શરૂઆતમાં ઉત્તર બાંગ્લાદેશના સાત જિલ્લાઓમાં હાઇ સ્પીડ ડીઝલનો સપ્લાય કરશે.
ભારત-બાંગ્લાદેશ ફ્રેન્ડશિપ પાઈપલાઈનનું સંચાલન ભારતથી બાંગ્લાદેશમાં HSDના પરિવહન માટે ટકાઉ, ભરોસાપાત્ર, ખર્ચ-અસરકારક અને પર્યાવરણને અનુકૂળ મોડ સ્થાપિત કરશે અને બંને દેશો વચ્ચે ઊર્જા સુરક્ષામાં સહકારને વધુ વધારશે.
YP/GP/JD