જાપાનના સાસંદોના પ્રતિનિધિમંડળે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. આ પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ શ્રી તોશીહિરો નીકાઈએ કર્યું હતું અને તેમાં શ્રી મોટૂ હયાસી અને શ્રી તતસુઓ હિરાનો પણ સામેલ હતા.
પ્રધાનમંત્રીએ સપ્ટેમ્બરમાં ફ્રેન્ડશીપ લિગમાં જાપાન-ભારતના સાંસદો સાથેના તેમના સંવાદને યાદ કર્યો અને બન્ને દેશોના ધારાસભ્યો વચ્ચેના વધતા સંવાદને આવકાર્યો હતો. પ્રધાનમંત્રીએ રાજ્યકક્ષાના વિધાનસભ્યો વચ્ચેના આદાન-પ્રદાનને મજબૂત બનાવવા પણ કહ્યું હતું.
પ્રધાનમંત્રીએ શ્રી તોશીહિરો નીકાઈ દ્વારા સુનામીઓથી ઊભા થતા ખતરા અંગે જાગૃતિ લાવવા અને આપદા જોખમ ન્યૂનીકરણ તથા આપદા સંચાલનના ક્ષેત્રોમાં દ્વીપક્ષીય સહકાર મજબૂત બનાવવાની પહેલને આવકારી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે તેઓ આગામી સપ્તાહે તેમની જાપાનની મુલાકાત માટે પણ આતુર છે.
J.Khunt/TR