યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (PGA)ના 77મા સત્રના પ્રમુખ, મહામહિમ શ્રી સીસાબા કોરોસીએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.
મીટિંગ દરમિયાન, શ્રી સીસાબા કોરોસીએ જળ સંસાધન વ્યવસ્થાપન અને સંરક્ષણના ક્ષેત્ર સહિત સમુદાયો માટે ભારતની પરિવર્તનાત્મક પહેલોની પ્રશંસા કરી. સુધારેલ બહુપક્ષીયતા તરફ ભારતના પ્રયાસોને સ્વીકારતા, શ્રી સીસાબા કોરોસીએ વૈશ્વિક સંસ્થાઓમાં સુધારાના પ્રયાસોમાં ભારત મોખરે હોવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
પ્રધાનમંત્રીએ પદ સંભાળ્યા પછી ભારતની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત કરવા બદલ શ્રી સીસાબા કોરોસીનો આભાર માન્યો હતો. તેમણે વૈશ્વિક સમસ્યાઓના ઉકેલો શોધવા માટે શ્રી સીસાબા કોરોસીના વિજ્ઞાન અને ટેકનોલોજી પર આધારિત અભિગમની પ્રશંસા કરી. તેમણે શ્રી સીસાબા કોરોસીને યુએન 2023 વોટર કોન્ફરન્સ સહિત 77મી યુએનજીએ દરમિયાન તેમની પ્રેસિડેન્સી પહેલને ભારતના સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી હતી.
પ્રધાનમંત્રીએ યુએન સુરક્ષા પરિષદ સહિત બહુપક્ષીય પ્રણાલીમાં સુધારાના મહત્વ પર ભાર મૂક્યો હતો, જેથી સમકાલીન ભૌગોલિક રાજકીય વાસ્તવિકતાઓને ખરેખર પ્રતિબિંબિત કરી શકાય.
YP/GP/JD
Happy to welcome @UN_PGA Csaba Kőrösi on his first visit to India. Reaffirmed India's commitment to multilateralism, including at the UN. We discussed the importance of conserving and optimising global water resources. Welcomed his support for #G20India. pic.twitter.com/nLbLv1rYtg
— Narendra Modi (@narendramodi) January 30, 2023