Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કાશ્મીરની સમૃદ્ધ સંસ્કૃતિ, કળા અને હસ્તકલાને દર્શાવતા વિતાસ્તા કાર્યક્રમની પ્રશંસા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કાશ્મીરની સમૃદ્ધ સંસ્કૃતિ, કળા અને હસ્તકલાને પ્રદર્શિત કરવા માટે સંસ્કૃતિ મંત્રાલયના વિતાસ્તા કાર્યક્રમની પ્રશંસા કરી છે.

કાશ્મીરની સમૃદ્ધ સંસ્કૃતિ, કળા અને હસ્તકલાને પ્રદર્શિત કરવા માટે સંસ્કૃતિ મંત્રાલય 27 થી 30 જાન્યુઆરી, 2023 દરમિયાન વિતાસ્તા કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે. આ કાર્યક્રમ અન્ય રાજ્યોને કાશ્મીરની ઐતિહાસિક ઓળખથી પરિચિત કરાવશે અને તે એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાનું પ્રતિક છે.

અમૃત મહોત્સવના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું કે, “કાશ્મીરની સમૃદ્ધ વારસો, વિવિધતા અને વિશિષ્ટતાનો અનુભવ કરવાની એક અદ્ભુત પહેલ!”

YP/GP