પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં 21 અને 22મી જાન્યુઆરીએ પોલીસ મહાનિદેશકો/ઇન્સ્પેક્ટર જનરલોની 57મી અખિલ ભારતીય પરિષદમાં હાજરી આપી હતી.
પ્રધાનમંત્રી શ્રીએ પોલીસ દળોને વધુ સંવેદનશીલ બનાવવા અને તેમને ઉભરતી તકનીકોમાં તાલીમ આપવાનું સૂચન કર્યું. તેમણે તમામ એજન્સીઓમાં ડેટા એક્સચેન્જને સરળ બનાવવા માટે નેશનલ ડેટા ગવર્નન્સ ફ્રેમવર્કના મહત્વ પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રી શ્રીએ સૂચવ્યું હતું કે જ્યારે આપણે બાયોમેટ્રિક્સ વગેરે જેવા તકનીકી ઉકેલોનો વધુ લાભ ઉઠાવવો જોઈએ, ત્યાં ફૂટ પેટ્રોલ વગેરે જેવા પરંપરાગત પોલીસિંગ મિકેનિઝમને વધુ મજબૂત બનાવવાની પણ જરૂર છે. તેમણે અપ્રચલિત ફોજદારી કાયદાઓ રદ કરવાની ભલામણ કરી હતી અને તમામ રાજ્યોમાં પોલીસ સંગઠનો માટે ધોરણોનું નિર્માણ કરવાની ભલામણ કરી હતી. તેમણે જેલ પ્રબંધનને સુધારવા માટે જેલમાં સુધારાનું સૂચન કર્યું હતું. તેમણે અધિકારીઓની અવારનવાર મુલાકાતો યોજીને સરહદ તેમજ દરિયાકાંઠાની સુરક્ષાને મજબૂત કરવા અંગે પણ ચર્ચા કરી હતી.
પ્રધાનમંત્રીએ ક્ષમતાઓનો લાભ લેવા અને શ્રેષ્ઠ પ્રથાઓ શેર કરવા માટે રાજ્ય પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓ વચ્ચે સહકાર વધારવા પર ભાર મૂક્યો હતો. તેમણે ઉભરતા પડકારોની ચર્ચા કરવા અને તેમની ટીમો વચ્ચે શ્રેષ્ઠ પ્રથાઓ વિકસાવવા માટે રાજ્ય/જિલ્લા સ્તરે DGsP/IGsP કોન્ફરન્સના મોડલની નકલ કરવાનું સૂચન કર્યું.
પ્રધાનમંત્રી શ્રીએ વિશિષ્ટ સેવાઓ માટે પોલીસ મેડલનું વિતરણ કર્યા પછી કોન્ફરન્સનું સમાપન થયું હતું.
કોન્ફરન્સમાં પોલીસિંગ અને રાષ્ટ્રીય સુરક્ષાના વિવિધ પાસાઓને આવરી લેવામાં આવ્યા હતા, જેમાં કાઉન્ટર ટેરરિઝમ, કાઉન્ટર ઇન્સર્જન્સી અને સાયબર સિક્યુરિટીનો સમાવેશ થાય છે. કેન્દ્રીય ગૃહમંત્રી, ગૃહ રાજ્યમંત્રીઓ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, કેન્દ્રીય ગૃહ સચિવ, રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોના DGsP/IGsP અને કેન્દ્રીય પોલીસ સંગઠનો/કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના વડાઓ પણ આ પરિષદમાં હાજર હતા. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી વર્ચ્યુઅલ રીતે વિવિધ સ્તરોના લગભગ 600 વધુ અધિકારીઓએ કોન્ફરન્સમાં હાજરી આપી હતી.
YP/GP/JD
Attended the DGP/IGP Conference in Delhi. There were extensive deliberations on different aspects relating to the police forces including integrating latest tech and strengthening traditional policing mechanisms. https://t.co/LEp7GNlFkZ pic.twitter.com/vhmhiw3TEL
— Narendra Modi (@narendramodi) January 22, 2023
PM @narendramodi attended the All-India Conference of Director Generals/ Inspector Generals of Police in New Delhi. https://t.co/Ect3tWss5Q pic.twitter.com/swQTweQzvd
— PMO India (@PMOIndia) January 22, 2023