Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ મહારાષ્ટ્રના મુંબઈમાં ગુંદાવલી મેટ્રો સ્ટેશનથી મોગરા સુધી મેટ્રોની સવારી લીધી

પ્રધાનમંત્રી શ્રીએ મહારાષ્ટ્રના મુંબઈમાં ગુંદાવલી મેટ્રો સ્ટેશનથી મોગરા સુધી મેટ્રોની સવારી લીધી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મુંબઈના ગુંદાવલી મેટ્રો સ્ટેશનથી મોગરા સુધી મેટ્રોની સવારી લીધી. તેમણે મુંબઈ 1 મોબાઈલ એપ અને નેશનલ કોમન મોબિલિટી કાર્ડ (મુંબઈ 1) પણ લોન્ચ કર્યું અને આ પ્રસંગે મેટ્રો ફોટો એક્ઝિબિશન અને 3D મોડલનું વોકથ્રુ હાથ ધર્યું. પ્રધાનમંત્રીએ મેટ્રોની સવારી દરમિયાન મેટ્રોના નિર્માણ સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ, રોજિંદા મુસાફરો અને શ્રમજીવીઓ સાથે પણ વાતચીત કરી હતી.

આ પ્રસંગે પ્રધાનમંત્રીની સાથે મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી ભગતસિંહ કોસ્યારી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદે અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર હતા.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું:

મુંબઈમાં મેટ્રોમાં સવાર પીએમ નરેન્દ્ર મોદી.

 

દિવસે આ અગાઉ, પ્રધાનમંત્રીએ મુંબઈ મેટ્રો રેલ લાઇન્સ 2A અને 7 રાષ્ટ્રને સમર્પિત કરી, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસના પુનર્વિકાસ અને સાત સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો, 20 હિંદુહૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે આપલા દવાખાનાનું ઉદ્ઘાટન કર્યું, અને મુંબઈમાં લગભગ 400 કિલોમીટરના રસ્તાઓ માટેનો પ્રોજેક્ટ માટે રસ્તાના કોંક્રીટાઈઝેશનની શરૂઆત કરી. 

પૃષ્ઠભૂમિ

પ્રધાનમંત્રીએ મુંબઈ 1 મોબાઈલ એપ અને નેશનલ કોમન મોબિલિટી કાર્ડ (મુંબઈ 1) લોન્ચ કર્યું. આ એપ મુસાફરીમાં સરળતા આપશે, મેટ્રો સ્ટેશનના પ્રવેશદ્વાર પર બતાવી શકાશે અને UPI દ્વારા ટિકિટ ખરીદવા માટે ડિજિટલ પેમેન્ટને સપોર્ટ કરશે. નેશનલ કોમન મોબિલિટી કાર્ડ (મુંબઈ 1)નો પ્રારંભમાં મેટ્રો કોરિડોરમાં ઉપયોગ કરવામાં આવશે અને તેને લોકલ ટ્રેનો અને બસો સહિત સામૂહિક જાહેર પરિવહનના અન્ય મોડ્સમાં પણ વિસ્તૃત કરી શકાય છે. મુસાફરોને બહુવિધ કાર્ડ અથવા રોકડ સાથે રાખવાની જરૂર રહેશે નહીં; NCMC કાર્ડ ઝડપી, કોન્ટેક્ટલેસ, ડિજિટલ ટ્રાન્ઝેક્શનને સક્ષમ કરશે, જેનાથી સીમલેસ અનુભવ સાથે પ્રક્રિયાને સરળ બનાવશે.

YP/GP/JD