1. સક્રિય જાહેરાત: પ્રધાનમંત્રી કાર્યાલય માહિતીની જાહેરાત પોતે કરવા માહિતી અધિકારના કાયદા, 2005ના વિભાગ 4(1)(બી)ની જોગવાઈઓનું પાલન કરે છે અને આ સંબંધમાં તમામ માહિતી તેની વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવે છે.જોવા માટે અહીં ક્લિક કરો. આ માહિતી ઓછામાં ઓછા એક વર્ષમાં અપડેટ કરવામાં આવે છે. માહિતીની ચોક્કસ કેટેગરીને જરૂર પડે ત્યારે અપડેટ કરવામાં આવે છે.
2. ખાસ વ્યક્તિ(વ્યક્તિઓ)ને અસર કરે તેવા નિર્ણયો માટે કારણો જણાવવા: જાહેર જનતાને અસર કરે તેવા મહત્ત્વપૂર્ણ નિર્ણયો સંબંધિત વહીવટી મંત્રાલયો/વિભાગોના કાર્યક્ષેત્રની અંદર આવે છે. મંત્રાલયો/વિભાગોથી વિપરીત કોઈ વહીવટી કે અર્ધન્યાયિક નિર્ણયો સામાન્ય રીતે પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા લેવામાં આવતા નથી, જે ખાસ વ્યક્તિ કે વ્યક્તિઓના વર્ગને અસર કરી શકે.
3. માહિતીનો વ્યાપક પ્રસાર:પીએમઓએ જાહેર જનતા સુધી માહિતી પહોંચાડવા અનેક પગલાં લીધા છે. માહિતી જાહેરમાં ઉપલબ્ધ છે, જેમાં નીચેના માધ્યમો સામેલ છેઃ:
(a) આદરણીય પ્રધાનમંત્રીએ કરેલા નિવેદનો અખબારી યાદીઓ મારફતે વહેંચવા
(b) પ્રધાનમંત્રીના ભાષણો
(c) સોશિયલ મીડિયામાં આદાનપ્રદાન: ટ્વીટ અને and ફેસબુક
(d) મન કી બાત
(e) નવીન સમાચારો
(f) સરકારની સિદ્ધિઓ અને and મંત્રીમંડળના નિર્ણયો
(g) ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા
4. વિવિધ ભાષાઓમાં માહિતીની ઉપલબ્ધતા: પીએમઓની વેબસાઇટ 11 ભાષાઓમાં ઉપલબ્ધ છે.
5. જ્યારે જનતાને અસર કરે તેવી મહત્ત્વપૂર્ણ નીતિઓ ઘડવામાં આવે કે નિર્ણયોની જાહેરાત કરવામાં આવે છે ત્યારે પ્રસ્તુત હકીકતો: જાહેર જનતાને અસર કરે તેવી મહત્ત્વપૂર્ણ નીતિઓ બનાવવી કે નિર્ણયો લેવા, જે સંબંધિત મંત્રાલયો/વિભાગોના ક્ષેત્રમાં આવતા હોય.