માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે એપ્રિલ 2022થી એક વર્ષના સમયગાળા માટે RuPay ડેબિટ કાર્ડ્સ અને ઓછા મૂલ્યના BHIM-UPI વ્યવહારો (વ્યક્તિ-થી-વેપારી)ને પ્રોત્સાહન આપવા માટેની પ્રોત્સાહક યોજનાને મંજૂરી આપી છે.
આ પ્રોત્સાહક યોજના એક મજબૂત ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમના નિર્માણમાં અને RuPay ડેબિટ કાર્ડ અને BHIM-UPI ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપશે. ‘સબકા સાથ, સબકા વિકાસ‘ના ઉદ્દેશ્યને અનુરૂપ, આ યોજના UPI લાઇટ અને UPI 123PAYને આર્થિક અને વપરાશકર્તા-મૈત્રીપૂર્ણ ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન્સ તરીકે પ્રોત્સાહિત કરશે અને દેશમાં વસ્તીના તમામ ક્ષેત્રો અને સેગમેન્ટમાં ડિજિટલ ચૂકવણીને વધુ ઊંડી બનાવવા સક્ષમ બનાવશે..
YP/GP/JD
India's strides in digital payments will be further strengthened by today's Cabinet decision regarding promotion of RuPay Debit Cards and BHIM-UPI transactions. https://t.co/IoBL59gDU8
— Narendra Modi (@narendramodi) January 11, 2023