માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનને મંજૂરી આપી છે. મિશન માટે પ્રારંભિક ખર્ચ રૂ. 19,744 કરોડ હશે, જેમાં SIGHT પ્રોગ્રામ માટે રૂ. 17,490 કરોડ, પાયલોટ પ્રોજેક્ટ માટે રૂ. 1,466 કરોડ, આર એન્ડ ડી માટે રૂ. 400 કરોડ અને અન્ય મિશન ઘટકો માટે રૂ. 388 કરોડ સામેલ હશે. MNRE સંબંધિત ઘટકોના અમલીકરણ માટે યોજના માર્ગદર્શિકા ઘડશે.
આ મિશન 2030 સુધીમાં નીચેના સંભવિત પરિણામોમાં પરિણમશે:
મિશનને વ્યાપક લાભો હશે – ગ્રીન હાઇડ્રોજન અને તેના ડેરિવેટિવ્ઝ માટે નિકાસની તકોનું સર્જન; ઔદ્યોગિક, ગતિશીલતા અને ઊર્જા ક્ષેત્રોનું ડીકાર્બોનાઇઝેશન; આયાતી અશ્મિભૂત ઇંધણ અને ફીડસ્ટોક પર નિર્ભરતામાં ઘટાડો; સ્વદેશી ઉત્પાદન ક્ષમતાઓનો વિકાસ; રોજગારીની તકોનું સર્જન; અને અત્યાધુનિક ટેકનોલોજીનો વિકાસ. ભારતની ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન ક્ષમતા વાર્ષિક ઓછામાં ઓછા 5 MMT સુધી પહોંચે તેવી શક્યતા છે, જેમાં લગભગ 125 GWની રિન્યુએબલ એનર્જી ક્ષમતા ઉમેરાશે. 2030 સુધીમાં લક્ષ્યાંકો રૂ. 8 લાખ કરોડનું રોકાણથી વધુ લાવવાની સંભાવના છે અને 6 લાખથી વધુ નોકરીઓનું સર્જન થશે. 2030 સુધીમાં લગભગ 50 MMT પ્રતિ વર્ષ CO2 ઉત્સર્જન ટાળવાની અપેક્ષા છે.
આ મિશન ગ્રીન હાઇડ્રોજનની માંગ નિર્માણ, ઉત્પાદન, ઉપયોગ અને નિકાસને સરળ બનાવશે. ગ્રીન હાઇડ્રોજન ટ્રાન્ઝિશન પ્રોગ્રામ (સાઇટ) માટે વ્યૂહાત્મક હસ્તક્ષેપ હેઠળ, મિશન હેઠળ ઇલેક્ટ્રોલાઇઝરના સ્થાનિક ઉત્પાદન અને ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદનને લક્ષ્યાંકિત કરતી બે અલગ-અલગ નાણાકીય પ્રોત્સાહન પદ્ધતિઓ પ્રદાન કરવામાં આવશે. આ મિશન ઉભરતા અંતિમ-ઉપયોગ ક્ષેત્રો અને ઉત્પાદન માર્ગોમાં પાયલોટ પ્રોજેક્ટ્સને પણ સમર્થન આપશે. હાઇડ્રોજનના મોટા પાયે ઉત્પાદન અને/અથવા ઉપયોગને ટેકો આપવા સક્ષમ પ્રદેશોને ગ્રીન હાઇડ્રોજન હબ તરીકે ઓળખવામાં આવશે અને વિકસાવવામાં આવશે.
ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમની સ્થાપનાને સમર્થન આપવા માટે સક્ષમ નીતિ માળખું વિકસાવવામાં આવશે. એક મજબૂત ધોરણો અને નિયમોનું માળખું પણ વિકસાવવામાં આવશે. વધુમાં, મિશન હેઠળ આર એન્ડ ડી (સ્ટ્રેટેજિક હાઇડ્રોજન ઇનોવેશન પાર્ટનરશિપ – શિપ) માટે જાહેર-ખાનગી ભાગીદારી માળખું સુવિધા આપવામાં આવશે; વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ટેક્નોલોજી વિકસાવવા R&D પ્રોજેક્ટ્સ ધ્યેય-લક્ષી, સમયબદ્ધ અને યોગ્ય રીતે માપવામાં આવશે. મિશન હેઠળ સંકલિત કૌશલ્ય વિકાસ કાર્યક્રમ પણ હાથ ધરવામાં આવશે.
કેન્દ્ર અને રાજ્ય સરકારોના તમામ સંબંધિત મંત્રાલયો, વિભાગો, એજન્સીઓ અને સંસ્થાઓ મિશનના ઉદ્દેશ્યોની સફળ સિદ્ધિ સુનિશ્ચિત કરવા માટે કેન્દ્રિત અને સંકલિત પગલાં લેશે. મિશનના સમગ્ર સંકલન અને અમલીકરણ માટે નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય જવાબદાર રહેશે.
YP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
National Green Hydrogen Mission, which the Union Cabinet approved today, is a landmark step towards sustainable development and creating investment opportunities for our youth. https://t.co/PTwbbTqkjL https://t.co/dB79JrpNp3
— Narendra Modi (@narendramodi) January 4, 2023