Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ હિમાચલપ્રદેશમાં ભારત-ચીન સરહદ નજીક જવાનો, નાગરિકો સાથે દિવાળી ઉજવી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હિમાચલપ્રદેશના કિન્નૌર જિલ્લામાં ભારત અને ચીનની સરહદ નજીક સુમ્દોની મુલાકાત લઈને સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.

તેમણે આઇટીબીપી (ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ) અને ભારતીય સેનાના જવાનો સાથે આદાનપ્રદાનકર્યું હતું અને તેમને મીઠાઈની ભેટ ધરી હતી.

પ્રધાનમંત્રીએ જવાનોને સંબોધતા કહ્યું હતું કે, તેઓ વર્ષ 2001થી દર વર્ષે દિવાળીએ સશસ્ત્ર દળોના જવાનોની મુલાકાત લે છે.

તેમણે ઉલ્લેખ કર્યો હતો કે તેમના #સંદેશ2સોલ્જર્સ અભિયાનના ભાગરૂપે સૈનિકોને સંદેશો મોકલવા અપીલ કરી હતી, જેને સમગ્ર દેશના નાગરિકોએ પ્રચંડ પ્રતિસાદ આપ્યો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેમણે નિવૃત્ત સૈન્ય કર્મચારીઓ અને અધિકારીઓને વન રેન્ક વન પેન્શનનું વચન પૂર્ણ કર્યું છે અને તેઓ આ વચન પૂર્ણ કરી શક્યા તેનો તેમને આનંદ છે.

આ પ્રસંગે ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ દલબીર સિંઘ હાજર હતા.

પ્રધાનમંત્રી સુમ્દોથી પરત ફરતી વખતે નજીકના ગામ ચાંગોની ટૂંકી મુલાકાત લીધી હતી. અહીં તેમણે ગામના લોકો સાથે વાતચીત કરી હતી, દિવાળીની શુભેચ્છા પાઠવી હતી અને બાળકોને મીઠાઈની ભેટ ધરી હતી.