પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રશિયન ફેડરેશનના પ્રમુખ મહામહિમ શ્રી વ્લાદિમીર પુતિન સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.
SCO સમિટની બાજુમાં સમરકંદમાં તેમની બેઠક બાદ, બંને નેતાઓએ ઉર્જા સહયોગ, વેપાર અને રોકાણ, સંરક્ષણ અને સુરક્ષા સહયોગ અને અન્ય મુખ્ય ક્ષેત્રો સહિત દ્વિપક્ષીય સંબંધોના અનેક પાસાઓની સમીક્ષા કરી.
યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષના સંદર્ભમાં, પ્રધાનમંત્રીશ્રીએ સંવાદ અને મુત્સદ્દીગીરીને જ આગળ વધારવાના તેમના આહ્વાનનો પુનરોચ્ચાર કર્યો હતો.
પ્રધાનમંત્રીશ્રીએ રાષ્ટ્રપતિ પુતિનને G-20 ના ભારતના ચાલી રહેલા પ્રમુખપદ વિશે માહિતી આપી, તેની મુખ્ય પ્રાથમિકતાઓને પ્રકાશિત કરી. તેમણે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના ભારતના અધ્યક્ષપદ દરમિયાન બંને દેશો સાથે મળીને કામ કરવા માટે આતુરતા વ્યક્ત કરી હતી.
નેતાઓ એકબીજા સાથે નિયમિત સંપર્કમાં રહેવા સંમત થયા હતા.
YP/GP/JD