Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી 14મી ડિસેમ્બરે અમદાવાદમાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14મી ડિસેમ્બર, 2022ના રોજ અમદાવાદમાં સાંજે 5:30 વાગ્યે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેશે.

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ એક માર્ગદર્શક અને ગુરુ હતા જેમણે સમગ્ર ભારત અને વિશ્વમાં અસંખ્ય જીવનોને સ્પર્શ્યા હતા. તેઓ એક મહાન આધ્યાત્મિક નેતા તરીકે વ્યાપકપણે આદર અને પ્રશંસા પામ્યા હતા. તેમનું જીવન આધ્યાત્મિકતા અને માનવતાની સેવા માટે સમર્પિત હતું. BAPS સ્વામિનારાયણ સંસ્થાના નેતા તરીકે, તેમણે અસંખ્ય સાંસ્કૃતિક, સામાજિક અને આધ્યાત્મિક પહેલોને પ્રેરણા આપી, લાખો લોકોને આરામ અને સંભાળ પૂરી પાડી.

પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજના જન્મ શતાબ્દી વર્ષમાં વિશ્વભરના લોકો તેમના જીવન અને કાર્યની ઉજવણી કરી રહ્યા છે. BAPS સ્વામિનારાયણ મંદિર, શાહીબાગ, જે BAPS સ્વામિનારાયણ સંસ્થાનું વિશ્વવ્યાપી મુખ્યમથક છે, તેના દ્વારા આયોજિત કરવામાં આવનાર પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં વર્ષભરની વિશ્વવ્યાપી ઉજવણીની સમાપ્તિ થશે. તે એક મહિના લાંબી ઉજવણી હશે જે અમદાવાદમાં 15મી ડિસેમ્બર 2022 થી 15મી જાન્યુઆરી 2023 દરમિયાન યોજાશે, જેમાં દૈનિક કાર્યક્રમો, વિષયોનું પ્રદર્શન અને વિચાર પ્રેરક પેવેલિયન દર્શાવવામાં આવશે.

BAPS સ્વામિનારાયણ સંસ્થાની સ્થાપના 1907માં શાસ્ત્રીજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી. વેદના ઉપદેશોના આધારે અને વ્યવહારિક આધ્યાત્મિકતાના આધારસ્તંભો પર સ્થાપિત, BAPS આજના આધ્યાત્મિક, નૈતિક અને સામાજિક પડકારોને પહોંચી વળવા દૂર દૂર સુધી પહોંચે છે. BAPSનો ઉદ્દેશ્ય વિશ્વાસ, એકતા અને નિઃસ્વાર્થ સેવાના મૂલ્યોનું જતન કરવાનો છે અને જીવનના તમામ ક્ષેત્રોના લોકોની આધ્યાત્મિક, સાંસ્કૃતિક, ભૌતિક અને ભાવનાત્મક જરૂરિયાતો પૂરી પાડે છે. તે વૈશ્વિક આઉટરીચ પ્રયાસો દ્વારા માનવતાવાદી પ્રવૃત્તિઓ કરે છે.

YP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com