Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી 13મી ડિસેમ્બરનાં રોજ શ્રી અરવિંદની 150મી જન્મજયંતિની ઉજવણીના કાર્યક્રમમાં સહભાગી થશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 13 ડિસેમ્બર, 2022ના રોજ સાંજે 5 વાગ્યે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે શ્રી અરવિંદની 150મી જન્મજયંતીની ઉજવણીના કાર્યક્રમમાં સહભાગી થશે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પુડુચેરીના કંબન કલાઈ સંગમમાં આયોજિત આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી અરવિંદનાં માનમાં એક સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ બહાર પાડશે. તેઓ આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધન પણ કરશે, જેમાં દેશભરના શ્રી અરવિંદના અનુયાયીઓ સામેલ થશે.

15 ઑગસ્ટ, 1872ના રોજ જન્મેલા શ્રી અરવિંદ એક સ્વપ્નદ્રષ્ટા હતા, જેમણે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં કાયમી યોગદાન આપ્યું હતું. આઝાદીનાં 75 વર્ષ નિમિત્તે ભારતના લોકો, સંસ્કૃતિ અને સિદ્ધિઓના ગૌરવપૂર્ણ ઇતિહાસની ઉજવણી કરવાનો પ્રયાસ – આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ દેશભરમાં એક વર્ષ લાંબી પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોનું આયોજન કરીને શ્રી અરવિંદની 150મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે.

YP/GP/JD