Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ ડોની પોલો એરપોર્ટના ઉમેરા સાથે અરુણાચલ પ્રદેશમાં પર્યટનને પ્રોત્સાહનની કલ્પના કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઇટાનગરમાં ડોની પોલો એરપોર્ટના ઉમેરા સાથે અરુણાચલ પ્રદેશમાં પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહનની કલ્પના કરી છે. પ્રધાનમંત્રી શ્રીએ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી શ્રી પેમા ખાંડુ દ્વારા શેર કરાયેલ વિડિઓમાં દર્શાવવામાં આવેલા મનોહર દૃશ્યોની પણ પ્રશંસા કરી હતી.

અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી શ્રી પેમા ખાંડુના ટ્વીટને ટાંકીને, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;

સરસ લાગે છે! અને, નવા એરપોર્ટ અને ફ્લાઈટ્સ ઉમેરવા સાથે, વધુ લોકો અરુણાચલ પ્રદેશની સરળતાથી મુલાકાત લઈ શકશે અને ત્યાંના હૂંફાળું આતિથ્યનો અનુભવ કરી શકશે.”

YP/GP/JD