પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઇટાલીના પ્રધાનમંત્રી મહામહિમ સુશ્રી જ્યોર્જિયા મેલોની સાથે આજે બાલીમાં G-20 દરમિયાન મુલાકાત કરી હતી.
પ્રધાનમંત્રી શ્રીએ પીએમ મેલોનીને ઇટાલીના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી તરીકે ચૂંટવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. બંને નેતાઓએ વેપાર અને રોકાણ, આતંકવાદ વિરોધી અને લોકો વચ્ચેના સંબંધો સહિતના વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવા અંગે ચર્ચા કરી હતી.
બંને નેતાઓએ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું.
પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું હતું કે ભારત-ઇટાલીના રાજદ્વારી સંબંધોના 75 વર્ષની ઉજવણી કરવા અને આવતા વર્ષે G-20 સમિટ માટે ભારતમાં પ્રધાનમંત્રી મેલોનીનું સ્વાગત કરવા આતુર છે.
YP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
PM @narendramodi met PM @GiorgiaMeloni of Italy on the sidelines of the @g20org Summit in Bali. They discussed the deepening of bilateral cooperation in various sectors including trade and investment, and people to people ties. pic.twitter.com/hjuRmJXbRg
— PMO India (@PMOIndia) November 16, 2022
Excellent meeting with PM @GiorgiaMeloni. We exchanged views on how India and Italy can work closely in sectors like energy, defence, culture and in boosting climate change. We also focused on ways to enhance economic partnership between our countries. India-Italypic.twitter.com/F4Qgd1ZYCe
— Narendra Modi (@narendramodi) November 16, 2022