Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ઇન્ડોનેશિયાના બાલીમાં ભારતીય સમુદાય અને ભારતના મિત્રો સાથે પ્રધાનમંત્રીનો વાર્તાલાપ

ઇન્ડોનેશિયાના બાલીમાં ભારતીય સમુદાય અને ભારતના મિત્રો સાથે પ્રધાનમંત્રીનો વાર્તાલાપ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 15 નવેમ્બર 2022ના રોજ ઇન્ડોનેશિયાના બાલીમાં ભારતીય ડાયસ્પોરા અને ફ્રેન્ડ્સ ઑફ ઇન્ડિયાના 800થી વધુ સભ્યો સાથે સંબોધન કર્યું અને વાર્તાલાપ કર્યો. સમગ્ર ઇન્ડોનેશિયામાંથી વાઇબ્રન્ટ અને વૈવિધ્યસભર ભીડ એકઠી થઇ હતી.

તેમના સંબોધન દરમિયાન પ્રધાનમંત્રીએ ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના ગાઢ સાંસ્કૃતિક અને સભ્યતાના સંબંધોને પ્રકાશિત કર્યા હતા. તેમણે બંને દેશો વચ્ચે કાયમી સાંસ્કૃતિક અને વેપાર જોડાણને ઉજાગર કરવા “બાલી જાત્રા”ની વર્ષો જૂની પરંપરાનો ઉલ્લેખ કર્યો. તેમણે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સમાનતાઓને પણ પ્રકાશિત કરી.

પ્રધાનમંત્રી શ્રીએ તેમની દત્તક લીધેલી માતૃભૂમિ માટે સખત મહેનત અને સમર્પણ દ્વારા વિદેશમાં ભારતનું કદ અને પ્રતિષ્ઠા વધારવા માટે સમુદાયના સભ્યોની પ્રશંસા કરી હતી. તેમણે ભારત-ઇન્ડોનેશિયા સંબંધોના સકારાત્મક માર્ગ અને તેના મજબૂતીકરણમાં ભારતીય સમુદાયના સભ્યો દ્વારા ભજવવામાં આવેલી નિર્ણાયક ભૂમિકા વિશે પણ વાત કરી હતી.

પ્રધાનમંત્રીએ ભારતની વિકાસ ગાથા, તેની સિદ્ધિઓ અને ભારત વિવિધ ક્ષેત્રો જેમ કે ડિજિટલ ટેક્નોલોજી, ફાઇનાન્સ, આરોગ્ય, ટેલિકોમ અને અવકાશમાં કરી રહ્યું છે તેવા જબરદસ્ત પગલાઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે વિકાસ માટે ભારતના રોડમેપમાં વિશ્વની રાજકીય અને આર્થિક આકાંક્ષાઓનો સમાવેશ થાય છે અને આત્મનિર્ભર ભારતનું વિઝન વૈશ્વિક સારાની ભાવનાને મૂર્ત બનાવે છે.

પ્રધાનમંત્રીએ 8 થી 10 જાન્યુઆરી, 2023 દરમિયાન મધ્યપ્રદેશના ઈન્દોરમાં યોજાનાર આગામી પ્રવાસી ભારતીય દિવસ સંમેલનમાં અને પછીથી ગુજરાતમાં યોજાનાર પતંગ ઉત્સવમાં હાજરી આપવા માટે ભારતના સમુદાયના સભ્યો અને મિત્રોને આમંત્રણ આપ્યું હતું.

YP/GP/JD