Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ સંગીતનાં સાધનોની ભારતની નિકાસમાં વૃદ્ધિની પ્રશંસા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંગીતનાં સાધનોની ભારતની નિકાસમાં થયેલી વૃદ્ધિ પર ખુશી વ્યક્ત કરી છે. 2013ના સમાન સમયગાળાની સરખામણીએ એપ્રિલ-સપ્ટેમ્બર 2022માં ભારતની સંગીતનાં સાધનોની નિકાસ વધીને 3.5 ગણીથી વધુ થઈ હતી.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલ દ્વારા કરાયેલા એક ટ્વીટને શેર કરતા, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

“આ પ્રોત્સાહક છે. વિશ્વભરમાં ભારતીય સંગીતની લોકપ્રિયતા સાથે, આ ક્ષેત્રમાં આગળ વધવાની મોટી તક છે.”

YP/GP/JD