Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ/જનજાતિ કેન્દ્ર અને ઝીરો ડિફેક્ટ – ઝીરો ઇફેક્ટ સ્કીમ લોન્ચ કરી, લુધિયાણામાં એમએસએમઇને રાષ્ટ્રીય એવોર્ડ આપ્યા; પ્રધાનમંત્રીએ દેશને ત્રણ વીજ પ્રોજેક્ટ અર્પણ કર્યા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પંજાબમાં લુધિયાણા ખાતે એમએસએમઇ માટે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ/જનજાતિ કેન્દ્ર અને ઝીરો ડિફેક્ટ, ઝીરો ઇફેક્ટ (ઝેડ) યોજના લોન્ચ કરી હતી. તેમણે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસિકો (એમએસએમઇ)ને રાષ્ટ્રીય એવોર્ડ પણ આપ્યા હતા. તેમણે મહિલાઓ વચ્ચે લાકડાના 500 પરંપરાગત ચરખાનું વિતરણ પણ કર્યું હતું.

તેમણે આ પ્રસંગે બોલતા કહ્યું હતું કે, લુધિયાણા મહત્ત્વપૂર્ણ આર્થિક કેન્દ્ર છે અને એટલે શહેરમાંથી એમએસએમઇ સાથે સંબંધિત યોજના શરૂ કરવી સ્વાભાવિક છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, એમએસએમઇ ક્ષેત્ર ભારતની આર્થિક પ્રગતિ માટે મહત્ત્વપૂર્ણ છે. તેમણે કહ્યું હતું કે, એમએસએમઇએ વૈશ્વિક ગુણવત્તાના નિયંત્રિત ધારાધોરણો સ્થાપિત કરવા જોઈએ.

પ્રધાનમંત્રીએ ચરખાના વિતરણ વિશે વાત કરતા કહ્યું હતું કે ખાદી આપણા માટે પ્રાથમિકતા છે અને ઘરે ચરખાથી વધારે આવક થશે. તેમણે જણાવ્યું હતું કે, ખાદીનું હવે સારી રીતે માર્કેટિંગ થઈ રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, એક સમયે ‘રાષ્ટ્ર માટે ખાદી’ એવું સૂત્ર હતું, પણ અત્યારે ‘ફેશન માટે ખાદી’ સૂત્ર બનવું જોઈએ.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દલિતો વચ્ચે ઉદ્યોગસાહસિકતા જગાવવાથી આપણને ફાયદો થશે. તેમણે ઉમેર્યું હતું કે, અત્યારે યુવાનો ઉદ્યોગસાહસિકતા અને રોજગારીનું સ્વપ્ન સેવે છે.

અગાઉ પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશમાં મંડીની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે દેશને ત્રણ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ્સ – કોલ્ડમ, પરબતી અને રામપુર અર્પણ કર્યા હતા.

AP/JKunt/TR/GP