Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

સ્મૃતિ વન ગુજરાતની લવચિકતાનો ઇતિહાસ આપે છે: પ્રધાનમંત્રી શ્રી


2001ના ભૂકંપમાં દુ:ખદ રીતે ગુમાવેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે લોકો ભુજમાં સ્મૃતિ વનની મુલાકાત લઈ રહ્યાં છે તે અંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ખુશી વ્યક્ત કરી છે.

ગુજરાત ઈન્ફોર્મેશન દ્વારા કરવામાં આવેલા ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું:

આ જોઈને આનંદ થયો. સ્મૃતિ વન એ 2001ના ધરતીકંપમાં આપણે દુ:ખદ રીતે ગુમાવેલા લોકોને શ્રદ્ધાંજલિ છે. તે ગુજરાતની લવચિકતાનો પણ ઉલ્લેખ કરે છે. આગામી મહિનાઓ કચ્છની મુલાકાત લેવા માટે ઉત્તમ સમય બની રહેશે. ત્યાં રણ ઉત્સવ છે અને હવે સ્મૃતિ વન પણ છે.

YP/GP/JD