પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અંબ અંદૌરા, ઉનાથી નવી દિલ્હી સુધીની નવી વંદે ભારત એક્સપ્રેસના ઉદઘાટનને લીલી ઝંડી બતાવી હતી.
પ્રધાનમંત્રીએ વંદે ભારત એક્સપ્રેસના ટ્રેન કોચનું નિરીક્ષણ કર્યું અને ઓનબોર્ડ સુવિધાઓનું નિરિક્ષણ કર્યું હતું. શ્રી મોદીએ વંદે ભારત એક્સપ્રેસના લોકોમોટિવ એન્જિનના નિયંત્રણ કેન્દ્રનું પણ નિરીક્ષણ કર્યું. તેમણે ઉના રેલવે સ્ટેશનનું પણ નિરીક્ષણ કર્યું હતું.
પ્રધાનમંત્રી હિમાચલ પ્રદેશના ઉના જિલ્લાના અંબ અંદૌરા રેલ્વે સ્ટેશન પર પહોંચ્યા ત્યારે તેમની સાથે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી શ્રી જયરામ ઠાકુર, હિમાચલ પ્રદેશના રાજ્યપાલ શ્રી રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર, કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુર પણ હતા.
ટ્રેન શરૂ થવાથી પ્રદેશમાં પ્રવાસનને વેગ મળશે અને મુસાફરીનો આરામદાયક અને ઝડપી મોડ પ્રદાન કરવામાં મદદ મળશે. ઉનાથી નવી દિલ્હીની મુસાફરીના સમયમાં બે કલાકનો ઘટાડો થશે. અંબ અંદૌરાથી નવી દિલ્હી સુધી દોડતી, તે દેશમાં રજૂ થનારી ચોથી વંદે ભારત ટ્રેન હશે અને તે પહેલાની સરખામણીમાં અદ્યતન વર્ઝન છે, જે ખૂબ જ હળવી અને ટૂંકા ગાળામાં વધુ ઝડપે પહોંચવામાં સક્ષમ છે. વંદે ભારત 2.0 માત્ર 52 સેકન્ડમાં 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ અને 180 કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ ઝડપ સુધી પહોંચવા જેવી વધુ પ્રગતિ અને સુધારેલ સુવિધાઓથી સજ્જ છે. સુધારેલ વંદે ભારત એક્સપ્રેસનું વજન અગાઉના 430 ટનની સરખામણીમાં 392 ટન હશે. તેમાં Wi-Fi કન્ટેન્ટ ઓન–ડિમાન્ડ સુવિધા પણ હશે. દરેક કોચમાં પેસેન્જર માહિતી અને ઇન્ફોટેનમેન્ટ પ્રદાન કરતી 32” સ્ક્રીનો છે જે અગાઉના વર્ઝનમાં 24” હતી. વંદે ભારત એક્સપ્રેસ પર્યાવરણને અનુકૂળ પણ હશે કારણ કે એસી 15 ટકા વધુ ઊર્જા કાર્યક્ષમ હશે. ટ્રેક્શન મોટરના ધૂળ–મુક્ત સ્વચ્છ હવા કૂલિંગ સાથે, મુસાફરી વધુ આરામદાયક બનશે. અગાઉ ફક્ત એક્ઝિક્યુટિવ ક્લાસના મુસાફરોને આપવામાં આવતી સાઇડ રિક્લાઇનર સીટની સુવિધા હવે તમામ વર્ગો માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. એક્ઝિક્યુટિવ કોચમાં 180-ડિગ્રી ફરતી સીટોની વધારાની સુવિધા છે.
વંદે ભારત એક્સપ્રેસની નવી ડિઝાઇનમાં, હવા શુદ્ધિકરણ માટે રૂફ–માઉન્ટેડ પેકેજ યુનિટ (RMPU) માં ફોટો–કેટાલિટિક અલ્ટ્રાવાયોલેટ એર પ્યુરિફિકેશન સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી છે. સેન્ટ્રલ સાયન્ટિફિક ઈન્સ્ટ્રુમેન્ટ્સ ઓર્ગેનાઈઝેશન (CSIO), ચંદીગઢ દ્વારા ભલામણ કર્યા મુજબ, આ સિસ્ટમ RMPU ના બંને છેડા પર તાજી હવા અને પાછી આવતી હવા દ્વારા આવતા જંતુઓ, બેક્ટેરિયા, વાયરસ વગેરેથી મુક્ત હવાને ફિલ્ટર અને સાફ કરવા માટે ડિઝાઇન અને સ્થાપિત કરવામાં આવી છે.
વંદે ભારત એક્સપ્રેસ 2.0 અસંખ્ય શ્રેષ્ઠ અને એરક્રાફ્ટ જેવા મુસાફરીના અનુભવો પ્રદાન કરે છે. તે અદ્યતન, આધુનિક સલામતી સુવિધાઓથી સજ્જ છે જેમાં સ્વદેશી રીતે વિકસિત ટ્રેન અથડામણ ટાળવાની સિસ્ટમ – કવચનો સમાવેશ થાય છે.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com
The Vande Bharat train flagged off earlier today will improve connectivity and give an opportunity for many more people to explore the natural beauty and spirituality of Himachal Pradesh. pic.twitter.com/GZnqjmLEka
— Narendra Modi (@narendramodi) October 13, 2022