Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મુલાયમ સિંહ યાદવને તેમના નિધન પર શ્રદ્ધાંજલિ આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પીઢ રાજકારણી શ્રી મુલાયમ સિંહ યાદવના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી કે શ્રી યાદવે ખંતપૂર્વક લોકોની સેવા કરી અને લોકનાયક જેપી અને ડૉ. લોહિયાના આદર્શોને લોકપ્રિય બનાવવા માટે તેમનું જીવન સમર્પિત કર્યું. શ્રી મોદીએ એ સમયને યાદ કર્યો જ્યારે શ્રી યાદવ સંરક્ષણમંત્રી હતા અને મજબૂત ભારત માટે કામ કર્યું હતું. શ્રી યાદવ સાથેના તેમના ગાઢ જોડાણને યાદ કરતાં પ્રધાનમંત્રી કહ્યું કે તેઓ હંમેશા તેમના મંતવ્યો સાંભળવા ઉત્સુક રહેતા અને તેમની મીટિંગના ફોટોગ્રાફ્સ પણ શેર કર્યા છે. પ્રધાનમંત્રીએ શ્રી યાદવના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો.

ટ્વીટ્સની શ્રેણીમાં, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

શ્રી મુલાયમ સિંહ યાદવજી એક નોંધપાત્ર વ્યક્તિત્વ હતી. લોકોની સમસ્યાઓ પ્રત્યે સંવેદનશીલ એવા નમ્ર અને ભૂમિગત નેતા તરીકે તેમની વ્યાપકપણે પ્રશંસા કરવામાં આવી હતી. તેમણે ખંતપૂર્વક લોકોની સેવા કરી અને લોકનાયક જેપી અને ડૉ. લોહિયાના આદર્શોને લોકપ્રિય બનાવવા માટે તેમનું જીવન સમર્પિત કર્યું.”

મુલાયમ સિંહ યાદવજીએ યુપી અને રાષ્ટ્રીય રાજકારણમાં પોતાની અલગ ઓળખ ઊભી કરી. કટોકટી દરમિયાન લોકશાહી માટે તેઓ મુખ્ય સૈનિક હતા. સંરક્ષણમંત્રી તરીકે તેમણે મજબૂત ભારત માટે કામ કર્યું. તેમના સંસદીય હસ્તક્ષેપ સમજદારીપૂર્વકના હતા અને રાષ્ટ્રીય હિતને આગળ વધારવા પર ભાર મૂક્યો હતો.

જ્યારે અમે અમારા સંબંધિત રાજ્યોના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી ત્યારે મુલાયમ સિંહ યાદવજી સાથે મારી ઘણી વાતચીત થઈ હતી. નિકટનો સહયોગ ચાલુ રહ્યો અને હું હંમેશા તેમના મંતવ્યો સાંભળવા ઉત્સુક રહ્યો. તેમના નિધનથી મને દુઃખ થાય છે. તેમના પરિવાર અને લાખો સમર્થકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”

 

 

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com