Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પૂર્વ જાપાની પીએમ શિન્ઝો આબેના અંતિમ સંસ્કારમાં ભાગ લેવા પ્રધાનમંત્રી આજે રાત્રે ટોક્યો જવા રવાના થશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જાપાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શિન્ઝો આબેના અંતિમ સંસ્કારમાં ભાગ લેવા માટે આજે રાત્રે જાપાનના ટોક્યો જવા રવાના થશે.

ટ્વીટ્સની શ્રેણીમાં,પ્રધાનમંત્રીએ કહ્યું;

હું એક પ્રિય મિત્ર અને ભારતજાપાન મિત્રતાના મહાન ચેમ્પિયન ભૂતપૂર્વ PM શિન્ઝો આબેના રાજ્ય અંતિમ સંસ્કારમાં ભાગ લેવા માટે આજે રાત્રે ટોક્યો જઈ રહ્યો છું.”

હું તમામ ભારતીયો વતી પ્રધાનમંત્રી કિશિદા અને શ્રીમતી આબેને હૃદયપૂર્વક સંવેદના પાઠવીશ. અમે આબે સેનની કલ્પના મુજબ ભારતજાપાન સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે કામ કરવાનું ચાલુ રાખીશું. @kishida230″

YP/GP/JD