પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 7 લોક કલ્યાણ માર્ગ ખાતે તેમના નિવાસસ્થાને શીખ પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી.
દિલ્હીના ગુરુદ્વારા શ્રી બાલા સાહિબજીએ પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે ‘અખંડ પાઠ‘નું આયોજન કર્યું હતું. 15મી સપ્ટેમ્બરે શરૂ થયેલો ‘અખંડ પાઠ’ પ્રધાનમંત્રીના જન્મદિવસ 17મી સપ્ટેમ્બરે પૂરો થયો. શીખ પ્રતિનિધિમંડળે પ્રધાનમંત્રીની મુલાકાત લીધી હતી અને ગુરુદ્વારામાંથી પ્રસાદ અને આશીર્વાદ આપ્યા હતા.
બેઠક દરમિયાન શીખ પ્રતિનિધિ મંડળે પ્રધાનમંત્રીને પગડી બાંધીને અને સિરોપા અર્પણ કરીને સન્માન કર્યું હતું. પ્રધાનમંત્રીના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના પણ કરવામાં આવી હતી. શિખ સમુદાયના સન્માન અને કલ્યાણ માટે તેમના દ્વારા લેવામાં આવેલી પાથ બ્રેકિંગ પહેલ માટે પ્રતિનિધિમંડળે પ્રધાનમંત્રીનો પણ આભાર માન્યો હતો. તેઓએ 26 ડિસેમ્બરને “વીર બાલ દિવસ” તરીકે જાહેર કરવા, કરતારપુર સાહિબ કોરિડોરને ફરીથી ખોલવા, ગુરુદ્વારાઓ દ્વારા ચલાવવામાં આવતા લંગર પરનો જીએસટી હટાવવા, ગુરુ ગ્રંથ સાહિબની નકલો અફઘાનિસ્તાનથી ભારત પહોંચે તે સુનિશ્ચિત કરવા સહિત અનેક પ્રયાસો કર્યા હતા.
શીખ પ્રતિનિધિમંડળમાં અખિલ ભારતીય કેન્દ્રીય ગુરુ સિંહ સભાના પ્રમુખ શ્રી તરવિંદર સિંહ મારવાહ, અખિલ ભારતીય કેન્દ્રીય ગુરુ સિંહ સભાના કાર્યકારી પ્રમુખ શ્રી વીર સિંહ, કેન્દ્રીય ગુરુ સિંહ સભાના દિલ્હી વડા શ્રી નવીન સિંહ ભંડારી, શ્રી હરબંસ સિંહ, ગુરુદ્વારા સિંઘ સભા, તિલક નગરના પ્રમુખ અને ગુરુદ્વારા સિંઘ સભાના મુખ્ય ગ્રંથી શ્રી રાજિન્દર સિંહ સામેલ હતા.
YP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
Glad to have met a Sikh delegation. The members of the delegation were appreciative of the efforts our Government to fulfil aspirations of the dynamic Sikh community, which is synonymous with service and compassion. We are all inspired by the noble teachings of the great Gurus. pic.twitter.com/PAXbi5k0wg
— Narendra Modi (@narendramodi) September 19, 2022
ਸਿੱਖ ਵਫ਼ਦ ਨੂੰ ਮਿਲ ਕੇ ਖੁਸ਼ੀ ਹੋਈ। ਵਫ਼ਦ ਦੇ ਮੈਂਬਰਾਂ ਨੇ ਸੇਵਾ ਅਤੇ ਹਮਦਰਦੀ ਦੇ ਸਮਾਨਾਰਥੀ, ਗਤੀਸ਼ੀਲ ਸਿੱਖ ਭਾਈਚਾਰੇ ਦੀਆਂ ਆਕਾਂਖਿਆਵਾਂ ਨੂੰ ਪੂਰਾ ਕਰਨ ਲਈ ਸਾਡੀ ਸਰਕਾਰ ਦੇ ਯਤਨਾਂ ਦੀ ਸ਼ਲਾਘਾ ਕੀਤੀ। ਅਸੀਂ ਸਾਰੇ ਮਹਾਨ ਗੁਰੂਆਂ ਦੀਆਂ ਮਹਾਨ ਸਿੱਖਿਆਵਾਂ ਤੋਂ ਪ੍ਰੇਰਿਤ ਹਾਂ। pic.twitter.com/2Djp8yZuV5
— Narendra Modi (@narendramodi) September 19, 2022