Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક સાથે મુલાકાત કરી

પ્રધાનમંત્રી શ્રીએ ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક સાથે મુલાકાત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભૂટાનના મહામહિમ રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક સાથે મુલાકાત કરી હતી.

બંને મહાનુભાવોએ ગાઢ અને અનોખી ભારત-ભૂતાન મિત્રતાને વધુ મજબૂત કરવા વિવિધ વિચારોની ચર્ચા કરી હતી. શ્રી મોદીએ ભારત અને ભૂટાન વચ્ચેના સંબંધોને આકાર આપવા માટે ક્રમિક ડ્રુક ગ્યાલ્પોસ દ્વારા પ્રદાન કરવામાં આવેલ માર્ગદર્શક દ્રષ્ટિ માટે તેમની પ્રશંસા પણ કરી છે.”

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;

ભુટાનના મહામહિમ રાજા સાથે ઉષ્માભરી મુલાકાત કરી. ભારત-ભૂતાનની ગાઢ અને અનોખી મિત્રતાને વધુ મજબૂત કરવા માટે વિવિધ વિચારોની ચર્ચા કરી. અમારા સંબંધોને આકાર આપવા માટે ક્રમિક ડ્રુક ગ્યાલ્પોસ દ્વારા પ્રદાન કરવામાં આવેલ માર્ગદર્શક દ્રષ્ટિ માટે મારી પ્રશંસા વ્યક્ત કરી.”

YP/gp/jd